R&B કોન્ટ્રાક્ટરની બેદરકારીએ નિર્દોષનો જીવ જોખમમાં મૂક્યો

ડભોઈ તાલુકાના ભીલાપુર પાસે ગમખ્વાર અકસ્માત: R&B કોન્ટ્રાક્ટરની બેદરકારીએ નિર્દોષનો જીવ જોખમમાં મૂક્યો
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
ડભોઈ તાલુકાના ભીલાપુર ગામ નજીક આજે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. માર્ગ અને મકાન વિભાગ (R&B) ના કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીના કારણે એક આઈસર ટ્રક અને ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેમાં આઈસર ચાલક કેબિનમાં ફસાઈ જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે ઘટનાની વિગતવાર માહિતી મળતી માહિતી મુજબ, રોડ પર આવેલા ડિવાઈડરમાં છોડને પાણી પીવડાવવા માટે એક ટેન્કર રસ્તાની વચ્ચે ઉભું રાખવામાં આવ્યું હતું. આ દરમિયાન પાછળથી આવી રહેલી આઈસર ટ્રક ટેન્કર સાથે ધડાકાભેર અથડાઈ હતી.

અકસ્માત એટલો ભીષણ હતો કે આઈસરના આગળના ભાગનો કુરચો બોલી ગયો હતો અને ચાલક સ્ટીયરિંગ અને કેબિન વચ્ચે ખરાબ રીતે ફસાઈ ગયો હતો કોની બેદરકારી સ્થાનિકોના આક્ષેપ મુજબ, R&B ના કોન્ટ્રાક્ટર દ્વારા સુરક્ષાના કોઈ પણ સંકેતો મુક્યા વિના રસ્તાની વચ્ચે ટેન્કર ઉભું રાખવામાં આવ્યું હતું રેસ્ક્યુ ઓપરેશન: અકસ્માત બાદ સ્થાનિક લોકો અને રાહદારીઓ મદદે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ ચાલકને કેબિનમાંથી બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ટ્રાફિક જામ અકસ્માતને પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી. અંદાજે 2 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાતા વાહનચાલકો અટવાયા હતા.તંત્રની કાર્યવાહી: ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડી ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી છે લોકોમાં રોષ: વારંવાર હાઈવે પર કોન્ટ્રાક્ટરો દ્વારા સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે છે, જેના કારણે નિર્દોષ લોકોએ ભોગ બનવું પડે છે. આ મામલે કડક તપાસની માંગ ઉઠી રહી છે.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
