ધારપુર જીએમઇઆરએસ હોસ્પિટલમાં ‘નમો સ્વચ્છતા અભિયાન’ની ઉજવણી, જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
પાટણ, તા. 1 જુલાઈ: જીએમઇઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, ધારપુર-પાટણ ખાતે બુધવારે ‘નમો સ્વચ્છતા અભિયાન’ અંતર્ગત સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લાના જનપ્રતિનિધિઓ, વહીવટી અધિકારીઓ તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓએ ઉપસ્થિત રહી સ્વચ્છતા અંગે જનજાગૃતિનો સંદેશ આપ્યો હતો.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિકભાઈ પટેલ, ધારાસભ્ય લવિંગજી ઠાકોર, પાટણ નગરપાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ, ધારપુર ગ્રામ પંચાયતના સરપંચ માડણભાઈ દેસાઈ, તાલુકા પંચાયતના વિપક્ષના નેતા વિરલભાઈ પટેલ, પાટણ જિલ્લા ભાજપના મંત્રી ભોમાજી ઠાકોર, પ્રદેશ બક્ષીપંચ મોરચાના મંત્રી વિનયસિંહ ઝાલા, પાટણ નગરપાલિકાના દંડક ડૉ. મનોજ ઠાકોર, પાટણ તાલુકા યુવા ભાજપ પ્રમુખ ઇન્દ્રજીતસિંહ રાજપૂત, ઉપપ્રમુખ કિરણસિંહ ઝાલા તથા પાટણ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ નરેશભાઈ પરમાર સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત પાટણ જિલ્લાના કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી (DDO), મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO), આર.સી.એચ.ઓ., ડી.ટી.ઓ., સી.ડી.એમ.ઓ., જીએમઇઆરએસ મેડિકલ કોલેજના ડીન ડૉ. હાર્દિક શાહ, મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. પારુલ શર્મા, આર.એમ.ઓ. તેમજ પી.આઈ.યુ. ટીમના અધિકારીઓ પણ કાર્યક્રમમાં જોડાયા હતા.
હોસ્પિટલના ડૉક્ટરો, નર્સિંગ સ્ટાફ, સ્વીપર, સિક્યુરિટી સ્ટાફ તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિકભાઈ પટેલે સ્વચ્છતા જાળવવાની આવશ્યકતા પર ભાર મૂકતા પ્રેરણાદાયી ઉદ્બોધન આપ્યું હતું. ત્યારબાદ ગાંધીનગરથી યોજાયેલા મુખ્યમંત્રીના ‘નમો સ્વચ્છતા અભિયાન’ કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું.
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પાટણ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ હોસ્પિટલની વિવિધ સુવિધાઓની મુલાકાત લઈને સ્વચ્છતા વ્યવસ્થા અંગે નિરીક્ષણ કર્યું હતું તેમજ સ્વચ્છતા અભિયાનને વધુ અસરકારક બનાવવા જરૂરી સૂચનો આપ્યા હતા.
