કે.ડી.પોલિટેકનિક, પાટણ ખાતે ડીપ્લોમા ઇજનેરી પ્રવેશ માર્ગદર્શન સેમિનાર યોજાશે
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
કે.ડી. પોલિટેકનિક, પાટણ ખાતે ધોરણ-૧૦ પછીના વિવિધ ડીપ્લોમા ઇજનેરી અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડીપ્લોમા કોર્સીસ (ACPDC) દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૬ માટે ધોરણ-૧૦ પછીના ડીપ્લોમા ઇજનેરી અભ્યાસક્રમો માં ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા હાલમાં ચાલુ છે.
આ પ્રવેશ પ્રક્રિયાને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓ અને વાલીઓને પ્રવેશ અંગે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી કે.ડી. પોલિટેકનિક, પાટણ ખાતે તા. ૦૬-૦૬-૨૦૨૬ (શનિવાર) ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે કોમ્પ્યુટર ઇજનેરી વિભાગના સેમિનાર હોલમાં પ્રવેશ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
સેમિનારમાં ACPDC પ્રવેશ પ્રક્રિયા, ઓનલાઈન રજિસ્ટ્રેશન, ચોઇસ ફિલિંગ, વિવિધ ઇજનેરી શાખાઓ, કારકિર્દીની તકો તેમજ વિદ્યાર્થીઓના પ્રશ્નોના નિરાકરણ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે.
તેથી ધોરણ-૧૦ પાસ કરેલા વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓને આ માર્ગદર્શન સેમિનારમાં મોટી સંખ્યામાં હાજર રહી તેનો લાભ લેવા હાર્દિક આમંત્રણ છે.
