ડભોઈ અખાત્રીજના પર્વે વઢવાણામાં હળત્યો ઉત્સવ, ખેડૂતોએ ધરતી માતા અને ખેતીના ઓજારોની પૂજા કરી

કેપિટલ મેસેજ, ન્યુઝ
ડભોઈ આજે અખાત્રીજના શુકનવંતા અવસરે ડભોઈ શહેર અને તાલુકા સહિત વઢવાણા પંથકમાં ખેડૂતો દ્વારા પરંપરાગત રીતે ખેતીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ખેડૂતોએ પોતાના ખેતરોમાં જઈ ધરતી માતાની વિશેષ પૂજા-અર્ચના કરી આગામી ચોમાસું ફળદાયી રહે તેવી પ્રાર્થના કરી હતી. સારો વરસાદ અને કમોસમી આફતથી મુક્તિ માટે પ્રાર્થના ખેડૂતો માટે અખાત્રીજ એ ખેતીકામની શરૂઆતનો શ્રેષ્ઠ દિવસ ગણાય છે.
વઢવાણા વિસ્તારના ખેડૂતોએ ખેતરમાં એકઠા થઈને ધરતી માતાને કંકુ, ચોખા, ફૂલ અને અગરબત્તી અર્પણ કર્યા હતા. આ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસે અને પાકને નુકસાન પહોંચાડતા કમોસમી વરસાદની આફતથી ધરતીપુત્રો બચી રહે તે માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી.

ઓજારો અને ટ્રેક્ટરનું પૂજન માત્ર ધરતી માતા જ નહીં, પણ ખેતીમાં મદદરૂપ થતા સાધનો પ્રત્યે કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કરતા ખેડૂતોએ:
પોતાના ટ્રેક્ટર અને ખેતીના સાધનોને શણગારીને પૂજ્યા હતા.પરંપરાગત ખેતી કરતા ખેડૂતોએ બળદ અને હળની પૂજા કરી હતી.પૂજન વિધિ પૂર્ણ થયા બાદ ખેતરમાં ટ્રેક્ટર ચલાવીને નવા વર્ષના ખેતીકામના શ્રીગણેશ કર્યા હતા.અમે દર વર્ષે અખાત્રીજના દિવસે ધરતી માતાના પૂજન સાથે ખેતીની શરૂઆત કરીએ છીએ. ભગવાન પાસે એટલી જ પ્રાર્થના છે કે આ વર્ષે સમયસર અને સારો વરસાદ થાય, જેથી જગતના તાતને સુખ-શાંતિ મળે અને કમોસમી વરસાદના સંકટથી મુક્તિ મળેઈશ્વરભાઈ મણીલાલ વસાવા, સ્થાનિક ખેડૂત, ડભોઈ
આમ, ડભોઈ પંથકમાં ભક્તિ અને આસ્થા સાથે ખેડૂતોએ ખેતીના નવા વર્ષનો ઉત્સાહભેર પ્રારંભ કર્યો છે.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી,ડભોઈ
