માર્ગ પર વીજ થાંભલા મોતના માંચડા સમાન MGVCL ઘોર નિદ્રામાં!

ડભોઇ તાલુકાના સાઠોદ-શંકરપુરા માર્ગ પર વીજ થાંભલા મોતના માંચડા સમાન MGVCL ઘોર નિદ્રામાં
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
ડભોઇ તાલુકાના સાઠોદ અને શંકરપુરા ગામને જોડતા રસ્તા પર આવેલા ખેતરોમાં પસાર થતી વીજ લાઈનના થાંભલાઓ ભયજનક રીતે નમી ગયા છે ખેતરોની મધ્યમાં આવેલા આ થાંભલાઓ અને તેની પર રહેલી ભારેભરખમ ડીપી (DP) ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતિમાં હોવાથી ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે ચોમાસા પહેલા મરામતની તાતી જરૂરિયાત હાલ ઉનાળાની સીઝન ચાલી રહી છે, ત્યારે ખેડૂતોની માંગ છે કે ચોમાસું બેસે તે પહેલા જ આ કામગીરી પૂર્ણ કરવામાં આવે. જો અત્યારે આ નમી ગયેલા થાંભલા સીધા કરવામાં નહીં આવે, તો વાવાઝોડાનું જોખમ: ચોમાસામાં આવતા તેજ પવન કેવાવાઝોડામાં આ નબળા થાંભલાઓ તૂટી શકે છે

જાનહાનીનો ભય: ખેતરમાં કામ કરતા શ્રમિકો કે ખેડૂતો પર વીજ લાઈન તૂટી પડે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છેખેતીને નુકસાન: વીજ પુરવઠો ખોરવાતા ખેતીના પાકને પાણી પાવામાં મુશ્કેલી પડી શકે છેતંત્રની ‘લાલિયાવાડી’ સામે ખેડૂતોનો રોષ સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, સિંગલ થાંભલાઓ તો ઠીક પણ આખેઆખી ડીપી પણ નમી ગઈ છે. વારંવારની રજૂઆતો છતાં MGVCL (મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ) ના અધિકારીઓ આ બાબતે મૌન સેવી રહ્યા હોય તેવું જણાય છેશું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે જો સમયસર રિપેરિંગ નહીં થાય તો વાવાઝોડા વખતે મોટું આર્થિક નુકસાન અને જાનહાની થવાની પૂરેપૂરી શક્યતા છેસાઠોદ વિસ્તારના પીડિત ખેડૂતો નમી ગયેલા તમામ સિંગલ વીજ થાંભલાઓને તત્કાલ સીધા કરી મજબૂત કરવામાં આવે. જોખમી રીતે લટકતી ડીપી (DP) નું સ્ટેન્ડ નવું બનાવી તેનું યોગ્ય ફિટિંગ કરવામાં આવે.ચોમાસા પૂર્વેની મેન્ટેનન્સ કામગીરી કાગળ પર નહીં પણ ગ્રાઉન્ડ લેવલ પર કરવામાં આવે હવે જોવાનું એ રહે છે કે ખેડૂતોના આક્રોશ બાદ MGVCL નું તંત્ર જાગે છે કે પછી પોતાની જૂની ઢબ મુજબ કામગીરી ચાલુ રાખી કોઈ દુર્ઘટનાને આમંત્રણ આપે છે.
રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
