ટીબી મુક્ત ભારત અંતર્ગત X Ray ની સાથે વ્યસનમુક્તિ કાર્યક્રમ.

કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
આજે પ્રા. આ. કે. દુનાવાડા ખાતે ચાર્જ માં જવાનું થયું હતું. જ્યોં આજે ટીબી મુક્ત ભારત અંતર્ગત X Ray મશીન દ્વારા X Ray (ફોટા) પડાવવાનો કેમ્પ રાખવામાં આવેલ. ત્યોં હારીજ સા. આ. કે માંથી આવેલ X Ray ટેક્નીશીયન રુચિતભાઈ દ્વારા ફોટા પાડવામાં આવતા હતા. જેમાં એસટી એસ જયેશભાઈ,સુપરવાઈઝર હરેશભાઈ,મપવ નિલેશભાઈ અને ગજેન્દ્રભાઈ , ફિહેવ ઈલાબેન,આશાબેનો, આં.કાર્યકર સહિત આખી ટીમ મદદ માં લાગેલી હતી. આટલી મહેનત ના કારણે (૧૦૦) સો થી પણ વધારે x-ray પાડવામાં આવ્યા હતા.જ્યોં મારી આદત મુજબ કેમ્પ માં આવેલ લાભાર્થીઓનું કાઉસેલિંગ કરવામાં આવ્યું. જે અંતર્ગત બે વડીલ કાકા દ્વારા તમાકુ નું સેવન ચાલુ હતું.

જેમને બે મિનિટ મારા કાઉસેલિંગ થી ધ્યાનમાં આવ્યું કે આનાથી તો ખુબ મોટું નુકશાન શરીર,પૈસા અને પરિવાર ને પણ નુકશાન થાયછે. જે જાણી તેમણે ત્યાંજ તમાકુ ની પડીકી આપી દીધી. અને કહ્યું આજથી હવે ક્યારેય તમાકુ ખાશું નહીં અને અન્ય મિત્રોને પણ ના પાડશું. આમ ચાર્જ ના ગામે પણ બે સક્સેસ સ્ટોરી બનીછે. જે ૩૧ મી મેં વિશ્વ તમાકુ દિવસ નિમિત્તે રાષ્ટ્ર ને અર્પણ.
