માનવતાની અનોખી મિસાલ – 112 જન રક્ષક ટીમની પ્રશંસનીય કામગીરી
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
પાટણ જિલ્લાના શંખેશ્વર ખાતે અસ્થિર માનસિક સ્થિતિ ધરાવતા એક યુવાન રસ્તો ભૂલી જતા તેમના પરિવારજનો ભારે ચિંતામાં મુકાયા હતા. ઘટનાની જાણ થતાં જ 112 ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ તાત્કાલિક હરકતમાં આવી અને શોધખોળ શરૂ કરી હતી.
ટીમની સતર્કતા, ઝડપી પ્રતિસાદ અને માનવતાભર્યા અભિગમના કારણે ગુમ થયેલા યુવાનને સલામત હાલતમાં શોધી કાઢી તેમની ઓળખની ખાતરી કર્યા બાદ પરિવારજનોને સુરક્ષિત રીતે સોંપવામાં આવ્યા હતા.
આ સફળ કામગીરીથી પરિવારજનોને મોટી રાહત મળી હતી અને તેમણે 112 ઇમરજન્સી સેવા, પોલીસ વિભાગ તથા EMRI Green Health Services નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
આ કામગીરીમાં 112 ટીમના ઈનચાર્જ રથવી રમેશભાઈ રવાભાઈ તથા 112 પાયલોટ ઠાકોર ભીખાજી જગતાજી એ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમની નિષ્ઠા, ફરજ પ્રત્યેની જવાબદારી અને માનવતાના મૂલ્યોને કારણે એક પરિવારને ફરી ખુશી મળી હતી.
112 ઇમરજન્સી સેવા માત્ર કાયદો અને વ્યવસ્થાની જ નહીં, પરંતુ માનવતા અને સમાજસેવાનું પણ ઉત્તમ ઉદાહરણ છે.
EMRI Green Health Services -112 ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ, પાટણ “સેવા, સુરક્ષા અને સંવેદના માટે હંમેશા તત્પર”
