ડભોઈ નગર પાલિકામાં 36 બેઠક માટે 133 ઉમેદવારી પત્રો ભરાયાં!

કેપિટલ મેસેજ, ન્યુઝ
સ્થાનિક સ્વરાજની ચુંટણીઓ જાહેર થતા આજે ફોર્મ ભરવાની અંતિમ તારીખે જ ડભોઇ નાં જીલ્લા પંચયાતની 4 બેઠક, તાલુકા પંચાયત ની 20 બેઠક અને નગર પાલિકા ની 36 બેઠક માટે ફોર્મ ભરવા ઉમેદવારો ઉમટી પડ્યા હતા. ડભોઈ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહીત અપક્ષ ઉમેદવારી કરનારની સંખ્યા નો રાફળો ફાટ્યો હતો.
આગામી 26
એપ્રીલના રોજ મતદાન થશે નગરપાલિકાનાં 48 બુથ ઉપર 41725 મતદારો અને તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયત ની 4 બેઠક માટે 94363 મતદારો મતદાન કરશે.સ્થાનિક સ્વરાજ ની ચુંટણી જાહેર થતાની સાથે ડભોઈ પંથક ચૂંટણી નો રંગ લાગ્યો છે ડભોઈની 4 જીલ્લા પંચાયત બેઠક ચાંદોદ, કાયાવરોહણ, થુવાવી, અને સીમડીયા તેમજ નગર પાલિકા ની 36 બેઠક અને તાલુકા પંચાયતની 20 બેઠક માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી. બપોરે ૩ વાગ્યા સુધી સંખ્યા બંધ ઉમેદવારો એ ફોર્મ ભર્યા હતાં. ડભોઈ નગરપાલિકાની ચૂંટણીમાં 133 ફોર્મ હાલ સુધીના ભરાયા ની વિગતો પ્રાપ્ત થઈ છે જ્યારે ડભોઈ તાલુકા પંચાયત 20 બેઠકો માટે 68 ઉપરાંત ફોર્મ ભરાયા છે ભાજપ કોંગ્રેસ આમ પાર્ટી અને અન્ય પક્ષો દ્વારા જ્યારે વડોદરા જિલ્લા પંચાયત બેઠક ચાર બેઠકો માટે આશરે 18 જેટલા ફોર્મ ભરાયા છે.
રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
