Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ભાદરવી પૂનમ મહામેળો-૨૦૨૬@અંબાજી
ધર્મ ભક્તિ

ભાદરવી પૂનમ મહામેળો-૨૦૨૬@અંબાજી

Rajeshkumar Jadav
Last updated: September 24, 2026 5:50 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
4 Min Read
SHARE

ભાદરવી પૂનમ મહામેળો-૨૦૨૬@અંબાજી 

માઈભક્તોની સેવા એ જ અમારી ફરજ” : અંબાજી મેળામાં ૧૦૦૪ વધારાની એસ.ટી. બસો દોડશે

ભાદરવી પૂનમના મેળામાં માઈભક્તોની મુસાફરી બનશે સુગમ અને સુરક્ષિત

ગબ્બરથી અંબાજીનું ભાડું રૂ.૨૫ના બદલે રૂ.૨૦, અંબાજીથી દાંતા રૂ.૪૦ના બદલે રૂ.૩૫

More Read

ડભોઇ શહેર અને તાલુકામાં ૧૫૦ જેટલી ગણેશ પ્રતિમાઓનું શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન: પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
ડભોઇમાં જશ્ને ઈદે ગોશિયાની ભવ્ય ઉજવણી, ગીલાબ અને બાલ મુબારકના દીદાર માટે ઉમટ્યો મુસ્લિમ સમાજ
પાટણમાં સંત કહારનાથ સમાધિ મંદિરે ઉમટ્યો ભક્તોનો મહાસાગર
અંબાજીના પંથે પદયાત્રીઓની સેવા માટે શ્રીરામ સેવા સમિતિનો અવિરત સેવાયજ્ઞ

મેળાને સ્વચ્છ અને પ્લાસ્ટિકમુક્ત રાખવાના પ્રયાસરૂપે એસ.ટી. બસોમાં કચરાપેટીની વ્યવસ્થા

સરસ વ્યવસ્થા કરવામાં આવી છે, ક્યાંય તકલીફ પડી નથી; સરકારનો આભાર: મુસાફરો

 

More Read

અંબાજી યાત્રાના પંથે સેવાભાવની સુગંધ
સમીના દાઉદપુરમાં ૩૫૦ વર્ષ જૂની વેજવાસ માતાજીની પરંપરાગત ઉજાણી
ડભોઇ જૈન સમાજે સિદ્ધિ તપના પારણાની ઉજવણીમાં ભવ્ય શોભાયાત્રા નિકળી
ભાદરવી પૂનમ મહામેળો-૨૦૨૬@અંબાજી

કેપિટલ મેસેજ 

Capital message 

અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં ઉમટી રહેલા લાખો માઈભક્તોની સુવિધાને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) પાલનપુર વિભાગ દ્વારા “સુરેખ અને સુરક્ષિત મુસાફરી” ના સંકલ્પ સાથે તા.૨૦ થી ૨૬ સપ્ટેમ્બર દરમિયાન વિશેષ એસ.ટી. બસ સેવાનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં યાત્રાળુઓની ભારે ભીડને પહોંચી વળવા પાલનપુર, મહેસાણા, હિંમતનગર અને અમદાવાદ એમ ચાર વિભાગોની આશરે ૧૦૦૪ વધારાની બસો માઈભક્તોની સેવામાં દોડશે.

વિભાગીય ટ્રાફિક ઓફિસર વિનુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં આવતા લાખો માઈભક્તોને સરળ, સુગમ અને સલામત પરિવહન સેવા મળી રહે તે માટે એસ.ટી. વિભાગ દ્વારા વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. બનાસકાંઠા, વાવ-થરાદ, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિવિધ વિસ્તારોમાંથી અંબાજી માટે સીધી એસ.ટી. બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મેળાના પ્રથમ દિવસે જ ૧૫૦ જેટલી ટ્રિપ થઈ હતી.

માઈભક્તોની લાગણી અને માંગને ધ્યાને લઈ ગબ્બરથી અંબાજીનું ભાડું રૂ.૨૫થી ઘટાડી રૂ.૨૦ તથા અંબાજીથી દાંતા સુધીનું ભાડું રૂ.૪૦થી ઘટાડી રૂ.૩૫ કરવામાં આવ્યું છે. યાત્રિકોના સરળ સંચાલન માટે કુલ ૧૦ બુથ અને ૪ પોઈન્ટ પરથી વિવિધ રૂટની બસોનું સંચાલન કરવામાં આવશે.

