ડભોઈની ઉમા સોસાયટીમાં લીમડાના થડમાંથી દૂધ જેવી સફેદ ધાર વહેતાં લોકોમાં ભારે કુતૂહલ

કેપિટલ મેસેજ
Capital message
ડભોઈ ખાતે આવેલા ઉમા સોસાયટી વિસ્તારમાં એક અનોખી અને આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. અહીં એક લીમડાના ઝાડના થડમાંથી અચાનક દૂધ જેવું સફેદ પ્રવાહી વહેવા લાગતાં સ્થાનિકોમાં ભારે આશ્ચર્ય ફેલાયું છે. આ અસામાન્ય દૃશ્યને જોવા માટે આસપાસના રહીશો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ડભોઈની ઉમા સોસાયટીમાં આવેલા લીમડાના ઝાડમાંથી દૂધની ધાર સમાન સફેદ પ્રવાહી નીકળતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સામાન્ય રીતે લીમડાના વૃક્ષમાંથી આવો પ્રવાહ જોવા મળતો ન હોવાથી સમગ્ર પંથકમાં આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છેઝાડના થડમાંથી ધીમી ધારે વહેતા આ સફેદ પ્રવાહીને જોવા સ્થાનિકોના ટોળાં એકઠા થયા હતા અને લોકોએ પોતાના મોબાઇલમાં આ દૃશ્યો કેદ કર્યા હતા. કેટલાક લોકો તેને ચમત્કાર માની રહ્યા છે, તો કેટલાક તેને કોઈ કુદરતી કે રાસાયણિક પ્રક્રિયા ગણાવી રહ્યા છે.વનસ્પતિ નિષ્ણાતોના મતે, વૃક્ષોમાં થતા બેક્ટેરિયલ ઇન્ફેક્શન અથવા આંતરિક પ્રક્રિયા (જેમ કે ‘ફર્મેન્ટેશન’ કે અતિશય પ્રેશર)ને કારણે ક્યારેક આવા પ્રવાહી બહાર નીકળતા હોય છે. જોકે, આ પ્રવાહી ખરેખર શું છે અને કયા કારણોસર નીકળી રહ્યું છે, તે ચોક્કસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. હાલ પૂરતું આ દ્રશ્ય સમગ્ર વિસ્તારમાં ભારે કુતૂહલ અને ચર્ચાનો વિષય બન્યું છે.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
