બુથ મહાસંપર્ક અભિયાન અંતર્ગત અડીયા બુથમાં કાર્યકરો સાથે મુલાકાત

કેપિટલ મેસેજ, ન્યુઝ
પાટણ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાલી રહેલા બુથ મહાસંપર્ક અભિયાન અંતર્ગત આજે અડીયા ગામના બુથ નંબર 3 ખાતે મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ અશ્વિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગામના કાર્યકરો સાથે સક્રિય સંપર્ક અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ કમુબેન ઠાકોરના નિવાસ સ્થાને મુલાકાત લઈ કાર્યકરો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. સાથે જ તેમના ઘરે પાર્ટીનો ધ્વજ લગાવી સંગઠન પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

આ અવસરે કિશાન મોરચાના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે પટેલ હિતેન્દ્રકુમાર બાબુલાલને કિશાન સંયોજક તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી હતી.
કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ તરીકે જયેન્દ્રસિંહ વાઘેલા (કોષાધ્યક્ષ, પાટણ જિલ્લા ભાજપ), રાજુજી ઠાકોર (મંત્રી, જિલ્લા કિશાન મોરચો) અને મહેન્દ્રકુમાર મકવાણા (કોષાધ્યક્ષ, જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા) હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમ દ્વારા કાર્યકરોમાં નવી ઊર્જા અને ઉત્સાહનો સંચાર થયો હતો તેમજ આવનારા સમય માટે સંગઠનને વધુ મજબૂત બનાવવા દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.
રિપોર્ટ: રાજેશ જાદવ, પાટણ
