Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » પાટણમાં ટી.બી. મુક્ત ભારત અભિયાનને ગતિ: ૭૦૦ દર્દીઓને વિનામૂલ્ય પોષણ કીટ વિતરણ
ગુજરાત

પાટણમાં ટી.બી. મુક્ત ભારત અભિયાનને ગતિ: ૭૦૦ દર્દીઓને વિનામૂલ્ય પોષણ કીટ વિતરણ

Rajeshkumar Jadav
Last updated: February 25, 2026 10:55 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

પાટણમાં ટી.બી. મુક્ત ભારત અભિયાનને ગતિ: ૭૦૦ દર્દીઓને વિનામૂલ્ય પોષણ કીટ વિતરણ

૧૨૩ ગ્રામ પંચાયત ટી.બી. મુક્ત જાહેર : જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ

કેપિટલ મેસેજ, ન્યુઝ 

પાટણ ખાતે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (યુજીવીસીએલ), મહેસાણા દ્વારા કોર્પોરેટ સામાજિક દાયિત્વ (CSR) અને શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ, પાટણના સહયોગથી “ટી.બી. મુક્ત ભારત અભિયાન” અંતર્ગત પાટણ જિલ્લાના ૭૦૦ ટી.બી. દર્દીઓને પોષણ સહાયરૂપ વિનામૂલ્ય ન્યુટ્રિશન કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો અને તેમના હસ્તે દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

More Read

ભગિની સમાજ પાટણમાં મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા બેબી કીટનું વિતરણ કરાયું
રૂ.1.71 કરોડના ખર્ચે સરીયદ બ્રિજનું પ્રોટેક્શન વર્ક અને બેરિંગ રિપ્લેસમેન્ટ પૂર્ણ
સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬
શિક્ષણવિદ્ ડૉ. જય ધ્રુવની વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી સાથે પ્રેરણાદાયી મુલાકાત

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલે જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા ટી.બી.ના સમૂળે નિર્મૂલન માટે વ્યાપક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પાટણ જિલ્લામાં વર્ષ ૨૦૨૪ દરમિયાન નોંધાયેલા આશરે ૪૦૦૦ ટી.બી. દર્દીઓમાંથી ૯૦ ટકા દર્દીઓને નિયમિત સારવાર અને પોષણ સહાય દ્વારા ટી.બી.મુક્ત કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. ટી.બી. અસાધ્ય રોગ નથી; નિયમિત અને સંપૂર્ણ સમયગાળા સુધી દવાઓ લેવાથી રોગ મટી શકે છે, એમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું કે પાટણ જિલ્લાની ૧૨૩ ગ્રામ પંચાયતને ટી.બી.મુક્ત જાહેર કરવામાં આવી છે અને આગામી સમયમાં જિલ્લાની તમામ ૪૮૬ ગ્રામ પંચાયતોને ટી.બી.મુક્ત બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યક્તિઓને નજીકના આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવવા અને સરકારની મફત સારવાર તથા પોષણ કીટનો લાભ લેવા તેમણે અપીલ કરી હતી. સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ટી.બી. મુક્ત ભારત અભિયાનમાં સૌને જોડાવા અનુરોધ કર્યો હતો.

More Read

ગુરુથી ગ્લોબલ ગુરુ – શિક્ષકનું સમર્પણ, સામાજિક અનુબંધ અને આજના પડકારો…..
ખેડૂત સશક્તિકરણ તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું…
અનુસૂચિત જાતિના નાગરિકોના આધારકાર્ડ સુધારણા માટે સરળ પ્રક્રિયાની માંગ
કલ્યાણમા – શ્રીમતી ગીતાબેન રાકેશકુમાર શાહને સ્મરણાંજલિ, ભાવાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ….

ડાયરેક્ટર મહેશકુમાર કાપડિયાએ પણ ટી.બી.ના સમૂળે નાબૂદી માટે જનજાગૃતિ અને દર્દીઓએ દવાનો પૂર્ણ કોર્સ પૂર્ણ કરવાનો મહત્વનો સંદેશ આપ્યો હતો.

