ખેડૂત સશક્તિકરણ તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું…
કેપિટલ મેસેજ
Capital message
આજરોજ નડિયાદ તાલુકાના કમળા ગામે NFSM – ન્યુટ્રીસિરિયલ ક્રોપિંગ સિસ્ટમ આધારિત ખેડૂત તાલીમ તથા એસેટ વેરિફિકેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
તેમજ સંયુક્ત ખેતી નિયામક (અમદાવાદ) ડૉ. મીનાબેન ત્રિવેદી , જિલ્લા ખેતીવાડી અધિકારી આર.ડી. પટેલ, ઉત્પાદન અને સહકાર સમિતિના ચેરમેન ગૌતમસિંહ ચૌહાણ , નડિયાદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ મહેશભાઈ રાઠોડ, નડિયાદ મહાનગરપાલિકાના કોર્પોરેટરઓ, મદદનીશ ખેતી નિયામક અમિતભાઈ પટેલ , ચક્રવર્તી જી સહિત આજુબાજુના ગામોના સરપંચઓ, માજી સરપંચઓ, અન્ય મહાનુભાવો તથા મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ખેડૂતોને નવીન ખેતી પદ્ધતિઓ, પોષણક્ષમ ધાન્ય પાકો તથા સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવી.
ખેડૂત સમૃદ્ધિ એ જ ગ્રામ વિકાસ અને સશક્ત ગુજરાતનો આધાર છે.
• સંજયસિંહ મહિડા
• ધારાસભ્ય | ૧૧૮ મહુધા વિધાનસભા
• રાજ્યકક્ષાના મંત્રી, ગુજરાત સરકાર
• મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન • પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ • ગ્રામ વિકાસ
