ડૉ. જય ધ્રુવને મેક્સિકોની Azteca University તરફથી D.A.S. ડોક્ટરેટ સન્માન

ડૉ. જય ધ્રુવને વિશ્વની પ્રતિષ્ઠિત Azteca University, Mexico દ્વારા Doctorate of Advanced Studies (D.A.S.) થી સન્માનિત કરવામાં આવ્યા
ગુજરાતના યુવા શૈક્ષણિક નેતૃત્વને મળ્યો વિશ્વસ્તરીય સન્માન
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
ગુજરાતના શૈક્ષણિક ક્ષેત્ર માટે ગૌરવ અને આનંદની ક્ષણ તરીકે ડૉ. જય ધ્રુવને વિશ્વ ની પ્રતિષ્ઠિત Azteca University, મેક્સિકો દ્વારા પ્રતિષ્ઠિત Doctorate of Advanced Studies (D.A.S.) ઇન એજ્યુકેશનલ મેનેજમેન્ટ ની માનદ પદવી થી સન્માનિત કરવામાં આવ્યા છે.વૈશ્વિક સ્તરે શૈક્ષણિક ગુણવત્તા, સંશોધન, નવીનતા અને વ્યાવસાયિક ઉત્તમતા માટે જાણીતી એઝટેકા યુનિવર્સિટી વિશ્વની અગ્રણી યુનિવર્સિટીઓ 298 માં નંબરે સ્થાન ધરાવે છે
ડૉ. જય ધ્રુવને આ વિશિષ્ટ સન્માન તેમના શૈક્ષણિક યોગદાન, સંશોધન, નવીન અભિગમ તથા સામાજિક ક્ષેત્રે કરેલા નોંધપાત્ર અને પ્રેરણાદાયી યોગદાન બદલ એનાયત કરવામાં આવ્યું છે. શિક્ષણક્ષેત્રે ગુણવત્તાસભર પરિવર્તન લાવવા, સંસ્થાગત વિકાસને નવી દિશા આપવા, યુવાનોમાં સંશોધન અને નવીનતાની ભાવના પ્રેરિત કરવા તેમજ સમાજકેન્દ્રિત શિક્ષણ માટે સતત કાર્ય કરવાના તેમના પ્રયાસોને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત થઈ છે.
આ ગૌરવપૂર્ણ સન્માન યુનિવર્સિટીના ડાયરેક્ટર ડૉ. રિકાર્ડો આર. સાવેદ્રા હિડાલ્ગો ના હસ્તે અર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડૉ. જય ધ્રુવે પોતાના માર્ગદર્શકો, સહકર્મીઓ, વિદ્યાર્થીઓ અને શુભેચ્છકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “આ સન્માન માત્ર મારી વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ શિક્ષણ, સંશોધન, નવીનતા અને રાષ્ટ્ર નિર્માણ માટે વધુ સમર્પિત ભાવથી કાર્ય કરવાની નવી પ્રેરણા છે.”
ડૉ. જય ધ્રુવની આ સિદ્ધિ સમગ્ર ગુજરાત તેમજ શૈક્ષણિક જગત માટે ગૌરવની બાબત બની છે. તેમની આ આંતરરાષ્ટ્રીય ઉપલબ્ધિ યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત સમાન બની રહી છે અને શિક્ષણક્ષેત્રે વૈશ્વિક સ્તરે ભારતની પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવે છે.
