Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ચોમાસામાં નર્મદા કોરીકટ: ચાંદોદના ઘાટ સૂકા!
ગુજરાત

ચોમાસામાં નર્મદા કોરીકટ: ચાંદોદના ઘાટ સૂકા!

Rajeshkumar Jadav
Last updated: July 21, 2026 10:44 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

ચોમાસામાં નર્મદા કોરી કટ

કેપિટલ મેસેજ 

Capital message 

ચોમાસાની મૌસમ છતાં નર્મદા નદી કોરીધાકોર: ચાંદોદના ઐતિહાસિક ઘાટો પર પાણીની પાટો ખુલ્લી પડીસરદાર સરોવર ડેમમાંથી પાણીની જાવકમાં ઘટાડો અને ઉપરવાસમાં વરસાદ ખેંચાતા દક્ષિણ પ્રયાગ તીર્થધામની દયનીય સ્થિતિ

More Read

સમી ગામે જાહેર સ્થળે ઉકરડાના ઢગલા, ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા લોકોમાં રોષ
રાધનપુરના સેવાભાવી યુવાને 49મી વખત કર્યું રક્તદાન, માનવસેવાનું અનોખું ઉદાહરણ
પાટણ જિલ્લા પોલીસની જનઅપીલ: વરસાદી મોસમમાં સાવચેતી રાખી સુરક્ષિત રહો
ડભોઇ સેવા સદન બગીચામાં ખુલ્લા વીજ વાયરો ચોમાસામાં ‘મોતનું ખુલ્લું આમંત્રણ’!

એક તરફ મેઘરાજા ગુજરાતમાં મન મૂકીને વરસી રહ્યા હોવાના અહેવાલો છે, તો બીજી તરફ વડોદરા જિલ્લાના પ્રસિદ્ધ દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતેથી વહેતી પતિત પાવની માં નર્મદા નદી ચોમાસાની મૌસમમાં પણ સુકી ભઠ્ઠ ભાસી રહી છે. વરસાદના અભાવ અને સરદાર સરોવર બંધમાંથી પાણીની જાવકમાં કરાયેલા ઘટાડાને કારણે નદીનું રૌદ્ર સ્વરૂપ ગાયબ થઈ ગયું છે, જેના કારણે સ્થાનિકો અને શ્રદ્ધાળીઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર, લગભગ દસેક દિવસ પહેલા છોટાઉદેપુર જિલ્લામાં સારો વરસાદ નોંધાયો હતો. જેના પરિણામે ઉચ્છ અને ઓરસંગ નદીઓનું પાણી નર્મદા નદીમાં ભળતા, આ સિઝનમાં પ્રથમવાર નર્મદામાં નવા નીર આવ્યા હતા. આ નવા નીરના આગમનથી પંથકવાસીઓ અને તીર્થક્ષેત્રના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જોકે, આ ખુશી લાંબી ચાલી નહીં.ઉપરવાસમાં વરસાદ ખેંચાતા નર્મદા નદીમાં આવેલા નવા નીર ફરી ઓસરી ગયા છે. ઉપરાંત, સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં છોડાતા પાણીની જાવકમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. આ બેવડા કારણોસર, તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદી હાલ માત્ર એક પાતળા સર્પાકારે વહેતી નજરે પડી રહી છે.નદીમાં પાણીનું સ્તર ચિંતાજનક રીતે નીચે ઉતરી જવાને કારણે, ચાંદોદના ઐતિહાસિક ઘાટોની નજીક પાણીમાં ડૂબેલી રહેતી પથ્થરની પાટો અને રેતીના બેટ બહાર નીકળી આવ્યા છે, જે નદીની દયનીય સ્થિતિ સ્પષ્ટ કરી રહ્યા છે.નર્મદા નદીના મુખ્ય જળ પ્રવાહમાં નોંધપાત્ર ઘટાડો થવાને કારણે ચાંદોદ ખાતે રોજબરોજ પધારતા હજારો શ્રદ્ધાળુઓ અને પર્યટકો નિરાશ થઈ રહ્યા છે.

વધુમાં, નર્મદાજીના મુખ્ય જળ પ્રવાહ પર પોતાની નાવડી હંકારીને પરિવારનું ગુજરાન ચલાવતા નાવિક શ્રમજીવીઓ પર આર્થિક સંકળામણ આવી પડી છે. નદીમાં પાણી ઓછું હોવાથી હોડીઓ ચલાવવી મુશ્કેલ બની છે, જેના કારણે તેમની રોજીરોટી છીનવાઈ ગઈ છે.ચોમાસાની મૌસમ હોવા છતાં નર્મદા નદીના આવા જળસંકટને લઈને તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

More Read

ડભોઇમાં 60 mm વરસાદ, પાલિકાની પોલ ખુલી
નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીમાં વ્યાકરણ કાર્યશાળા
વ્યસનમુક્તિ સાથે આરોગ્ય જાગૃતિનો સંદેશ
પાટણમાં પત્રકારો સાથે પોલીસ ની દાદાગીરી,કલેક્ટરને આવેદન

રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article સેગુવાડામાં માટીના ઢગલા મુદ્દે ઝઘડો, બે ઇજાગ્રસ્ત
Next Article વડોદરા ગ્રામ્ય એલસીબીએ દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

ભરતનાટ્યમ વિશારદમાં નિષ્ઠા દવેનો રાષ્ટ્રીય વિજય

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

પાટણમાં બલોચ મકરાણી સમાજનો ભવ્ય ઈનામી જલ્સો

ગુજરાત

ભરતભાઈ ચાવડા જિલ્લા કિસાન મોરચા મંત્રી બન્યા

ગુજરાત

રાધનપુરની પીવાના પાણીની ટાંકીના કામમાં બાળ મજૂરી

ગુજરાત

ડભોઇ થી કરજણ રેલવે ટ્રેન વધારવા માટે રજૂઆત કરવામાં આવી

ગુજરાત

ખેતરનો રસ્તો બંધ: ખેડૂતોએ મામલતદારને આવેદન આપ્યું

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video