More Read

અંબાજી જતા પદયાત્રીઓ માટે સિદ્ધપુર હાઈવે પર રિક્ષા ડ્રાઈવર યુનિયનનો સેવા કેમ્પ શરૂ
ગાજદિનપુરાના ભીમનાથ મહાદેવ મંદિરે 1101 દીવડાઓ સાથે ભવ્ય મહાઆરતી
ખેતી બેંકના રાજા – ગણેશોત્સવ ૨૦૨૬
રાધનપુરનાં કલ્યાણપુરામાં પરંપરાગત રીતે રામજી મંદિરે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી

માઈભક્તોને બસની રાહ જોવામાં અગવડ ન પડે તે માટે અંબાજી ખાતે હંગામી બસ સ્ટેશન, મંડપ, શૌચાલય, પીવાના પાણીની સુવિધા, માઈક એનાઉન્સમેન્ટ સિસ્ટમ અને કંટ્રોલ રૂમ સહિતની જરૂરી પેસેન્જર એમિનિટીઝ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેમજ ટ્રાફિકનું સુગમ સંચાલન થાય તે માટે વન-વે વ્યવસ્થા અમલમાં મુકાઈ છે. ડીસા-પાલનપુર તરફથી આવતી બસો વિરમપુર–ગબ્બર માર્ગે અંબાજી પહોંચશે અને પરત ફરતી બસો આબુ રોડ માર્ગે સંચાલિત થશે.

માઈભક્તોની યાત્રાને ભક્તિમય બનાવવા કેટલીક વિશેષ એસ.ટી. બસોને આકર્ષક રીતે શણગારવામાં આવી છે, જેમાં ભજન મંડળી અને ધૂનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સાથે જ મેળાને સ્વચ્છ અને પ્લાસ્ટિકમુક્ત રાખવાના પ્રયાસરૂપે બસોમાં કચરાપેટીની વ્યવસ્થા તેમજ યાત્રાળુઓને ઈકો-ફ્રેન્ડલી બેગનું વિતરણ કરવામાં આવશે. આમ, એસ.ટી. વિભાગ દ્વારા માઈભક્તોને સુગમ પરિવહન સાથે સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને ભક્તિમય યાત્રાનો અનુભવ મળે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

અંબાજીના પવિત્ર ધામે મા અંબાના દર્શને આવતા દરેક માઈભક્તની યાત્રા સુગમ, સુરક્ષિત, સુખદ અને ભક્તિમય બને તે માટે GSRTC પાલનપુર વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. “માઈભક્તોની સેવા એ જ અમારી ફરજ” ના ભાવ સાથે એસ.ટી. નિગમ મેળા દરમિયાન સતત કાર્યરત રહેશે.

“રાજ્ય સરકાર દ્વારા અંબાજી મેળામાં એસ.ટી. બસોની ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. અમને અંબાજી સુધી આવવામાં તેમજ ગબ્બરથી દર્શન માટે જવામાં પણ બસની સરસ સગવડ મળી. કોઈ મુશ્કેલી પડી નથી અને ખૂબ જ સરસ રીતે મા અંબાના દર્શન કર્યા. સરકારની વ્યવસ્થા બદલ ખૂબ આભાર.”

દેવિલાલ લુહાર, ખેરવાડા, રાજસ્થાન:

“અમે અંબાજી આવ્યાં ત્યારે પણ એસ.ટી. બસની સારી સુવિધા મળી અને હવે પરત જવા માટે પણ બસની વ્યવસ્થા છે. ક્યાંય કોઈ તકલીફ પડી નથી, બસમાં બેસવા માટે સીટ પણ મળી છે. માઈભક્તોની સુવિધા માટે સરકાર દ્વારા કરવામાં આવેલી આ સુંદર વ્યવસ્થા બદલ અમે સરકારનો આભાર માનીએ છીએ.” :- સામંતસિંહ, પંચમહાલ

રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article સમી : કઠીવાડા નજીક ત્યજી દેવાયેલી બાળકીના કેસમાં બાળ તસ્કરીનું કથિત નેટવર્ક ખુલ્યું
Next Article અંબાજી યાત્રાના પંથે સેવાભાવની સુગંધ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

હારીજ ખાતે જિલ્લા કક્ષાનો ‘મન કી બાત’ કાર્યક્રમ પાટણ જિલ્લા કિસાન મોરચા દ્વારા યોજાયો

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ધર્મ ભક્તિ

સમીના ગોચનાદ ગામે અનોખી પરંપરા: વહુઓ સાસરિયામાં જ રમે કાનુડો!

ધર્મ ભક્તિ

નરોડા હંસપુરામાં 21 વર્ષથી ગોગા મહારાજનો નવચંડી મહાયજ્ઞ

ધર્મ ભક્તિ

ઈદ-એ-મિલાદુન્નબી મુબારક પાટણ

ધર્મ ભક્તિ

પાટણમાં શ્રાવણ માસની ભક્તિધારા : શિવકથાની ભવ્ય પૂર્ણાહુતિ.

