પાટણ જિલ્લામાં રોજગાર ભરતી મેળો : વિવિધ જગ્યાઓ માટે સીધી પસંદગી
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
પાટણ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા પાટણ જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની તક ઉપલબ્ધ થાય તે હેતુસર વિનામૂલ્યે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં ખાનગી ક્ષેત્રની વિવિધ કંપનીઓ દ્વારા સ્થળ પર જ પ્રાથમિક પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
આ રોજગાર ભરતી મેળો તા. ૨૧/૦૫/૨૦૨૬ (ગુરુવાર) ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, પ્રથમ માળ, સુવિધા ભવન, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ, પાટણ ખાતે યોજાશે.
ભરતી મેળામાં દિવ્યમ એન્ટરપ્રાઈઝ, પાટણ, અંહિલ પ્રેરેન્ટાઈલ, પાટણ તથા TOYOTA TSUSHO NTTF TRAINING CENTER, વિઠ્ઠલાપુર જેવી ખાનગી ક્ષેત્રની સંસ્થાઓ ભાગ લેશે.
મેળામાં મશીન ઓપરેટિંગ, પ્રોડક્ટ મેનેજર, ઓફિસ આસિસ્ટન્ટ, ફેક્ટરી હેલ્પર, એકાઉન્ટિંગ, ક્વોલિટી એશ્યોરન્સ તથા ટ્રેઈની જેવી વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.
આ ભરતી મેળામાં ધોરણ-૧૦ પાસ, ધોરણ-૧૨ પાસ, આઈ.ટી.આઈ. (તમામ ટ્રેડ) તેમજ ગ્રેજ્યુએશન ધરાવતા ઉમેદવારો જેમ કે બી.એસ.સી., એમ.એસ.સી., બી.ફાર્મ, એમ.બી.એ. (ફાઇનાન્સ), બી.એ., બી.કોમ લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે. ઉમેદવારો માટે વયમર્યાદા ૧૮ થી ૪૦ વર્ષ નક્કી કરવામાં આવી છે.
ઉમેદવારોએ પોતાના તમામ શૈક્ષણિક પ્રમાણપત્રોની નકલ, બે પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ તથા ૩ થી ૪ નકલ બાયોડેટા સાથે સ્વખર્ચે ઇન્ટરવ્યુ માટે ઉપસ્થિત રહેવાનું રહેશે. રોજગાર કચેરી ખાતે નામ નોંધણી ન કરાવેલ ઉમેદવારો પણ આ ભરતી મેળામાં ભાગ લઈ શકશે.
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાટણ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે પાટણ જિલ્લાના વધુમાં વધુ રોજગારવાંચ્છુ યુવક-યુવતીઓએ આ તકનો લાભ લેવા અપીલ કરવામાં આવે છે.
