Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » પાટણમાં ભક્તિ-સેવાનો પવિત્ર સંગમ
ધર્મ ભક્તિ

પાટણમાં ભક્તિ-સેવાનો પવિત્ર સંગમ

Rajeshkumar Jadav
Last updated: June 13, 2026 9:24 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

પાટણના લાલ સાહેબ સમાધિ સ્થાને ભક્તિ, સેવા અને સંસ્કારનો અલૌકિક સંગમ

પુરુષોત્તમ માસની અગિયારસે પિતૃ તૃપ્તિ માટે ફરાળ પ્રસાદ સાથે ભજન-સત્સંગ યોજાયો, ભક્તિમય વાતાવરણમાં ભાવિકો થયા ભાવવિભોર

 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

More Read

ચાણોદ ગંગા દશાહરા મહોત્સવે ભક્તોની ભારે ભીડ, મહાઆરતીમાં ઉમટી
શ્રી શનિદેવના 1000મા જન્મ મહોત્સવે ભવ્ય ઉજવણી
પાટણમાં ભીખનશાહ પીરદાદાની તિથિએ ભવ્ય શોભાયાત્રા
પાટણ જલારામ મંદિરે 108 હનુમાન ચાલીસા પાઠ સાથે મારુતિ યજ્ઞ

Capital message 

પાટણના મીરા દરવાજા વિસ્તારના લક્ષ્મીપરામાં આવેલ જીવંત સમાધિ સ્થાન સંત શ્રી લાલ સાહેબ તથા રાઘવેન્દ્ર સરકાર પરિવાર મંદિરે પુરુષોત્તમ માસની પવિત્ર અગિયારસના અવસરે ગુરુવારના રોજ ભક્તિ અને આધ્યાત્મિકતાથી ભરપૂર ભજન-સત્સંગનો સુંદર કાર્યક્રમ યોજાયો હતો. વંદનીય રતિલાલ રામચંદજી પરિવારના હસ્તે તથા મનીષાબેન વિનોદકુમાર ઠક્કરના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ ઉપસ્થિત રહી ભક્તિરસનો લાભ લીધો હતો.

રાત્રે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી ચાલેલા આ કાર્યક્રમમાં પિતૃઓની તૃપ્તિ અને તેમની સ્મૃતિને વંદનરૂપે ફરાળ (ભોજન પ્રસાદ)નું આયોજન કરવામાં આવ્યું હતું. ભજનોની મધુર સરવાણી અને સત્સંગના પાવન માહોલે સમગ્ર મંદિર પરિસરને ભક્તિમય બનાવી દીધું હતું. ઉપસ્થિત ભક્તોએ હરિનામ સંકીર્તન સાથે આત્મિક શાંતિ અને પરમાનંદની અનુભૂતિ કરી હતી.

More Read

સોમનાથ સ્વાભિમાન પર્વમાં વૈદિક આયોજનની જવાબદારી સફળતાપૂર્વક સંપન્ન
મક્કા મદીના હજ માટે ડભોઇમાંથી ભવ્ય પ્રારંભ
દર્ભાવતી-ડભોઇમાં ૧૦૮ શ્રી યમુનાજી લોટીજી અને નંદ મહોત્સવની ભવ્ય ઉજવણી
ખ્વાજા પીરશાહ બદરુદ્દીન ચિસ્તી ફરીદીના ઉર્સે ભવ્ય ઉજવણી

લાલ સાહેબ કમિટી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ પવિત્ર ધામ તમામ સમાજના ભક્તો માટે ખુલ્લું છે. અગિયારસના દિવસે ભજન-સત્સંગ તથા અમાસના દિવસે આનંદના ગરબાના કાર્યક્રમો યોજવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે. ઉપરાંત માતા-પિતાની પુણ્યતિથિ, જન્મજયંતિ, લગ્નવર્ષગાંઠ, બાળકોના શુભ પ્રસંગો સહિત વિવિધ સામાજિક અને ધાર્મિક અવસરો પર પણ ભક્તો અહીં કાર્યક્રમો યોજી શકે છે.

દાતાઓના સહયોગથી નિર્માણ પામેલા સુવિધાસભર એર કન્ડિશન હોલ, ઠંડા પાણી, ચા-કોફી તથા પ્રસાદની વ્યવસ્થાઓના કારણે અહીં આવનારા ભક્તોને આધ્યાત્મિકતા સાથે આરામદાયક વાતાવરણ પણ પ્રાપ્ત થાય છે. બહારગામથી આવતાં ભજન મંડળો પણ પોતાની વાણી દ્વારા ભક્તોને ભક્તિરસમાં તરબોળ કરે છે. સાથે વિશિષ્ટ મહેમાનો માં ભગિની સમાજમાંથી લીલાબેન સ્વામી અને વાલીબેન પટેલ પણ પધાર્યા હતા.

ભક્તજનોનું માનવું છે કે આજના આધુનિક યુગમાં ટેલિવિઝન અને અન્ય મનોરંજનના સાધનો કરતાં ભજન-સત્સંગ અને ગરબામાં મળતો આનંદ અનોખો અને દિવ્ય હોય છે. અહીં ભક્તિ સાથે મળતો પરમાનંદ મનને શાંતિ, સંસ્કાર અને જીવનને નવી દિશા આપે છે.

આ પ્રસંગે આયોજકોએ સર્વે ભક્તોને આ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોમાં જોડાઈ ભક્તિનો લાભ લેવા તેમજ માનવજીવનને સાર્થક બનાવવા અપીલ કરી હતી. ભક્તિ, સેવા અને સંસ્કારના આ પવિત્ર કેન્દ્રમાં સતત યોજાતા કાર્યક્રમો સમાજમાં આધ્યાત્મિક જાગૃતિ અને એકતાનો સંદેશ પ્રસરાવી રહ્યા છે.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article ડૉ. મિહિર દવેની સફળ કામગીરી: જટિલ પ્રસૂતિમાં ત્રિપુત્ર જન્મ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

ડૉ. મિહિર દવેની સફળ કામગીરી: જટિલ પ્રસૂતિમાં ત્રિપુત્ર જન્મ

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ધર્મ ભક્તિ

નર્મદા તટે ભક્તિનો મહાસંગમ: કરનાળીના મા રેવા આશ્રમ’ ખાતે ભવ્ય ભંડારાનું આયોજન

ધર્મ ભક્તિ

ડભોઇ પેટલાદમાં હઝરત સૈયદ નૂરાની બાવા સાહેબનો ૨૬મો ઉર્સ મુબારક ભવ્ય રીતે સંપન્ન

ધર્મ ભક્તિ

સમીના વરાણા ખોડિયાર ધામે ચૈત્ર વદ આઠમ પર આસ્થા ઝળહળી

ધર્મ ભક્તિ

પાટણમાં વિજય હનુમાન ધન્યવાદ આશ્રમ માં દિવ્ય ભાગવત કથાનો ભવ્ય પ્રારંભ

ધર્મ ભક્તિ

પાટણના બલિયા હનુમાન મંદિર પરિસરમાં શ્રીમદ ભગવત કથા નું આયોજન કરવામાં આવ્યું..

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video