Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » પ્રાકૃતિક ખેતીનો સફળ મોડેલ: 40 વીઘામાં 4 હજાર કચ્છ કેસર આંબા!
ગુજરાત

પ્રાકૃતિક ખેતીનો સફળ મોડેલ: 40 વીઘામાં 4 હજાર કચ્છ કેસર આંબા!

Rajeshkumar Jadav
Last updated: April 25, 2026 10:30 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
4 Min Read
SHARE

પ્રાકૃતિક ખેતીનો સફળ મોડેલ: 40 વીઘામાં 4 હજાર કચ્છ કેસર આંબા!

દહિસર ગામે પ્રાકૃતિક ખેતીનું અનોખું મોડેલ 40 વીઘામાં 4 હજાર કચ્છ કેસરના આંબા સાથે ખેડૂતની સફળતા

ગાય આધારિત પ્રાકૃતિક પદ્ધતિથી વર્ષે લાખોની આવક – ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યું દહિસરનું સોઢા ફાર્મ હાઉસ 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

More Read

ભગિની સમાજ પાટણમાં મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા બેબી કીટનું વિતરણ કરાયું
રૂ.1.71 કરોડના ખર્ચે સરીયદ બ્રિજનું પ્રોટેક્શન વર્ક અને બેરિંગ રિપ્લેસમેન્ટ પૂર્ણ
સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬
શિક્ષણવિદ્ ડૉ. જય ધ્રુવની વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી સાથે પ્રેરણાદાયી મુલાકાત

Capital message 

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ના દહિસર ગામે પ્રાકૃતિક ખેતીનું ઉત્તમ અને સફળ મોડેલ ઉભું થયું છે, જ્યાં 40 વીઘા જમીનમાં 4 હજાર કચ્છ કેસરના આંબાના છોડ ઉગાડી ગાય આધારિત પદ્ધતિથી કૃષિને નવી દિશા આપવામાં આવી રહી છે. આ મોડેલ હવે સમગ્ર વિસ્તારના ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યું છૅ.સાંતલપુરના દહિસર ગામે પ્રાકૃતિક અને ઔર્ગેનિક ખેતીનું એક અનોખું અને પ્રેરણાદાયી મોડેલ વિકસ્યું છે. અહીં ખેડૂત સોઢા શેતાનસિંહ ખોડુજી દ્વારા 40 વીઘા જમીનમાં આશરે 4 હજાર કચ્છ કેસરના આંબાના છોડ ઉગાડીને સફળતાની નવી દિશા સ્થાપિત કરવામાં આવી છે. ગાય આધારિત ખેતી પદ્ધતિ સાથે સંકળાયેલ આ પ્રયાસ આજે આસપાસના ગામોના ખેડૂતો માટે માર્ગદર્શક બની રહ્યો છે.

More Read

ગુરુથી ગ્લોબલ ગુરુ – શિક્ષકનું સમર્પણ, સામાજિક અનુબંધ અને આજના પડકારો…..
ખેડૂત સશક્તિકરણ તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું…
અનુસૂચિત જાતિના નાગરિકોના આધારકાર્ડ સુધારણા માટે સરળ પ્રક્રિયાની માંગ
કલ્યાણમા – શ્રીમતી ગીતાબેન રાકેશકુમાર શાહને સ્મરણાંજલિ, ભાવાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ….

આ ફાર્મની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં સંપૂર્ણ રીતે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવામાં આવી છે. ફાર્મ હાઉસ પર 20થી વધુ ગાયોનું પાલન કરવામાં આવે છે, જેના ગોબર અને ગૌમૂત્રથી જીવામૃત, ઘન ખાતર અને અન્ય કુદરતી પોષક તત્વો તૈયાર કરીને પાકમાં ઉપયોગ કરવામાં આવે છે. આથી જમીનની ઉર્વરતા જળવાઈ રહે છે અને ઉત્પાદન પણ ગુણવત્તાસભર મળે છે.

ખેડૂત દ્વારા એક વીઘામાં સરેરાશ 100 આંબાના છોડ ઉગાડીને વૈજ્ઞાનિક આયોજન સાથે ખેતી કરવામાં આવી રહી છે, જેના કારણે ઉત્પાદનક્ષમતા વધી રહી છે. વર્ષ 2017થી શરૂ કરાયેલ આ પ્રયોગ આજે સફળતાની મજબૂત મંજિલ સુધી પહોંચ્યો છે. શરૂઆતના સમયમાં માર્ગદર્શન અને પ્રોત્સાહન રૂપે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. તેઓ સમયાંતરે ફાર્મની મુલાકાત લઈને ખેડૂતને માર્ગદર્શન અને ઉત્સાહ આપતા રહ્યા છે.

આ ખેતીમાં પરિવારનો પણ મહત્વપૂર્ણ ફાળો છે. ખેડૂતના પુત્ર ડોક્ટર ધર્મેન્દ્રસિંહ અને સોઢા ભગીરથસિંહ નવી ટેક્નોલોજી અને પરંપરાગત પદ્ધતિઓનો સમન્વય કરી ખેતીને વધુ કાર્યક્ષમ અને નફાકારક બનાવી રહ્યા છે. પરિવારની સંયુક્ત મહેનત અને દૃઢ નિશ્ચય આ સફળતાનો મુખ્ય આધાર છે.

