Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » કાર અને એકટીવા વચ્ચેની ટક્કરમાં આધેડનું કરુણ મોત
ગુજરાત

કાર અને એકટીવા વચ્ચેની ટક્કરમાં આધેડનું કરુણ મોત

Rajeshkumar Jadav
Last updated: May 30, 2026 10:10 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

કાર અને એકટીવા વચ્ચેની ટક્કરમાં આધેડનું કરુણ મોત

ડભોઇ-કાયાવરોહણ રોડ પર ગમખ્વાર અકસ્માત: કાર અને એકટીવા વચ્ચેની ટક્કરમાં વલણ ગામના આધેડનું કરુણ મોત

 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

More Read

૧૩૫ પાટણવાડા વણકર સમાજનું સંયુક્ત બંધારણ યથાવત્ રાખવા આગેવાનોનો એકસ્વર
રાધનપુરમાં નિઃશુલ્ક E-KYC કેમ્પને મળ્યો જંગી પ્રતિસાદ
પાટણ પત્રકાર સ્વાભિમાન સંઘની રચના !
SSC બાદ કારકિર્દીની ઉજ્જવળ તકો અંગે માર્ગદર્શન

Capital message 

ડભોઇ તાલુકાના કાયાવરોહણ અને સુલતાનપુરા ગામની વચ્ચે ગત રાત્રિના સમયે એક હૃદયદ્રાવક અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી ફોર-વ્હીલર કાર અને એકટીવા વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં એકટીવા ચાલક આધેડનું ગંભીર ઇજાઓ થવાના કારણે કરુણ મોત નીપજ્યું છે સંખેડાથી કામ પતાવી ઘરે પરત ફરતા નડ્યો અકસ્માત મળતી માહિતી અનુસાર, કરજણ તાલુકાના વલણ ગામના રહેવાસી નિશારભાઈ ઈસ્માઈલભાઈ જમાદાર પોતાના અંગત કામ અર્થે સંખેડા ગયા હતા. રાત્રિના સમયે તેઓ સંખેડા ખાતેથી પોતાનું કામ આટોપી ની એકટીવા પર સવાર થઈને પોતાના ગામ વલણ તરફ પરત ફરી રહ્યા હતા.તે દરમિયાન ડભોઇ તાલુકાના કાયાવરોહણ અને સુલતાનપુરા ગામ વચ્ચેના માર્ગ પરથી પસાર થતી વખતે, સામેથી અચાનક આવી ચઢેલી એક પૂરપાટ ઝડપે દોડતી ફોર-વ્હીલર ગાડી સાથે તેમની

એકટીવા ધડાકાભેર અથડાઈ હતી.

More Read

પી.પી.જી. હાઇસ્કુલમાં કારકીર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો
31 મી મેં વિશ્વ તમાકુ નિષેધ દિન 2026 નિમિત્તે લેખ….
પાટણમાં વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે સાપ્તાહિક આયોજન
વડોદરા ગ્રામ્ય વિભાગમાં ‘તેરા તુજ કો અર્પણ’નું આયોજન

અકસ્માત એટલો ભયાનક હતો કે નિશારભાઈ રોડ પર પટકાતા તેમને શરીરે અને માથાના ભાગે ગંભીર ગુપ્ત અને જાહેર ઇજાઓ પહોંચી હતી રાહદારીઓએ ૧૦૮ને બોલાવી, હોસ્પિટલ પહોંચે તે પહેલા જ દમ તોડ્યો

અકસ્માતનો જોરદાર અવાજ થતાં જ આસપાસથી લોકો અને માર્ગ પરથી પસાર થતા અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ તરત જ અકસ્માતનો ભોગ બનનાર આધેડની વહારે આવી ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ૧૦૮ની ટીમ દ્વારા લોહીલુહાણ હાલતમાં નિશારભાઈને વડોદરાની સયાજી હોસ્પિટલ (SSG) ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. પરંતુ, કમનસીબે હોસ્પિટલ પહોંચતા સુધીમાં જ રસ્તામાં તેમણે દમ તોડી દીધો હતો. હોસ્પિટલના ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી અને તપાસ શરૂ આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સયાજી હોસ્પિટલ તેમજ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતક નિશારભાઈ ઈસ્માઈલભાઈ જમાદારના શવને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વલણ ગામના આધેડનું અકસ્માતમાં આકસ્મિક મોત થતાં તેમના પરિવારમાં ભારે આક્રંદ અને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઇ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article વડોદરા ગ્રામ્ય વિભાગમાં ‘તેરા તુજ કો અર્પણ’નું આયોજન
Next Article પાટણમાં વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે સાપ્તાહિક આયોજન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

26/05/2026 Capital Message Newspaper

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

ધારપુર મેડિકલ કોલેજના તબીબોની અદ્ભુત સિદ્ધિ

ગુજરાત

લાખોના બસ સ્ટોપ બન્યા બિનઉપયોગી:ધૂળ ખાય છે સુવિધાઓ

ગુજરાત

કરોડોના બજેટ છતાં 4 વર્ષથી જર્જરિત:વન વિભાગની કચેરી

ગુજરાત

ભૂંડનો આતંક 6 વર્ષના માસૂમ બાળકને મોંમાં દબાવી ઢસેડ્યો

ગુજરાત

મેંગો રિસોર્ટ બન્યું ઉનાળામાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video