ધર્મ ભક્તિ

પાટણમાં શ્રી જલારામ બાપાના 131મા ગુરુવાર ભજન-સત્સંગનું ભાવભર્યું આયોજન કરાયું.

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Home » News » ભાદરવી પૂનમ મહામેળો-૨૦૨૬@અંબાજી
ધર્મ ભક્તિ

ભાદરવી પૂનમ મહામેળો-૨૦૨૬@અંબાજી

Rajeshkumar Jadav
Last updated: September 20, 2026 9:10 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
3 Min Read
SHARE

ભાદરવી પૂનમ મહામેળો-૨૦૨૬@અંબાજી

આસ્થા, ભક્તિ અને શક્તિના ત્રિવેણી સંગમ અંબાજી ધામે ભાદરવી પૂનમ મહામેળો-૨૦૨૬નો ભવ્ય પ્રારંભ…

મા અંબાના દિવ્ય રથના પૂજન સાથે પ્રભારી મંત્રી કમલેશભાઈ પટેલે ભાદરવી પૂનમ મહામેળાનો શુભારંભ કરાવ્યો..

અંબાજીની પાવન ધરતી પર ભક્તિ, સેવા અને સામાજિક સમરસતાનો મહાકુંભ:પ્રભારી મંત્રી કમલેશભાઈ પટેલ

More Read

ડભોઇમાં ધૂમધામથી દશામાની વિસર્જન યાત્રા
શ્રાવણ માસનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક જોડાણ
15મી ઓગસ્ટે ગુપ્તેશ્વર મહાદેવની મહાપૂજા કરી વિશ્વ કલ્યાણની પ્રાર્થના
પાટણમાં દિવાસા પર્વે પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપવા દેશભરમાંથી દેવીપૂજકો ઉમટ્યા

“માઈભક્તોની સેવા, સુવિધા અને સુરક્ષા માટે તંત્ર સંપૂર્ણ સજ્જ”:કલેક્ટર મિહિર પટેલ

મા અંબાના દિવ્ય રથ પર ડ્રોનથી પુષ્પવર્ષા કરી ભવ્ય વધામણાં…

 

More Read

શ્રી રવિદાસ મહારાજની કળશયાત્રા નું સિદ્ધપુરમાં ભવ્ય સ્વાગત
પી.પી.જી. હાઇસ્કૂલમાં ગુરુ વંદન-છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો
સિદ્ધપુરમાં ગુરુ વંદન-છાત્ર અભિનંદન કાર્યક્રમ
પાટણના આશ્રમોમાં ગુરુપૂર્ણિમાની ભક્તિમય ઉજવણી

આસ્થા, ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-૨૦૨૬નો ભવ્ય અને ધાર્મિક માહોલ વચ્ચે વિધિવત પ્રારંભ થયો છે.

 

કેપિટલ મેસેજ 

Capital message 

બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી કમલેશભાઈ પટેલે મા અંબાના દિવ્ય રથનું વિધિવત પૂજન-અર્ચન કરી ભાદરવી પૂનમ મહામેળો ખુલ્લો મુક્યો હતો. જેમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ વસંત ભાઈ પુરોહિત, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે, પ્રવાસન સચિવ રમેશ મેરજા, આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર કૌશિક મોદી સહિતના મહાનુભાવો અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના પદાધિકારીઓ સહભાગી બન્યા હતા.

More Read

ભગવતી સ્કૂલમાં ભવ્ય ગુરુ પૂર્ણિમા ઉજવણી
મક્કામદીના ઉમરાહ અર્થે જતા સન્માન સમારંભ યોજાયો
રાધનપુરનું રાપરીયા હનુમાનજી મંદિર બન્યું: આસ્થાનું કેન્દ્ર
પાટણમાં ભક્તિભાવ સાથે નીકળી ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા

આ પ્રસંગે મા અંબાના દિવ્ય રથ ઉપર ડ્રોન દ્વારા પુષ્પવર્ષા કરી ભવ્ય વધામણાં કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મહાનુભાવો દ્વારા રથને ખેંચીને ઉદ્ઘાટન ડોમ સુધી લઈ જવાયો હતો. ઉદ્ઘાટન ડોમ ખાતે મા અંબાની આરતી અને પૂજન સાથે મહામેળાના સાત દિવસીય ધાર્મિક પર્વનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો હતો.