આર્થિક રીતે પણ આ મોડેલ ખૂબ સફળ સાબિત થઈ રહ્યો છે. હાલમાં આ ફાર્મ પરથી દર વર્ષે અંદાજે રૂ. 20 થી 25 લાખ જેટલું ઉત્પાદન મળી રહ્યું છે, જે ખેડૂત માટે મજબૂત આવકનું સાધન બન્યું છે. ઉપરાંત, આગામી સમયમાં છોડ સંપૂર્ણ પરિપક્વ થતાં આવકમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે અને આવક રૂ. 45 થી 50 લાખ સુધી પહોંચવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હાલમાં કચ્છ કેસર કેરીનો હોલસેલ ભાવ પ્રતિ કિલો રૂ. 100 થી 120 સુધી મળતા હોવાથી ખેડૂતને સારો નફો મળી રહ્યો છે. પ્રાકૃતિક ખેતીના કારણે કેરીની ગુણવત્તા, સ્વાદ અને બજારમાં માંગમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે આ ફાર્મને સારી ઓળખ મળી રહી છે.

More Read

લેખક: ડૉ. ધનરાજ કાંતિલાલ ઠક્કર (રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા અને આચાર્ય, શેઠ એમ.એન. હાઈસ્કૂલ – પાટણ)
શેઠ એમ. એન. હાઈસ્કૂલમાં શિક્ષક દિનની થઈ અનોખી ઉજવણી
પાટણમાં ભૂગર્ભ ગટરનો પ્રશ્ન બન્યો જનઆક્રોશનું કારણ, લોકો રસ્તા પર ઉતર્યા
રાધનપુર નગરપાલિકાની કથળેલી સ્થિતિ સામે કોંગ્રેસનો હલ્લાબોલ

ખેડૂત દ્વારા વિસ્તારના અન્ય ખેડૂતોને પણ આ પ્રકારની પ્રાકૃતિક અને ગાય આધારિત ખેતી અપનાવવા અપીલ કરવામાં આવી છે, જેથી ઓછા ખર્ચે વધુ નફો મેળવી શકાય અને પર્યાવરણમિત્ર ખેતીને પ્રોત્સાહન મળે.

આ મોડેલ માત્ર આવક વધારવાનું સાધન નથી, પરંતુ પર્યાવરણને અનુકૂળ ખેતીનું ઉત્તમ ઉદાહરણ પણ છે. રાસાયણિક ખાતર અને ઝેરી દવાઓ વિના થતી ખેતી જમીનની ઉર્વરતા જાળવી રાખે છે અને સ્વસ્થ ઉત્પાદન આપે છે, જે આજના સમયમાં અત્યંત જરૂરી બની ગયું છે.

દહિસર ગામનો આ પ્રયોગ હવે આસપાસના ગામોમાં પણ પ્રેરણા ફેલાવી રહ્યો છે. અનેક ખેડૂતો આ મોડેલ અપનાવી પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે, જે ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવામાં અને કૃષિ ક્ષેત્રમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article ડભોઇ તરસાણા હાઇવે પર ગાંડા બાવળોનું સામ્રાજ્ય: વાહનચાલકોના માથે જોખમ
Next Article રાધનપુર કોલેજમાં ભવ્ય વય સેવા નિવૃત્તિ સમારોહ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

એ.સી.બી. ની સફળ ટ્રેપ, ફરીયાદી :- એક જાગૃત નાગરીક આરોપી :- સંજયભાઇ બચુભાઇ ડામોર (પ્રજાજન) ઉ.વ.૩૦ રહે.કોટડા મહુડા ફળીયા તા.જી.દાહોદ ગુનો બન્યા તારીખ :- તા.૧૦/૦૯/૨૦૨૬ લાંચની માંગણીની રકમ :- રૂ.૫૦૦/- લાંચ સ્વીકારેલ રકમ :- રૂ.૫૦૦/- લાંચની રીકવર કરેલ રકમ :- રૂ.૫૦૦/- ગુનાનુ સ્થળ :- દાહોદ મામલતદાર કચેરીના બહારના ભાગે જાહેર રોડ ઉપર તા.જી.દાહોદ ગુનાની ટુંક વિગત :- આ કામના ફરીયાદીએ રેશનકાર્ડ વિભાજન કરવા માટે દાહોદ મામલતદાર કચેરી ખાતે અરજી કરેલ હતી. જે કામ કરી આપવા આક્ષેપિતે ફરીયાદીનો સંપર્ક કરી અગાઉ રૂ.૨૫૦૦/ – લઇ લીધેલ હતાં. ત્યારબાદ આક્ષેપિતે ફરીયાદીનું કામ નહી કરી આપી ફરીથી રૂ.૫૦૦/- ની લાંચની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરીયાદી આક્ષેપિતને આપવા માંગતા ન હોય જેથી એ.સી.બી. ના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ ઉપર જાણ કરતા ફરીયાદની ફરીયાદ આધારે આજ રોજ લાંચના છટકાનુ આયોજન કરેલ, જે લાંચના છટકા દરમ્યાન આક્ષેપિતે (પ્રજાજન) ફરીયાદી પાસેથી લાંચની રકમ રૂ.૫૦૦/- ની માંગણી કરી સ્વીકારી પકડાઇ જઇ ગુનો કરેલ છે. ટ્રેપીંગ અધિકારી :- એસ.એમ.પઠાણ પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. પોલીસ સ્ટેશન દાહોદ તથા એ.સી.બી. સ્ટાફ દાહોદ

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

ડભોઈની ઉમા સોસાયટીમાં લીમડાના થડમાંથી દૂધ જેવી સફેદ ધાર વહેતાં લોકોમાં ભારે કુતૂહલ

ગુજરાત

૧૦ ફૂટ લાંબા મહાકાય અજગરનું સફળ રેસ્ક્યુ; સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ

ગુજરાત

ડભોઇમાં મીડિયાના અહેવાલની ધારદાર અસર

ગુજરાત

અકોટી બસ સ્ટેશન બન્યું બદહાલ: તંત્રની ઘોર ઉપેક્ષા

ગુજરાત

ડભોઇ ચીફ ઓફિસરની ખંભાત બદલી: ભાવભીની વિદાય

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video