પ્રિસાઇડિંગ અને ઝોનલ અધિકારીઓની તાલીમ શિબિર યોજાઈ

પ્રિસાઇડિંગ ઑફિસર અને આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઑફિસર તથા ઝોનલ ઓફિસર અને આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસરની તાલીમ શિબિર યોજાઈ: નિમણૂંક થયેલ તમામ સ્ટાફને અપાયું માર્ગદર્શન
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
ડભોઈ: આગામી ચૂંટણીઓની પૂર્વતૈયારીના ભાગરૂપે ડભોઈ સેવા સદન ખાતે એક મહત્વપૂર્ણ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સેવા સદનના પ્રેસ કોન્ફરન્સ હોલમાં પ્રાંત અધિકારીશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં વિવિધ વિભાગના કર્મચારીઓને EVM ની કાર્યપદ્ધતિ અંગે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ ક્ષતિ ન રહી જાય અને મતદાન સુચારૂ રીતે સંપન્ન થાય તે હેતુથી આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે:તલાટીઓ, શિક્ષકો અને અન્ય સરકારી કર્મચારીઓને મતદાન મશીન અંગે ટ્રેનિંગ આપવામાં આવી હતી.

મતદારો જ્યારે મતદાન કરવા આવે ત્યારે તેમને કઈ રીતે સહાય કરવી અને મશીનનો ઉપયોગ કેવી રીતે કરવો તેની વિગતવાર સમજૂતી અપાઈ હતી.મતદાન પ્રક્રિયાની વિશેષ સમજ અધિકારીઓ દ્વારા ખાસ સમજાવવામાં આવ્યું હતું કે મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે કયા સ્ટેપ્સ અનુસરવા જરૂરી છે. તાલીમ દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે:નિર્ધારિત બટન દબાવ્યા બાદ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે પીળું બટન દબાવવું અનિવાર્ય રહે છે.ચાર અલગ-અલગ બટન દબાવ્યા બાદ પણ જ્યાં સુધી પીળું બટન દબાવવામાં ન આવે, ત્યાં સુધી પ્રક્રિયા પૂર્ણ ગણાતી નથી, તેવી તાકનીકી સમજ કર્મચારીઓને આપવામાં આવી હતી.વહીવટી તંત્રની સજ્જતા ચૂંટણી અધિકારી ડભોઇ નગરપાલિકા અને પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમાર મામલતદાર પ્રતિક સંગાડા નગરપાલિકા ચીફ ઓફિસર જય કિશન તડવી અધ્યક્ષ સ્થાને સીધી દેખરેખ હેઠળ યોજાયેલી આ બેઠકમાં ઉપસ્થિત તમામ કર્મચારીઓને મતદાન મથક પર આવતી સંભવિત સમસ્યાઓ અને તેના નિરાકરણ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