પ્રભારી મંત્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજીની ધરતી પર આજે ભાદરવી પૂનમના મેળાનો ભવ્ય શુભારંભ થઈ રહ્યો છે. આ મેળો ભક્તિ, સેવા, સંસ્કાર અને સામાજિક સમરસતાનો મહાકુંભ છે. ગુજરાત સહિત દેશ-વિદેશમાંથી લાખો માઈભક્તો પગપાળા મા અંબાના દર્શને આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર, જિલ્લા વહીવટી તંત્ર, અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા યાત્રાળુઓની સુવિધા, સુરક્ષા અને સુગમ દર્શન માટે શ્રેષ્ઠ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મા અંબાના ચરણોમાં પ્રાર્થના છે કે સૌને સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની શક્તિ દરેક ભારતીયને મળે.

બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, માઈભક્તો જેની આતુરતાથી રાહ જોતા હોય છે તેવા ભાદરવી પૂનમ મહામેળા-૨૦૨૬નો આજે પ્રભારી મંત્રીના હસ્તે વિધિવત્ શુભારંભ થયો છે. આ પાવન પ્રસંગે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ વતી દેશ-વિદેશના તમામ માઈભક્તો, શ્રદ્ધાળુઓ, પગપાળા સંઘો અને સેવા કેમ્પોને ભાદરવી પૂનમ મહામેળામાં હાર્દિક આમંત્રણ પાઠવું છું. માઈભક્તોની સુવિધા, સેવા અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી ગુજરાત સરકાર, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, જિલ્લા વહીવટી તંત્ર અને અંબાજી ટ્રસ્ટ દ્વારા વ્યાપક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ૨૯થી વધુ જિલ્લા કક્ષાની સમિતિઓ અને ૭,૦૦૦થી વધુ સરકારી કર્મચારીઓ સમગ્ર સાત દિવસ દરમિયાન ૨૪ કલાક ખડેપગે ફરજ બજાવશે.

‘બોલ મારી અંબે… જય જય અંબે’ના ગગનભેદી જયઘોષ સાથે મા અંબાના પાવન ધામમાં શરૂ થયેલો ભાદરવી પૂનમ મહામેળો લાખો શ્રદ્ધાળુઓ માટે ભક્તિ, આસ્થા અને આધ્યાત્મિક ઉર્જાનો પવિત્ર અવસર બની રહ્યો છે.

રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article અંબાજી જતા પદયાત્રીઓ માટે સિદ્ધપુર હાઈવે પર રિક્ષા ડ્રાઈવર યુનિયનનો સેવા કેમ્પ શરૂ
Next Article સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિવિધ બિનરહેણાક મકાનોની સફાઈ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

એકલવ્ય જન સેવા ટ્રસ્ટ અને મદદનીશ કમિશ્નરશ્રી આદિજાતિ વિકાસ પાલનપુરના સહયોગથી સમાજ શિક્ષણ શિબીર યોજાઈ

ગ્રામ્ય વિકાસને ગતિ: કલ્યાણા, વસરીલા અને કુંવારા ચાચરેટ દાદા રોડનું નવીકરણ પૂર્ણ

વિરમગામ, બેચરાજી, મોઢેરા અને ચાણસ્મા રોડનો ફોરલેન વાઈડનીંગ કાર્ય આગળ વધી રહ્યું છે

રાધનપુર-સાંતલપુર જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત બે દિવસ પાણી પુરવઠો બંધ રહેશે.

પાટણમાં પ્રગતિ મેદાન ખાતે ૦૮/૦૨/૨૬ થી ૧૫/૦૨/૨૬ સુધી સ્વદેશી મેળો યોજાશે

પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઇસ્કુલ પાટણમાં “પરીક્ષા આત્મબળ નો ઉત્સવ “કાર્યક્રમ યોજાયો.

03/02/2026 Capital message Newspaper

પાટણ જિલ્લા ભાજપ કાર્યાલયે નવનિયુક્ત હોદ્દેદારોની પરિચય બેઠક યોજાઈ

સાંતલપુર : લોદરા-2 આંગણવાડી ખાતે આંગણ ઉત્સવની ઉજવણી

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

Related News
ધર્મ ભક્તિ

પાટણમાં સંગીતમય સુંદરકાંડ પાઠથી ભક્તિમય માહોલ

ધર્મ ભક્તિ

અણહિલપુર પાટણની ઐતિહાસિક જગન્નાથ રથયાત્રા

ધર્મ ભક્તિ

શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળનો 122મો ભજન મહોત્સવ

ધર્મ ભક્તિ

ડભોઇમાં મોહરમ નિમિત્તે તકરીર-વાયજનો કાર્યક્રમ!

ધર્મ ભક્તિ

મોહરમ પર્વ નજીક, ડભોઇમાં આકર્ષક તાજિયા તૈયાર

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video