હાઈવે વૃક્ષારોપણમાં ₹20 લાખના ભ્રષ્ટાચાર ની શંકા!

ડભોઈ સ્ટેટ હાઈવે પર વૃક્ષારોપણમાં મોટા પાયે ભ્રષ્ટાચારની બૂમ, ₹20 લાખનું પાણી ક્યાં ગયું પ્રવાસીઓની સુવિધા માટેના લાખોના રોપા માવજતના અભાવે સુકાઈ ગયા: અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતની આશંકા
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
ડભોઈના કુંઢેલાથી લઈને બુંજેઠા સુધીના સ્ટેટ હાઈવે પર સરકારના પર્યાવરણ જાળવણીના લાખોના પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતાં પ્રવાસીઓને આહલાદક અનુભવ મળે તે હેતુથી રોપવામાં આવેલા હજારો રોપા આજે કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે નષ્ટ થઈ રહ્યા છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) જતા પ્રવાસીઓ માટે રસ્તો રળિયામણો બને અને હરિયાળી જળવાઈ રહે તે માટે સરકાર દ્વારા કુંઢેલાથી બુંજેઠા સુધી અંદાજે ૧૦,૦૦૦ જેટલા ફૂલ-છોડ અને વૃક્ષોના રોપા રોપવામાં આવ્યા હતા. આ આયોજન પાછળનો હેતુ પ્રવાસીઓને રંગબેરંગી ફૂલોની ખુશ્બુ અને પ્રકૃતિની સુંદરતા આપવાનો હતો.

₹20 લાખનો ધુમાડો સ્ટેટ હાઈવેના અધિકારીઓ દ્વારા આ રોપાઓની જાળવણી અને નિયમિત પાણી છાંટવા માટે કોન્ટ્રાક્ટરને રૂપિયા 20 લાખ ઉપરાંતની માતબર રકમનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આમ છતાં, વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે પાણીનો અભાવ: કોન્ટ્રાક્ટર દ્વારા રોપાઓને નિયમિત પાણી પીવડાવવામાં આવતું નથી.રોપા ગાયબ: દેખરેખના અભાવે અનેક જગ્યાએથી કિંમતી રોપા ગાયબ થઈ ગયા છે.સુકાઈ ગયેલી હરિયાળી: પાણી ન મળવાને કારણે મોટાભાગના રોપા સુકાઈને લાકડા થઈ ગયા છેઅધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત કે સ્ટેટ હાઈવેના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચેની મિલીભગતના કારણે આ મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. સરકારની તિજોરીમાંથી લાખો રૂપિયા પાણી છાંટવાના નામે ચુકવાઈ રહ્યા છે, પરંતુ જમીન પર એક પણ ટીપું પાણી પહોંચતું ન હોય તેમ રોપા સુકાય ગયા છેપ્રવાસીઓ અને પર્યાવરણને નુકસાનસરકાર દ્વારા પ્રવાસીઓના આકર્ષણ માટે કરવામાં આવેલું લાખોનું આંધણ અધિકારીઓની બેદરકારીને કારણે એળે ગયું છે. એક તરફ પર્યાવરણ બચાવવાની વાતો થાય છે, ત્યારે બીજી તરફ તૈયાર રોપાઓને પાણી વગર મરવા છોડી દેવામાં આવ્યા છે. આ બાબતે ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે અને જવાબદાર કોન્ટ્રાક્ટર તેમજ અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
