ડભોઇ તાલુકાના ભિલાપુર પાસે ઢાઢર નદી પરના બ્રિજની કામગીરીમાં ગંભીર બેદરકારી; મજૂરોના જીવના જોખમે રાત્રિ કામકાજ

કેપિટલ મેસેજ, ન્યુઝ
ડભોઇ તાલુકાના ભિલાપુર પાસે વહેતી ઢાઢર નદી પર હાલમાં નવા બ્રિજ બનાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. પરંતુ આ કામગીરીમાં સરકારી નિયમોના ધજાગરા ઉડતા હોવાની અને મજૂરોના જીવ જોખમમાં મૂકાતા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. મુખ્ય મુદ્દાઓ અને અનિયમિતતાઓ:નિયમ વિરુદ્ધ રાત્રિ કામકાજ: સરકારના સ્પષ્ટ પરિપત્ર અને નિયમો અનુસાર, આ પ્રકારના જોખમી બાંધકામની કામગીરી રાત્રિ દરમિયાન મજૂરો પાસે કરાવી શકાતી નથી. તેમ છતાં, અહીં રાત્રિના અંધકારમાં મોટા પાયે કામ ચલાવવામાં આવી રહ્યું છે.

સલામતીના સાધનોનો અભાવ: સૌથી ગંભીર બાબત એ છે કે, આશરે 30 ફૂટની ઊંચાઈ પર કામ કરતા શ્રમિકો પાસે હેલ્મેટ, સેફ્ટી બેલ્ટ કે અન્ય કોઈ પણ સુરક્ષાના સાધનો નથી. જો કોઈ દુર્ઘટના ઘટે અથવા કોઈ મજૂર નીચે પડે, તો તેની જવાબદારી કોનીઅધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની ગેરહાજરી: રાત્રિ દરમિયાન જ્યારે જોખમી કામ ચાલતું હોય, ત્યારે સ્થળ પર કોઈ જવાબદાર સરકારી અધિકારી, કોન્ટ્રાક્ટર કે સુપરવાઇઝર હાજર હોતા નથી. માત્ર મજૂરોના ભરોસે આખું કામ છોડી દેવામાં આવ્યું છે.શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છેસરકારના પરિપત્રનું ઉલ્લંઘન કરી રાત્રે કામ કરાવવાની મંજૂરી કોણે આપીકોન્ટ્રાક્ટર દ્વારા મજૂરોની સુરક્ષામાં રાખવામાં આવતી આ ‘લાલિયાવાડી’ સામે તંત્ર લાલ આંખ ક્યારે કરશે સ્થાનિકો અને જાગૃત નાગરિકોની માગ છે કે ઉચ્ચ અધિકારીઓ આ સ્થળની ઓચિંતી મુલાકાત લે અને નિયમ વિરુદ્ધ કામ કરતા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કડક શિક્ષાત્મક પગલાં ભરે. જો મજૂરોને કંઈ પણ જાનહાનિ થશે, તો તેના માટે જવાબદાર કોન્ટ્રાક્ટર અને બેદરકાર અધિકારીઓ સામે ગુનો નોંધવો જોઈએ.
રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
