Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » શંખેશ્વરના કુંવારદ ગામે ભવ્ય ‘હિન્દુ સંમેલન’ યોજાયું, પ્રાચીન ઇતિહાસ અને સામાજિક સમરસતા પર અપાયો ભાર
ધર્મ ભક્તિ

શંખેશ્વરના કુંવારદ ગામે ભવ્ય ‘હિન્દુ સંમેલન’ યોજાયું, પ્રાચીન ઇતિહાસ અને સામાજિક સમરસતા પર અપાયો ભાર

Rajeshkumar Jadav
Last updated: February 10, 2026 9:36 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

શંખેશ્વરના કુંવારદ ગામે ભવ્ય ‘હિન્દુ સંમેલન’ યોજાયું, પ્રાચીન ઇતિહાસ અને સામાજિક સમરસતા પર અપાયો ભાર

RSS ના શતાબ્દી વર્ષ નિમિત્તે રજૂ થઈ પંચ પરિવર્તનની વાત

કુટુંબ પ્રબોધન, પર્યાવરણ, સામાજિક સમરસતા, નાગરિક કર્તવ્ય અને સ્વદેશી ઉપર મૂકાયો ભાર

પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના કુંવારદ ગામે ‘હિન્દુ સંમેલન’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. નાડોદા રાજપૂત સમાજની વાડી ખાતે થયેલા આ કાર્યક્રમમાં એ વિસ્તારના રણોદ, મુજપુર, લોલાડા, દાંતીસણા, લોટેશ્વર, ખાખબડી અને મકોડીયા ગામના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા.

More Read

ચાણોદ ગંગા દશાહરા મહોત્સવે ભક્તોની ભારે ભીડ, મહાઆરતીમાં ઉમટી
શ્રી શનિદેવના 1000મા જન્મ મહોત્સવે ભવ્ય ઉજવણી
પાટણમાં ભીખનશાહ પીરદાદાની તિથિએ ભવ્ય શોભાયાત્રા
પાટણ જલારામ મંદિરે 108 હનુમાન ચાલીસા પાઠ સાથે મારુતિ યજ્ઞ

શોભાયાત્રા અને ધર્મધ્વજ વંદન કાર્યક્રમની શરૂઆતમાં ગામની બાળાઓ દ્વારા કળશ અને કુમકુમ તિલક સાથે ધર્મધ્વજનું પૂજન કરવામાં આવ્યું. ત્યારબાદ ‘જય શ્રી રામ’ના નિહાળક નાદ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી, જેમાં સભા સ્થળે ધર્મમય માહોલ સર્જાયો.

સંઘની ભૂમિકા અને ઐતિહાસિક મહત્વ  આ પ્રસંગે, સામાજિક આગેવાન અને સંઘ કાર્યકર્તા રાજુભાઈ વઢેરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આગામી ૧૦૦ વર્ષના લક્ષ્યો અને સંઘની ભૂમિકા વિશે વિગતવાર માહિતી આપી. તેમણે રામ મંદિર અભિયાન અને કુદરતી આફતો દરમિયાન સંઘ દ્વારા કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓની માહીતી આપી.

More Read

સોમનાથ સ્વાભિમાન પર્વમાં વૈદિક આયોજનની જવાબદારી સફળતાપૂર્વક સંપન્ન
મક્કા મદીના હજ માટે ડભોઇમાંથી ભવ્ય પ્રારંભ
દર્ભાવતી-ડભોઇમાં ૧૦૮ શ્રી યમુનાજી લોટીજી અને નંદ મહોત્સવની ભવ્ય ઉજવણી
ખ્વાજા પીરશાહ બદરુદ્દીન ચિસ્તી ફરીદીના ઉર્સે ભવ્ય ઉજવણી

ઇતિહાસ સંકલન સમિતિના મંત્રી ડો. ભરતભાઈ ચૌધરીએ આ વિસ્તારના ભવ્ય ભૂતકાળ પર પ્રકાશ મૂકતા જણાવ્યું કે આ ભૂમિનો ઇતિહાસ મહાભારત કાળ જેટલો પ્રાચીન છે. લોહેશ્વર મુકામે મહર્ષિ માર્કન્ડ મુનીનો આશ્રમ અને પાંડવકાલીન શિવલિંગ આની સાક્ષી પૂરે છે. તેમણે ઉમેર્યું કે પાટણની સ્થાપનાનો પાયો સમરસતામાં છે. વીર વનરાજ ચાવડાએ મિત્ર અણહિલ ભરવાડની ધર્મની બહેન શ્રી દેવી અને જૈન મુનિ શીલગુણસૂરી મહારાજના આશીર્વાદથી ૧૨૬૨ વર્ષ પૂર્વે પાટણની સ્થાપના કરી હતી, જે હિન્દુ સમાજની એકતાનું પ્રતીક છે.

પંચ પરિવર્તન અને ગૌ-સંવર્ધનનો સંકલ્પ લેવાયો

આ કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ‘પંચ પરિવર્તન’ (કુટુંબ પ્રબોધન, પર્યાવરણ જાળવણી, સામાજિક સમરસતા, નાગરિક કર્તવ્ય અને સ્વદેશી અપનાવવું) પર ભાર મૂકવામાં આવ્યો. ગૌ-સંવર્ધન અને પ્રાકૃતિક ખેતી સંયોજક રાજુભાઈ જાદવે ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવવા અને પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ બનાવવા અપીલ કરી.

આ કાર્યક્રમમાં શંખેશ્વર તાલુકાના કાર્યવાહી ભરતજી ઠાકોર, ભરતભાઈ ગોહિલ, નવીનભાઈ લકુમ સહિત આગેવાનો, પૂર્વ સરપંચો અને વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. તેમણે સમાજની એકતા તથા રાષ્ટ્રહિત માટે કટિબદ્ધ થવાની સંકલ્પ લીધો.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article પાટણ સિનિયર સિટીઝન કાઉન્સિલમાં હેલ્થ અંગે રાજુભાઈ ઠક્કરનું પ્રેરક પ્રવચન
Next Article સાંતલપુરના કોરડા ગામે ઠાકોર સમાજનું બંધારણ તોડવામાં આવ્યું.
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

૧૩૫ પાટણવાડા વણકર સમાજનું સંયુક્ત બંધારણ યથાવત્ રાખવા આગેવાનોનો એકસ્વર

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ધર્મ ભક્તિ

નર્મદા તટે ભક્તિનો મહાસંગમ: કરનાળીના મા રેવા આશ્રમ’ ખાતે ભવ્ય ભંડારાનું આયોજન

ધર્મ ભક્તિ

ડભોઇ પેટલાદમાં હઝરત સૈયદ નૂરાની બાવા સાહેબનો ૨૬મો ઉર્સ મુબારક ભવ્ય રીતે સંપન્ન

ધર્મ ભક્તિ

સમીના વરાણા ખોડિયાર ધામે ચૈત્ર વદ આઠમ પર આસ્થા ઝળહળી

ધર્મ ભક્તિ

પાટણમાં વિજય હનુમાન ધન્યવાદ આશ્રમ માં દિવ્ય ભાગવત કથાનો ભવ્ય પ્રારંભ

ધર્મ ભક્તિ

પાટણના બલિયા હનુમાન મંદિર પરિસરમાં શ્રીમદ ભગવત કથા નું આયોજન કરવામાં આવ્યું..

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video