ડભોઇ પંથકમાં કુદરતનો કહેર વાવાઝોડા સાથે કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી

કેપિટલ મેસેજ, ન્યુઝ
ડભોઇ તાલુકા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગત રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. આ આકસ્મિક આફતે તૈયાર પાકને ખેતરોમાં જ તહસ-નહસ કરી નાખતા જગતના તાત પર આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે.તૈયાર પાક પલળીને ખાખ ખેતરોમાં કાપણી કરી સુકવવા મૂકેલો મકાઈ, જુવાર, દિવેલા અને એરંડાનો પાક અચાનક આવેલા વરસાદમાં પલળી ગયો છે. તેજ વાવાઝોડાને કારણે ખેતરોમાં ઊભી મકાઈનો પાક જમીનદોસ્ત થઈ ગયો છે.

ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો કુદરતે છીનવી લીધો છે.વર્ષમાં ચોથી-પાંચમી વાર માવઠુંખેડૂતોની વેદના ઠાલવતા જાણવા મળ્યું છે કે:આ વર્ષે માત્ર એક વાર નહીં, પણ ચાર થી પાંચ વાર અચાનક કમોસમી વરસાદ ખાબક્યો છે.એક આફતમાંથી ખેડૂત હજુ માંડ બેઠો થાય ત્યાં ફરી વરસાદે પડતા પર પાટુ માર્યું છે ખેતી પાછળ કરેલો મોટો ખર્ચ અને મહેનત પાણીમાં ગઈ છે.ખેડૂતોની મુખ્ય માંગણીઓવારંવારની કુદરતી હોનારતથી ખેડૂતો આર્થિક પાયમાલીના આરે આવી ગયા છે. આ સંજોગોમાં ખેડૂતોમાં ભારે રોષ અને લાચારી જોવા મળી રહી છેબીજા રાજ્યોની જેમ ગુજરાત સરકાર પણ ખેડૂતોનું દેવું માફ કરે અને આ નુકસાનનું તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર ચૂકવે એવી અમારી આજીજી છે વારંવારના કમોસમી વરસાદે ડભોઇના ખેડૂતોની કમર તોડી નાખી છે. હવે ખેડૂતોની મીટ સરકાર તરફ મંડાયેલી છે કે તેમને આ આર્થિક સંકટમાંથી બહાર લાવવા માટે કેવા પગલાં લેવામાં આવશે. જ્યારે ડભોઇ તાલુકાના સઠોદ ખાતે રહેતા સુધીરભાઈ બારોટ એ જણાવેલું આ વર્ષે વારંવાર કમોસમી વરસાદ પાડવાના કારણે પાકમાં દર વખતે નુકસાન થવા પામ્યું છે રાત્રે અચાનક જ વાવાઝોડા સાથે કમો સમી વરસાદ વરસતા ખેડૂતોના ખેતરમાં થઈ ગયેલો પાક સુકાવેલો હતો પણ મોટા પ્રમાણમાં પાક સુકવેલો હોય તાત્કાલિક કોઈ વ્યવસ્થા ન હોય જેને લઈને પાકમાં મોટું નુકસાન થવા પામ્યું છે સરકાર અન્ય રાજ્યની જેમ અહીં પણ ખેડૂતોનું દેવું માફ કરે તેવી અમારી માંગ છે
રિપોર્ટ: ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