કાર્યક્રમમાં યુજીવીસીએલ સેક્રેટરી એન.એમ. જોષી, ચીફ એન્જિનિયર જે.આર. ચૌધરી, શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ દવે, ડો. ડી.એન. પરમાર સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ, યુજીવીસીએલના પ્રતિનિધિઓ તેમજ દર્દી અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર, પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article હારીજમાં પૂર્વ ભાજપ પ્રમુખના પુત્રના લગ્નનો વિવાદ, સમાજનું બંધારણ તોડ્યું, સોશિયલ મીડિયામાં વિડિઓ વાયરલ
Next Article રાધનપુર નજીક નર્મદા કેનાલમાંથી પાણીચોરી- કોન્ટ્રાકટર દ્વારા નર્મદા વિભાગની પરવાનગી લીધા વિનાજ સિંચાઈ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

એ.સી.બી. ની સફળ ટ્રેપ, ફરીયાદી :- એક જાગૃત નાગરીક આરોપી :- સંજયભાઇ બચુભાઇ ડામોર (પ્રજાજન) ઉ.વ.૩૦ રહે.કોટડા મહુડા ફળીયા તા.જી.દાહોદ ગુનો બન્યા તારીખ :- તા.૧૦/૦૯/૨૦૨૬ લાંચની માંગણીની રકમ :- રૂ.૫૦૦/- લાંચ સ્વીકારેલ રકમ :- રૂ.૫૦૦/- લાંચની રીકવર કરેલ રકમ :- રૂ.૫૦૦/- ગુનાનુ સ્થળ :- દાહોદ મામલતદાર કચેરીના બહારના ભાગે જાહેર રોડ ઉપર તા.જી.દાહોદ ગુનાની ટુંક વિગત :- આ કામના ફરીયાદીએ રેશનકાર્ડ વિભાજન કરવા માટે દાહોદ મામલતદાર કચેરી ખાતે અરજી કરેલ હતી. જે કામ કરી આપવા આક્ષેપિતે ફરીયાદીનો સંપર્ક કરી અગાઉ રૂ.૨૫૦૦/ – લઇ લીધેલ હતાં. ત્યારબાદ આક્ષેપિતે ફરીયાદીનું કામ નહી કરી આપી ફરીથી રૂ.૫૦૦/- ની લાંચની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરીયાદી આક્ષેપિતને આપવા માંગતા ન હોય જેથી એ.સી.બી. ના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ ઉપર જાણ કરતા ફરીયાદની ફરીયાદ આધારે આજ રોજ લાંચના છટકાનુ આયોજન કરેલ, જે લાંચના છટકા દરમ્યાન આક્ષેપિતે (પ્રજાજન) ફરીયાદી પાસેથી લાંચની રકમ રૂ.૫૦૦/- ની માંગણી કરી સ્વીકારી પકડાઇ જઇ ગુનો કરેલ છે. ટ્રેપીંગ અધિકારી :- એસ.એમ.પઠાણ પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. પોલીસ સ્ટેશન દાહોદ તથા એ.સી.બી. સ્ટાફ દાહોદ

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

ડભોઈની ઉમા સોસાયટીમાં લીમડાના થડમાંથી દૂધ જેવી સફેદ ધાર વહેતાં લોકોમાં ભારે કુતૂહલ

ગુજરાત

૧૦ ફૂટ લાંબા મહાકાય અજગરનું સફળ રેસ્ક્યુ; સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ

ગુજરાત

ડભોઇમાં મીડિયાના અહેવાલની ધારદાર અસર

ગુજરાત

અકોટી બસ સ્ટેશન બન્યું બદહાલ: તંત્રની ઘોર ઉપેક્ષા

ગુજરાત

ડભોઇ ચીફ ઓફિસરની ખંભાત બદલી: ભાવભીની વિદાય

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video