મીડિયાના અહેવાલની ધારદાર અસર: ડભોઇ-કરજણ ટ્રેન આવતીકાલથી ફરી પાટા પર દોડશે

કેપિટલ મેસેજ, ન્યુઝ
ડભોઇ છેલ્લા સાત વર્ષની લાંબી પ્રતિક્ષા બાદ શરૂ થયેલી અને ઉદ્ઘાટન બાદ તરત જ બંધ કરી દેવાયેલી ડભોઇ-કરજણ- પ્રતાપનગર ટ્રેન સેવા આવતીકાલથી ફરી પૂર્વવત થવા જઈ રહી છે. મીડિયામાં આ અંગેના અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ રેલવે તંત્ર સફાળું જાગ્યું છે અને જનતાની હાલાકીને ધ્યાને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે સમયગાળો: ટ્રેન અઠવાડિયામાં ૬ દિવસ દોડશે રજાનો દિવસ: દર શનિવારે ટ્રેન સેવા બંધ રહેશે રૂટ આ ટ્રેન ડભોઇથી કરજણ અને પ્રતાપનગર સુધી કાર્યરત રહેશેશરૂઆત: આવતીકાલે રવિવારથી ટ્રેન ફરીથી દોડતી થશે.લોકપ્રતિનિધિઓના પ્રયાસો રંગ લાવ્યા

ઉદ્ઘાટન બાદ ટ્રેન અચાનક બંધ કરી દેવાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ બાબતે ડભોઇના વંદનભાઈ પંડ્યા અને હબીબભાઈ લોખંડવાલા દ્વારા રેલવે વિભાગમાં ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી. મીડિયાના સતત ફોલોઅપ અને આ સામાજિક આગેવાનોના પ્રયાસોના પરિણામે રેલવે તંત્રએ આ રૂટ ફરી શરૂ કરવાની ફરજ પડી છે૭ વર્ષની પ્રતીક્ષાનો અંતડભોઇ અને કરજણ વચ્ચેના રેલવે વ્યવહારની લોકો છેલ્લા ૭ વર્ષથી રાહ જોઈ રહ્યા હતા. આ રૂટ શરૂ થવાથી નોકરીયાત વર્ગ, વિદ્યાર્થીઓ અને નાના વેપારીઓને મોટો ફાયદો થશે. ફરી એકવાર ડભોઇ અને કરજણ વચ્ચેનો રેલવે વ્યવહાર ધમધમતો થતાં સમગ્ર પંથકમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે.
રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
