એ.સી.બી ની સફળ ટ્રેપ
ફરીયાદી:એક જાગૃત નાગરીક
આરોપી:
વધુજી સુરાજી સોલંકી, સરપંચના પતિ, ધરપડા ગ્રામ પંચાયત, તા.ડીસા, જી. બનાસકાંઠા
ટ્રેપની તારીખ
૦૯/૦૬/૨૦૨૬
લાંચની માંગણીની રકમ:
રૂ.૧,૧૦,૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમ
રૂ.૧,૧૦,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ:
રૂ.૧,૧૦,૦૦૦/-
ટ્રેપનુ સ્થળ: ઢુવા ચોકડી જાહેર રોડ ઉપર, જૂના ડીસા, તા.ડીસા જી પાલનપુર
ટુંક વિગત : આ કામના ફરીયાદીને ઘરપડા ગ્રામ પંચાયત વિસ્તારમાંથી માટીની જરૂરિયાત હોઈ તેઓએ માટી ઉપાડવા પંચાયતનો સંપર્ક કરેલ અને પંચાયતે સિંચાઈ વિભાગને માટી ઉપાડવા માટે ઠરાવ કરી અરજી કરેલ , જે કામ માટે આ કામના આરોપી જે આ ગામના સરપંચના પતિ છે તેણે આ કામના ફરિયાદીને ધરપડા ગામના તળાવમાંથી માટી ખોદકામ કરવા સારું ફરિયાદી પાસે રૂ.૧,૧૦,૦૦૦/- ની ગેરકાયદેસર લાંચની માગણી કરેલ,
જે લાંચના નાણા ફરિયાદી આપવા માગતા ના હોય, ફરીયાદીએ બનાસકાંઠા એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપતા ફરિયાદીની ફરિયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આક્ષેપિતે ફરિયાદી સાથે સ્થળ ઉપર હેતુલક્ષી વાતચીત કરી આક્ષેપિતે રૂપિયા ૧,૧૦,૦૦૦/- લાંચની રકમ સ્વીકારી પકડાઇ જઇ ગુનો કર્યા બાબત..
ટ્રેપિંગ અધિકારી:
બી.જે.જોષી,
પોલીસ ઇન્સ્પેકટર,
બનાસકાંઠા એ.સી.બી. પો.સ્ટે., પાલનપુર.
સુપરવિઝન અધિકારી :
કે. એચ. ગોહિલ,
મદદનિશ નિયામક,
એ.સી.બી. બોર્ડર એકમ, ભુજ.
ઇન્ચાર્જ અધિકારી
બલદેવસિંહ વાઘેલા
નાયબ નિયામક
એ.સી.બી. રાજકોટ એકમ
