Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » કલ્યાણમા – શ્રીમતી ગીતાબેન રાકેશકુમાર શાહને સ્મરણાંજલિ, ભાવાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ….
ગુજરાત

કલ્યાણમા – શ્રીમતી ગીતાબેન રાકેશકુમાર શાહને સ્મરણાંજલિ, ભાવાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ….

Rajeshkumar Jadav
Last updated: September 5, 2026 10:27 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
6 Min Read
SHARE

કલ્યાણમા – શ્રીમતી ગીતાબેન રાકેશકુમાર શાહને સ્મરણાંજલિ, ભાવાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ…. 

કેપિટલ મેસેજ 

Capital message 

સૂતો અને સ્વપ્ન થયું કે જીવન એ સૌંદર્ય છે,

More Read

ભગિની સમાજ પાટણમાં મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા બેબી કીટનું વિતરણ કરાયું
રૂ.1.71 કરોડના ખર્ચે સરીયદ બ્રિજનું પ્રોટેક્શન વર્ક અને બેરિંગ રિપ્લેસમેન્ટ પૂર્ણ
સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬
શિક્ષણવિદ્ ડૉ. જય ધ્રુવની વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી સાથે પ્રેરણાદાયી મુલાકાત

જાગ્યો અને જાણી લીધું કે જીવન એ કર્તવ્ય છે.” આ પંક્તિને સાર્થકકર્તા

પિતાશ્રી સેવંતીલાલ ખેમચંદ શાહ – મૂળ પાટણ

(કુંભારીયા પાડો ), ધર્મનિષ્ઠ, કર્મનિષ્ઠ અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રના ભીષ્મપિતામહ તરીકે ઓળખાતા હતા તથા માતૃશ્રી શ્રીમતી હેમકુમારીબેન (હેમીબેન/કાંતાબેન) સેવંતીલાલ શાહ ના કુખે

More Read

ગુરુથી ગ્લોબલ ગુરુ – શિક્ષકનું સમર્પણ, સામાજિક અનુબંધ અને આજના પડકારો…..
ખેડૂત સશક્તિકરણ તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું…
અનુસૂચિત જાતિના નાગરિકોના આધારકાર્ડ સુધારણા માટે સરળ પ્રક્રિયાની માંગ
લેખક: ડૉ. ધનરાજ કાંતિલાલ ઠક્કર (રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા અને આચાર્ય, શેઠ એમ.એન. હાઈસ્કૂલ – પાટણ)

૩ સપ્ટેમ્બર ૧૯૬૧ ના રોજ મુંબઈ ખાતે જન્મ થયો.

સોફિયા કૉલેજમાંથી હોમસાયન્સ (૧૯૮૩) કરેલ

સંગીતમાં વિશેષ અભિરુચિ, ઉત્કૃષ્ટ સ્વિમિંગ કલા અને ચોકલેટ બનાવવાનો ખૂબ જ શોખ હતો, સરળ-મિલનસાર સ્વભાવ અને બાળદેવો પ્રત્યે અસીમ વાત્સલ્ય ધરાવતા હતા.

શ્રીમતી ગીતાબેન શાહ ખાડિયા (અમદાવાદ) ખાતે જન્મેલા સંઘવીશ્રી રાકેશકુમાર કાંતિલાલ શાહ સાથે લગ્નગ્રંથિથી જોડાયા અને લગ્નજીવન સફરની શરૂઆત કરી.

શ્રીમતી ગીતાબેન રાકેશકુમાર શાહ પાટણ પંથકના એક આદર્શ નારીરત્ન, શિક્ષણપ્રેમી અને પરોપકારી વ્યક્તિત્વ તરીકે સાદર ઓળખાય છે. સાદગીપૂર્ણ જીવન અને ઉચ્ચ શિક્ષણ વિચારોનો સમન્વય ધરાવતી તેમની જીવનશૈલી નવી પેઢી માટે કાયમી પ્રેરણાદાયક વ્યક્તિત્વ સદૈવ હૃદયસ્થ રહેશે.

સંસ્કાર અને સમર્પણ : તેઓ એક ધાર્મિક, સંસ્કારી અને પ્રતિષ્ઠિત પરિવાર સાથે સંકળાયેલાં રહ્યા , તેમના જીવનમાં ભારતીય સંસ્કૃતિ, પરંપરાગત મૂલ્યો અને કુટુંબભાવના કેન્દ્રસ્થાને રહ્યા .

