Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ‘પ્રેમમાં પડ્યા ને સાસુ નડ્યા’ નાટકે નગરજનોને હસાવ્યા,
ગુજરાત

‘પ્રેમમાં પડ્યા ને સાસુ નડ્યા’ નાટકે નગરજનોને હસાવ્યા,

Rajeshkumar Jadav
Last updated: April 17, 2026 7:11 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

રોટરી ભવનના નિર્માણ માટે હાસ્યની મોજ : ‘પ્રેમમાં પડ્યા ને સાસુ નડ્યા’ નાટકે નગરજનોને હસાવ્યા, સેવા કાર્ય માટે દાનની સરવાણી

કેપિટલ મેસેજ, ન્યુઝ 

રાધનપુર શહેરમાં સામાજિક સેવા અને સાંસ્કૃતિક કાર્યક્રમનો સુંદર સંગમ જોવા મળ્યો, જ્યાં રોટરી ક્લબ ઓફ રાધનપુર અને રોટરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રોટરી–આસ્થા–આઈ.એમ.એ. સર્વોદય ભવનના નિર્માણ માટે ભવ્ય હાસ્ય નાટ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માત્ર મનોરંજન પૂરતો મર્યાદિત ન રહી, પરંતુ એક ઉમદા હેતુ માટે લોકોમાં સેવાભાવ જગાડતો બન્યો હતો.

રોટરી પબ્લિક ઇમેજ કાર્યક્રમ અંતર્ગત વિવેક શાહ પ્રોડક્શન દ્વારા રજૂ કરવામાં આવેલું લોકપ્રિય હાસ્ય નાટક ‘પ્રેમમાં પડ્યા ને સાસુ નડ્યા’ મંચ પર આવતાં જ પ્રેક્ષકોમાં હાસ્યની લહેર ફરી વળી હતી. કલાકારોના જીવંત અભિનય, સમયોચિત સંવાદો અને રસપ્રદ પ્રસ્તુતિએ નગરજનોને પેટ પકડીને હસાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન હોલમાં હાસ્ય અને તાળીઓના ગડગડાટ વચ્ચે ઉત્સાહપૂર્ણ માહોલ સર્જાયો હતો.

More Read

પીપીજી હાઇસ્કુલમાં 720 ‘સફળ જીવનની દિશાધારા’ પુસ્તકોનું વિતરણ
પ્રશિક્ષણ મહાઅભિયાન- ૨૦૨૬ માટે પાટણ ભાજપની તૈયારી બેઠક યોજાઈ
ગ્રેજ્યુએશન સેરેમનીમાં ડૉ. રોનક જાદવને MBBS ડિગ્રી એનાયત
મોદીજીના 12 વર્ષ: સુરક્ષિત અને આત્મનિર્ભર ભારત- રમેશભાઈ રબારી

આ પ્રસંગે મુખ્ય દાતા તરીકે રમેશભાઈ ભરવાડે ઉપસ્થિત રહી સેવા કાર્યમાં પોતાનો સહયોગ આપ્યો હતો, જ્યારે મહેમાન વિશેષ તરીકે ડૉ. નવીનભાઈ અને રાયચંદભાઈએ હાજરી આપી કાર્યક્રમને ગૌરવ આપ્યું હતું.

કાર્યક્રમનું આયોજન રોટરીના સ્થાપક ડૉ. મહેશભાઈ મુલાણી, પ્રમુખ ડૉ. પરેશભાઈ દરજી, મંત્રી કાંતિભાઈ નાઈ તેમજ રોટરીના સક્રિય સભ્યોના સંયુક્ત પ્રયાસોથી સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. આયોજનમાં રમેશભાઈ ગોકલાણી, ડૉ. પ્રવિણભાઈ ઓઝા, ડૉ. દિનેશભાઈ ઠક્કર, ડૉ. સી.એમ. ઠક્કર અને મધુબેન ઓઝાએ માર્ગદર્શન આપી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

કાર્યક્રમના ઉદઘોષક તરીકે ડૉ. સુરેશ ઓઝાએ પોતાની અનોખી અને આકર્ષક શૈલીમાં સંચાલન કરી પ્રેક્ષકોને અંત સુધી જોડાયેલા રાખ્યા હતા, જે કાર્યક્રમની વિશેષતા બની રહી હતી.

More Read

પાટણ તાલુકાના સંખારી ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ
દેશસેવાના 12 વર્ષ પૂર્ણ: વિશેષ સંપર્ક અભિયાન
વિકસિત ભારત સંકલ્પ સંમેલન માં ડૉ. સોઢા સન્માનિત
ઠરાવમાં ફેરફાર સામે ડભોઇના ખેડૂતોનો ચોથા દિવસે પણ વિરોધ

રોટરી ભવનના નિર્માણ જેવા સમાજોપયોગી કાર્ય માટે શહેરના અનેક દાતાશ્રીઓએ ઉદાર હાથે દાન આપીને સેવા ભાવના દર્શાવી હતી. રોટરી પરિવાર દ્વારા તમામ દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં પણ આવા સેવા કાર્યો માટે સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે રોટેરિયન મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી. શહેરના અગ્રણીઓ, સમાજસેવકો અને મોટી સંખ્યામાં નગરજનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો.રાધનપુરમાં યોજાયેલો આ કાર્યક્રમ એક તરફ મનોરંજનથી ભરપૂર રહ્યો, તો બીજી તરફ સમાજ સેવા માટે પ્રેરણા પૂરું પાડતો એક ઉત્તમ ઉદાહરણ બની રહ્યો છે.

રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર, પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article નર્મદા સિંચાઈના પાણીના પ્રશ્ને ગ્રામજનોનો અડગ વિરોધ
Next Article દુર્ગંધથી જનતા પરેશાન, તંત્રની બેદરકારી સામે ઉઠ્યા સવાલો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

પાટણની પવિત્ર ધરા પર ‘મોક્ષગાથા’નો દિવ્ય મહોત્સવ!

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે સિદ્ધપુરમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો

ગુજરાત

૧૨ વર્ષ : વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના

ગુજરાત

શંખેશ્વરના પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 15,000 ચોપડાઓનું ભવ્ય વિમોચન.

ગુજરાત

યુવાનો માટે સુવર્ણ તક: ગાંધીનગરમાં ભરતીમેળો

ગુજરાત

પાટણના શેરી ફેરિયાઓ માટે આશાનું કિરણ બની પી.એમ. સ્વનિધિ યોજના

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video