રોડ પર સર્જાયો ૧૦ ફૂટ ઊંડો જીવલેણ ભુવો; તંત્રની ઘોર બેદરકારી!
ડભોઇ તાલુકાના કુવરવાડા રોડ પર સર્જાયો ૧૦ ફૂટ ઊંડો જીવલેણ ભુવો; તંત્રની ઘોર નિષ્કાળજીથી અકસ્માતનો ભય

કેપિટલ મેસેજ ન્યુઝ
Capital message
ડભોઇ તાલુકાના કુવરવાડા ગામ પાસેના મુખ્ય માર્ગ પર છેલ્લા એક મહિનાથી ૧૦ ફૂટ ઊંડો ભયાનક ભુવો પડી ગયો છે. મુખ્ય માર્ગના જોખમી વળાંક પર જ આ ખાડો હોવા છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા હજુ સુધી કોઈ કામગીરી કરવામાં ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.વળાંક પર ભુવો હોવાથી જોખમ વધ્યું કુવરવાડા ગામને જોડતા આ મુખ્ય રોડ પર વાહનોની સતત અવરજવર રહે છે. રોડના વળાંક પર જ આ મોટો ભુવો હોવાથી સામેથી આવતા વાહન ચાલકોને તે દૂરથી દેખાતો નથી. પરિણામે, ખાસ કરીને રાત્રિના સમયે વાહન ચાલકો આ ખાડામાં ખાબકી રહ્યા છે અને નાના-મોટા અકસ્માતોની હારમાળા સર્જાઈ રહી છે.

તંત્રના અંધેર વહીવટ સામે સવાલો સ્થાનિકોનો આક્ષેપ છે કે એક મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને આ ૧૦ ફૂટ ઊંડો ભુવો દેખાતો નથી? શું તંત્ર કોઈ મોટી જાનહાનિ થાય તેની રાહ જોઈ રહ્યું છે? વારંવારની રજૂઆતો છતાં તંત્રની આ નિષ્કાળજી કોઈ નિર્દોષ વ્યક્તિનો ભોગ લઈ શકે છેગ્રામજનોની તાકીદે સમારકામની માંગ
કુવરવાડા ગામના રહીશો અને આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોની માંગ છે કે:
તાત્કાલિક ધોરણે આ ૧૦ ફૂટ ઊંડા ભુવાનું પુરાણ કરવામાં આવે રોડનું યોગ્ય રીતે પેચવર્ક કરીને માર્ગને સુરક્ષિત બનાવવામાં આવે.
જ્યાં સુધી કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ત્યાં ચેતવણીના બોર્ડ અથવા બેરીકેટ્સ મુકવામાં આવે હવે જોવાનું એ રહ્યું કે, કુંભકર્ણની નિદ્રામાં પોઢેલું વહીવટી તંત્ર આ બાબતે ક્યારે જાગશે અને ક્યારે આ જીવલેણ ભુવો પૂરવામાં આવશે.
રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
