Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » પાટણમાં ₹398 કરોડના સાયબર રેકેટનો પર્દાફાશ,14 ઝડપાયા
ક્રાઈમ

પાટણમાં ₹398 કરોડના સાયબર રેકેટનો પર્દાફાશ,14 ઝડપાયા

Rajeshkumar Jadav
Last updated: June 8, 2026 1:09 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

પાટણમાં “ઓપરેશન મ્યુલ હન્ટ 2.0” હેઠળ ₹398.43 કરોડના સાયબર ક્રાઈમ રેકેટનો પર્દાફાશ,14 આરોપીઓ ઝડપાયા

(કેપિટલ મેસેજ, ન્યુઝ) 

Capital message 

હારીજ નાગરિક સહકારી બેંકના કરંટ ખાતાઓ ભાડે આપી દેશભરમાં ઓનલાઈન છેતરપિંડી આચરતી ગેંગ સામે કાર્યવાહી, 6 આરોપીઓ ફરાર

More Read

એ.સી.બી.સફળ ટ્રેપ ફરીયાદી: એક જાગૃત નાગરીક
એ.સી.બી ની સફળ ટ્રેપ ફરીયાદી:એક જાગૃત નાગરીક
સમી તાલુકાના માંડવી સીમમાં નીલગાયોના શિકારથી ખળભળાટ
ડોક્ટર પાસેથી 25 લાખની ખંડણી કેસમાં નથવાણી દંપતીને આગોતરા જામીન

પાટણ જિલ્લામાં સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા હાથ ધરાયેલા “ઓપરેશન મ્યુલ હન્ટ 2.0” અંતર્ગત કરોડો રૂપિયાના ઓનલાઈન છેતરપિંડીના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન હારીજ નાગરિક સહકારી બેંકમાં ખોલવામાં આવેલા કરંટ ખાતાઓ ભાડે આપી દેશભરમાં વિવિધ પ્રકારની સાયબર છેતરપિંડી આચરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે.

સાયબર ક્રાઈમ પોલીસે સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા કુલ 20 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે, જેમાંથી 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બાકીના 6 આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા સઘન તપાસ અને શોધખોળ હાથ ધરવામાં આવી છે.

તપાસમાં ખુલાસો થયો છે કે હારીજ નાગરિક સહકારી બેંકના 13 મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરીને કુલ ₹398.43 કરોડના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો કરવામાં આવ્યા હતા. આ ખાતાઓનો ઉપયોગ દેશના વિવિધ રાજ્યોમાં સાયબર ગુનાઓ માટે કરવામાં આવતો હતો. દેશભરમાંથી કુલ 228 સાયબર ફ્રોડની ફરિયાદો આ ખાતાઓ સાથે સીધી રીતે જોડાયેલી હોવાનું સામે આવ્યું છે.

More Read

અબોલજીવને ઝેર આપતા જીવદયા પ્રેમીઓમાં રોષ
રાજુલા તાલુકાના ડુંગર ગામે લીલાપીર બાપુની મજાર ખાતે ચોરીની ઘટના
એટ્રોસિટી કેસમાં સુખદ સમાધાન!
સાંતલપુરના હથિયાર કેસમાં નાસતા ફરતા આરોપીને એસ.ઓ.જી.એ દબોચ્યો

પોલીસ તપાસ અનુસાર આ ગેંગ દ્વારા OTP ફ્રોડ, ડિજિટલ અરેસ્ટ, સેક્સટોર્શન, ઓનલાઈન જુગાર, સટ્ટાબાજી તેમજ અન્ય પ્રકારની ઓનલાઈન છેતરપિંડીના ગુનાઓને અંજામ આપવામાં આવતો હતો. આરોપીઓ સામાન્ય લોકોના નામે અથવા તેમના દસ્તાવેજોનો ઉપયોગ કરીને બેંક ખાતાઓ ખોલાવતા અને ત્યારબાદ તે ખાતાઓ સાયબર ગુનેગારોને ભાડે આપતા હતા. આ ખાતાઓ મારફતે છેતરપિંડીથી મેળવવામાં આવેલી રકમનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવતું હતું.

સાયબર ક્રાઈમ પોલીસના જણાવ્યા મુજબ “ઓપરેશન મ્યુલ હન્ટ 2.0” અંતર્ગત સમગ્ર રાજ્યમાં મ્યુલ એકાઉન્ટ અને સાયબર ગુનાઓમાં સંડોવાયેલા તત્વો સામે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પાટણ જિલ્લામાં થયેલી આ કાર્યવાહી રાજ્યની સૌથી મોટી સાયબર ક્રાઈમ કાર્યવાહી પૈકીની એક માનવામાં આવી રહી છે.

પોલીસે જણાવ્યું છે કે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો કાર્યરત કરવામાં આવી છે અને આગામી દિવસોમાં વધુ મહત્વના ખુલાસાઓ થવાની શક્યતા છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.

રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર, પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article રાધનપુર તાલુકામાં રેશનકાર્ડ બંધ કરવાની કાર્યવાહી સામે ગંભીર સવાલો
Next Article માનવતાની અનોખી મિસાલ – 112 જન રક્ષક ટીમની પ્રશંસનીય કામગીરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

09/06/2026

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ક્રાઈમ

પાટણમાં પોલીસ વાન ઉપર હુમલો કરનારા આરોપીઓને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો.

ક્રાઈમ

ચાણસ્માના ઝીલિયા ગામે ફાર્મ હાઉસ પર ઘાતક હથિયારો સાથે હુમલો, 8 ગાડીઓમાં 20 જેટલા શખ્સો ધારીયા-તલવાર સાથે ત્રાટક્યા

ક્રાઈમ

પાટણ: ટુંવડ ખેતરમાં દારૂ ઉતારતાં જ LCBનો દરોડો..

ક્રાઈમ

પાટણમાં પ્રોહીબીશનના ગુનામાં ફરાર આરોપી એલ.સી.બી.ની જાળમાં

ક્રાઈમ

રાધનપુરમાં “Mamy Poko Pants” ડીલરશીપના નામે રૂ. 42,456ની ઓનલાઈન ઠગાઈ, પોલીસની ઝડપી કાર્યવાહીથી 100% રકમ રિકવર

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video