એ.સી.બી. સફળ ટ્રેપ
ફરીયાદી : એક જાગૃત નાગરીક
આરોપી :- આશિષ કુમાર ભીખાભાઇ પરમાર ઉ.વ-૨૭ ધંધો- નોકરી લાયસન્સી સર્વેયર DILR કચેરી મહેસાણા જિલ્લો-મહેસાણા
ટ્રેપની તારીખ :- તા.૨૫/૦૬/૨૦૨૬
લાંચની માંગણીની રકમ :- રૂા.૧,૯૦,૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમ :- રૂા.૭૦,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ :- રૂા.૭૦,૦૦૦/-
ગુનાનુ સ્થળ :- મહેસાણા સેશન્સ કોર્ટ ના ગેટ નં-૪ પાસે આવેલ જય અંબે નાસ્તા હાઉસ ખાતે મહેસાણા
ટુંક વિગત :- આ કામના ફરીયાદીની જમીન ગામ-સુરજ તા-બેચરાજી જિલ્લો-મહેસાણા ખાતે ના સર્વે નંબર -૨૧૦ ની જમીનની હિસ્સાદુરસ્તી ( જમીનમાપણી કરાવાની હોવાથી ડી.આઇ.એલ.આર કચેરી મહેસાણા ખાતે અરજી કરેલ જે આધારે આ કામના આરોપીએ ફરીયાદીનો સંપર્ક કરી ફરીયાદીની જમીન માપણી કરી માપણીની શીટો સબમિટ કરવા સારુ પ્રથમ રૂ.૧,૯૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી આરોપીએ પ્રથમ હપ્તા પેટે રૂ.૭૦,૦૦૦/- ની લાંચ આપવા ફરીયાદીને જણાવેલ હોય જે લાંચ ફરીયાદી આપવા માંગતા ન હોય ગાંધીનગર એ.સી.બી. પો.સ્ટે. ખાતે આવી પોતાની ફરીયાદ આપતા ફરીયાદીની ફરીયાદ આધારે આજ તા.૨૫/૦૬/૨૦૨૬ ના રોજ લાંચનુ છટકુ ગોઠવતા લાંચના છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદી સાથે લાંચની માંગણીની હેતુલક્ષી વાતચીત કરી ફરીયાદી પાસેથી લાંચના નાણા રૂ.૭૦,૦૦૦/- સ્વીકારી, પોતાના રાજય સેવક તરીકેના હોદ્દાનો દુરઉપયોગ કરી, ગુનાહીત ગેરવર્તણુંક આચરી ગુનો કર્યા બાબત.
ટ્રેપીંગ અધિકારી :- ડી.એ.ચૌધરી, પોલીસ ઈન્સ્પેક્ટર, ગાંધીનગર એ. સી. બી. પોલીસ સ્ટેશન તથા ગાંધીનગર એ.સી.બી. ટીમ
સુપરવિઝન અધિકારી :- એ.કે.પરમાર
મદદનીશ નિયામક, એ.સી.બી.,ગાંધીનગરએકમ, ગાંધીનગર
ઇન્ચાર્જ અધિકારી :- હરેશ મેવાડા, નાયબ નિયામક, એ.સી.બી. અમદાવાદ
