વ્યસનમુક્તિ ની સાથે સાથે કુણઘેર, હારીજ અને જમણપુર હાઈસ્કુલ ખાતે આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો

કેપિટલ મેસેજ
Capital message
અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર હરિદ્વાર પ્રેરિત અને નશામુકત ભારત અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસર હારીજ ના માર્ગદર્શન હેઠળ વ્યસનમુક્તિ ની વાત લઈ કુણઘેર, હારીજ અને જમણપુર હાઈસ્કુલ માં પહોંચ્યા નરેશભાઈ ”
આ વિષય અંતર્ગત “મારું ગામ વ્યસનમુક્ત , સ્વચ્છ અને સુંદર ગામ, મારી શાળા તમાકું મુક્ત શાળા” જેમાં જિલ્લા વ્યસનમુક્તિ કન્વીનર નરેશભાઈ પટેલ દ્વારા તમાકુ, બીડી, સિગારેટ, ચલમ, દારૂ જેવા વ્યસનોથી બચવા, અને પરિવાર માં કોઈ વ્યસન કરતું હોય તો તેને બચાવવા ખુબ ઊંડાણ પૂર્વક બાળકોને લાગણી સભર માર્ગદર્શન આપવામાં આવેલ. સાથે સાથે બાળકો ને પણ પડીકાં ના ખાવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો. આ સાથે વ્યસન થી થતાં શારીરિક, આર્થિક, સામાજિક અને માનસિક નુક્સાન કેવીરીતે થાય તેની સમજ આપવામાં આવી.તેમજ બાળકોને એક વાર્તા દ્વારા પપ્પા પાસેથી વ્યસન ની ગિફ્ટ કેવીરીતે માગી શકાય તેની જાણકારી આપવામાં આવી. તેમજ મારી શાળા,વ્યસનમુક્ત શાળા.મારો પરિવાર વ્યસનમુક્ત પરિવાર , મારો પરિવાર સ્વસ્થ પરિવાર નું મહત્વ સમજાવવામાં આવ્યું.

આ ઉપરાંત તાલુકા હેલ્થ વિઝિટર તખીબેન દેસાઈ દ્વારા દીકરીઓને એડોલેશન ગલ્સ કાર્યક્રમ અંતર્ગત આયર્ન ગોળી નું મહત્વ સમજાવ્યું, જેનાથી હીમોગ્લોબીન ઘટતું અટકાવી શકાય, પોષણયુક્ત ખોરાક ની જાણકારી આપી, માસિક સ્રાવ ના પાંચ દિવસ સ્વચ્છતા રાખવી તે સમજાવવા માં આવેલ.સાથે સાથે ટી. એચ.એસ. જલાજી ઠાકોર દ્વારા મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગો થી બચવા કેવી સાવચેતી રાખવી તે સમજાવેલ.સાથે સાથે અડિયાના MPHS ભગવાનભાઈ દ્વારા ટીબી રોગ ને કેવીરીતે અટકાવી શકાય તેની માહિતી આપવામાં આવેલ.આમ વ્યસનમુક્તિ ની સાથે આરોગ્ય જાળવણી ના તમામ મુદ્દાઓ ની ચર્ચા કરી બાળકો દ્વારા છેવાડા ના ઘર સુધી માહિતી પહોંચે તેવો પ્રયાસ કરવામાં આવ્યો. આ કાર્યક્રમ માં ત્રણે હાઈસ્કુલ ના આચાર્ય, સ્ટાફગણ, અને અમારા આરોગ્ય કર્મચારી,આશાબહેનો,તેમજ વ્હાલા બાળકો ખુબ ઉત્સાહ થી હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