More Read

શેઠ એમ. એન. હાઈસ્કૂલમાં શિક્ષક દિનની થઈ અનોખી ઉજવણી
પાટણમાં ભૂગર્ભ ગટરનો પ્રશ્ન બન્યો જનઆક્રોશનું કારણ, લોકો રસ્તા પર ઉતર્યા
રાધનપુર નગરપાલિકાની કથળેલી સ્થિતિ સામે કોંગ્રેસનો હલ્લાબોલ
ડભોઈની ઉમા સોસાયટીમાં લીમડાના થડમાંથી દૂધ જેવી સફેદ ધાર વહેતાં લોકોમાં ભારે કુતૂહલ

પતિ શ્રી રાકેશકુમાર કાંતિલાલ શાહના પ્રત્યેક સામાજિક, શૈક્ષણિક અને વ્યવસાયિક કાર્યોમાં તેમણે એક સક્ષમ સહધર્મચારિણી તરીકે હંમેશાં સક્રિય પ્રોત્સાહન અને સાથ આપ્યો છે.

તેમના સ્વભાવમાં રહેલી વિનમ્રતા, સ્નેહાળ વર્તણૂક અને સાલસતા તેમને મળનાર દરેક વ્યક્તિના હૃદયમાં વિશેષ સ્થાન રહ્યું છે.

વૈભવી સાધનોની ઉપલબ્ધિ વચ્ચે પણ સાદગીપૂર્ણ રહેણીકરણી અને નિયમિતતા તેમની દિનચર્યાની મુખ્ય ઓળખ રહી છે.

ઈશ્વરભક્તિ, જૈન દર્શનના અહિંસા અને કરુણા જેવા મૂળભૂત સિદ્ધાંતોનું પાલન તેમજ નિયમિત સાધના તેમના જીવનનો અભિન્ન અંગ રહ્યો છે.

જીવદયા,પરોપકાર અને મૂંગા પશુ-પક્ષીઓ પ્રત્યે કરુણા, અન્નક્ષેત્ર અને જરૂરિયાતમંદોને ગુપ્ત સહાય જેવી માનવતાવાદી પ્રવૃત્તિઓ તેમની રોજિંદી જીવનશૈલી સાથે વણાયેલી રહી.

શિક્ષણ અને નારી સશક્તિકરણ પ્રત્યે અભિગમ કાયમી રહ્યો.

વિદ્યાદાન એજ શ્રેષ્ઠ દાન તેમનું દ્રઢપણે માનવું છે કે જ્ઞાન એ જ સાચી સમૃદ્ધિ છે. આ સંકલ્પને કારણે જ પાટણમાં અદ્યતન વિદ્યા સંકુલના નિર્માણમાં પરિવારે મુખ્ય ભૂમિકા ભજવી. કન્યા કેળવણી પ્રત્યે વિશેષ લગાવ: સમાજમાં દીકરીઓ શિક્ષિત અને સ્વાવલંબી બને હંમેશાં તેના આગ્રહી રહ્યાં છે,

શ્રીમતી ગીતાબેન શાહનું જીવન એ વાતનું ઉત્તમ ઉદાહરણ છે કે સુખ-સમૃદ્ધિનો સાચો ઉપયોગ સમાજની ઉન્નતિ, શિક્ષણનો પ્રચાર અને માનવસેવામાં સમર્પિત થવામાં જ રહેલો છે.

અકાળે વિદાય : ખૂબ ટૂંકા લગ્નજીવન બાદ ૨૫ જાન્યુઆરી ૧૯૯૬ (મહાસુદ-૬)ના રોજ માત્ર ૩૬ વર્ષની નાની વયે તેમનું દુઃખદ અવસાન થયું.

કહેવાયું છે કે : “અનર્થમાં ખર્ચાય તે અલક્ષ્મી, સ્વાર્થમાં ખર્ચાય તે વિત્ત, પરાર્થે વપરાય તે લક્ષ્મી અને જ્ઞાન-શિક્ષણ કાર્યમાં વપરાય તે મહાલક્ષ્મી.”

પૂજ્ય વિનોબા ભાવેના કથન અનુસાર “આપે તે દેવ” — આ જીવનસૂત્રને ભામાશા એવા શ્રી રાકેશકુમાર કાંતિલાલ શાહે ચરિતાર્થ કર્યું છે.

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન ‘ભારતીય સંસ્કાર નિકેતન, પાટણ’ દ્વારા સંચાલિત આ વિદ્યાલયની સ્થાપના રાષ્ટ્રભક્તિ અને મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપવાના ઉમદા આશયથી થઈ:

ઈ.સ. ૧૯૮૦માં સમાજના શ્રેષ્ઠીઓના સહયોગથી પૂજ્ય શ્રી ભાનુવિજયજી મહારાજના આશ્રમ ખાતે શિશુમંદિરનાં બીજ રોપાયાં.

ઈ.સ. ૧૯૮૮: બાલમંદિર તથા ગુરુકુળ પદ્ધતિ અનુસાર પ્રાર્થના કક્ષ સાથેના સંકુલની સ્થાપના.

ઈ.સ. ૨૦૦૬: માધ્યમિક વિભાગનો શુભારંભ.

ઈ.સ. ૨૦૧૦: વધતી જરૂરિયાતને ધ્યાને લઈ આધુનિક નૂતન ભવનના નિર્માણનો પ્રારંભ થયો.

