ડૉ. જય ધ્રુવનું યુએનમાં સંબોધન વર્ચ્યુઅલ મુખ્ય વક્તા તરીકે કરશે સંબોધન.

ફિલાડેલ્ફિયા (અમેરિકા) ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય પરિષદમાં ડૉ. જય ધ્રુવ યુનાઇટેડ નેશન્સના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ આધારિત SDG 9 ઉપર વર્ચ્યુઅલ મુખ્ય વક્તા તરીકે કરશે સંબોધન.
આંતરરાષ્ટ્રીય પરિષદમાં વિશ્વના 15થી વધુ દેશોના સંશોધકો, વૈજ્ઞાનિકો, શિક્ષણવિદો અને ઉદ્યોગ નિષ્ણાતો ભાગ લેશે
ડૉ. જય ધ્રુવના સંશોધન અને શૈક્ષણિક નેતૃત્વને મળ્યું વધુ એક આંતરરાષ્ટ્રીય સીમાચિહ્ન.
કેપિટલ મેસેજ
Capital message
પાટણ:ભારતના શિક્ષણ અને સંશોધન ક્ષેત્ર માટે ગૌરવની વાત છે કે જાણીતા શિક્ષણવિદ્, સંશોધક ડૉ. જય ધ્રુવને ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયા (અમેરિકા) ખાતે એટલાન્ટિક ફેડરેશન આયોજિત *“ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન નેનોટેક્નોલોજી ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ એન્ડ એનર્જી સસ્ટેનેબિલિટી (ICNEEES-26)”* માં કીનોટ સ્પીકર અને ડિસ્ટિંગ્વિશ્ડ ગેસ્ટ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. ડૉ. જય ધ્રુવ આ આંતરરાષ્ટ્રીય પરિષદને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધિત કરશે.
આ પરિષદ યુનાઇટેડ નેશન્સના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) ના ઉદ્દેશ્યોને કેન્દ્રમાં રાખીને આયોજિત કરવામાં આવી રહી છે. તેમાં વિશ્વભરના સંશોધકો, વૈજ્ઞાનિકો, શિક્ષણવિદો, ઉદ્યોગ નિષ્ણાતો અને નીતિ નિર્માતાઓ ભાગ લેશે. પરિષદમાં વિવિધ ટેકનિકલ સત્રો SDGs આધારિત વિષયો પર કેન્દ્રિત છે. ડૉ. જય ધ્રુવ SDG-9 (Industry, Innovation and Infrastructure) વિષયક ટેકનિકલ સત્રના મુખ્ય વક્તા તરીકે “Resilient Sustainable Systems Through Engineering, Electrical Technologies, and Climate Innovation” વિષય પર કીનોટ સંબોધન આપશે. તેમના સંબોધનમાં સ્થાયી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એન્જિનિયરિંગ ઇનોવેશન, ક્લાઇમેટ ચેન્જ માટેની ટેક્નોલોજી, ઔદ્યોગિક વિકાસ, ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી અને સસ્ટેનેબલ ટેક્નોલોજી જેવા વૈશ્વિક મહત્વના વિષયો પર પ્રકાશ પાડવામાં આવશે. તેઓ ટેક્નિકલ પ્રેઝન્ટેશન્સ પહેલાં નિષ્ણાત કીનોટ વ્યાખ્યાન આપશે.
આ પ્રસંગે ડૉ. જય ધ્રુવે જણાવ્યું હતું કે,
“ભારતનું પ્રતિનિધિત્વ કરતાં યુનાઇટેડ નેશન્સના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ સાથે સંકળાયેલા વૈશ્વિક મંચ પર પોતાના વિચારો રજૂ કરવાની તક મળવી મારા માટે ગૌરવની બાબત છે.
ડૉ. જય ધ્રુવનું આ આંતરરાષ્ટ્રીય આમંત્રણ ભારતીય સંશોધન, ઉચ્ચ શિક્ષણ અને ટેક્નોલોજીકલ નવીનતાને વૈશ્વિક સ્તરે મળી રહેલી વધતી પ્રતિષ્ઠાનું પ્રતિબિંબ છે.તેમના વર્ચ્યુઅલ કીનોટ સંબોધન દ્વારા ભારતની સંશોધન ક્ષમતા અને ‘વિકસિત ભારતથી વિકસિત વિશ્વ’ના સંકલ્પને આંતરરાષ્ટ્રીય મંચ પર વધુ મજબૂત ઓળખ મળશે. ગુજરાત માટે પણ ગૌરવની વાત છે.
આ આંતરરાષ્ટ્રીય પરિષદમાં વિશ્વના અનેક ૧૫ દેશોના સંશોધકો ભાગ લેશે અને યુનાઇટેડ નેશન્સના 2030 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સને આગળ વધારવા માટે વૈશ્વિક જ્ઞાન, સંશોધન અને નવીનતાના સહયોગને પ્રોત્સાહન આપવામાં આવશે.
