બાલીસણા ગામે કિસાન સંવાદ કાર્યક્રમ યોજાયો

કેપિટલ મેસેજ, ન્યુઝ
પાટણ તાલુકાના બાલીસણા ગામે પ્રદેશ કિશાન મોરચાના મંત્રી મહેશભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને કિસાન સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન ખેડૂતોના પ્રશ્નો, ખેતી સંબંધિત સમસ્યાઓ તથા સરકારની વિવિધ યોજનાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ પ્રસંગે પાટણ જિલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, જિલ્લા કિસાન મોરચાના મંત્રી જલ્પેશભાઈ પટેલ, બાલીસણા જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર દીપકભાઈ પટેલ, તાલુકા પંચાયતના ઉમેદવાર નટવરભાઈ પટેલ તથા વિરલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને ખેડૂતો હાજર રહ્યા હતા. સંવાદ દરમિયાન ખેડૂતોને સરકારની યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરવામાં આવી તેમજ સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ માટે સહકાર આપવાનો વિશ્વાસ અપાયો.
રિપોર્ટ: રાજેશ જાદવ, પાટણ