ઈ.સ. ૨૦૧૭: ઉચ્ચતર માધ્યમિક વિભાગનો પ્રારંભ.

જ્યારે સંસ્થા નૂતન ભવનના નિર્માણ ખર્ચ માટે ચિંતિત હતી, ત્યારે પૂજ્ય સંતો-ભગવંતોના આશીર્વાદ અને મુકેશભાઈ શાહના માધ્યમથી આધુનિક યુગના સાચા ભામાશા શ્રી રાકેશકુમાર શાહ સંસ્થાના સંપર્કમાં આવ્યા અને મુક્ત કર કમળથી દાનની સરવાણી વહાવી , નૂતન સંકુલ ભવન નિર્માણ: સમગ્ર સંકુલના નિર્માણ માટે રૂ. 2.40 કરોડ (240 લાખ) જેટલું માતબર દાન અર્પણ કર્યું અને

વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન ભારતીય સંસ્કાર નિકેતન પાટણ સંચાલિત ,

શ્રીમતી ગીતાબેન રાકેશકુમાર શાહ વિદ્યાસંકુલ ,

બાબુ સાહેબ પન્નાલાલ પુનમચંદ

શ્રી સરસ્વતી માધ્યમિક વિદ્યાલય ,શ્રીમતી હેમકુમારી સેવંતીલાલ ખેમચંદ શાહ

શ્રીસરસ્વતી શિશુ મંદિર પ્રાથમિક વિભાગ , શ્રીમતી લક્ષ્મીબેન માણેકલાલ ઓતિયા શ્રી સરસ્વતી શિશુ મંદિર શિશુવાટીકા વિભાગનો નવા નામાભિધાન સાથે આરંભ થયો.

શ્રીમતી ગીતાબેન રાકેશભાઈ શાહ અરિહંત ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરીને રૂ. ૧.૦૭ કરોડ (૧૦૭ લાખ) નું દાન અર્પણ કર્યું.

આ ટ્રસ્ટના વ્યાજમાંથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની ફી , અન્ય વિધાર્થી લક્ષી સહાય, વિદ્યાર્થી કલ્યાણકારી યોજનાઓ અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ કાર્યરત છે.

પાટણ ઉપરાંત અમદાવાદ, ચિત્તોડગઢ, નાસિક, ઉદયપુર, જોધપુર, મોડાસા, પાલિતાણા આબુ, ઉનાવા, ચારુપ મુંબઈ તેમજ કોંકણ મહારાષ્ટ્રમાં પણ શિક્ષણ, આરોગ્ય ધર્મ અર્થે ભામાશા એવા શ્રી રાકેશભાઈ શાહ દાનપ્રવાહ સતત વહેવડાવી રહ્યા છે.

૨૩ માર્ચ ૨૦૧૮ ના રોજ જેમ માતા પોતાના સંતાનની ચિંતા કરે, તેમ આ સંકુલના તમામ બાળકોને પોતાના ગણી કરોડો રૂપિયાનું માતૃવાત્સલ્ય અર્પણ કરવા બદલ સંસ્થા દ્વારા સ્વ. શ્રીમતી ગીતાબેનને સર્વાનુમતે ‘કલ્યાણમા’ નું ગૌરવવંતુ બિરુદ એનાયત કરવામાં આવ્યું.

કૃતજ્ઞતા : શિક્ષણના આ પવિત્ર વિધારૂપી મંદિરનું નિર્માણ કરી બાળકોના ભવિષ્યને અજવાળનાર આ દાનવીર ભામાશાનો સમગ્ર સંસ્થા અને સમાજ અંતઃકરણપૂર્વક ઋણસ્વીકાર કરે છે , કલ્યાણમા ના આશીર્વાદ બાળદેવો પર સદૈવ બની રહે અને ભામાશા શ્રી રાકેશભાઈ શાહની સુખાકારી તથા તંદુરસ્તી માટેની પ્રભુ પ્રાર્થના…..

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article એ.સી.બી. સફળ ટ્રેપ, ફરીયાદી :- એક જાગૃત નાગરીક
Next Article અનુસૂચિત જાતિના નાગરિકોના આધારકાર્ડ સુધારણા માટે સરળ પ્રક્રિયાની માંગ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

08/09/2026 Capital Message Newspaper

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

૧૦ ફૂટ લાંબા મહાકાય અજગરનું સફળ રેસ્ક્યુ; સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ

ગુજરાત

ડભોઇમાં મીડિયાના અહેવાલની ધારદાર અસર

ગુજરાત

અકોટી બસ સ્ટેશન બન્યું બદહાલ: તંત્રની ઘોર ઉપેક્ષા

ગુજરાત

ડભોઇ ચીફ ઓફિસરની ખંભાત બદલી: ભાવભીની વિદાય

ગુજરાત

શેઠ એમ. એન. હાઈસ્કૂલ, પાટણના વિદ્યાર્થીએ ચિત્રસ્પર્ધામાં મેળવી અદ્વિતીય સિદ્ધિ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video