Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળનો 122મો ભજન મહોત્સવ
ધર્મ ભક્તિ

શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળનો 122મો ભજન મહોત્સવ

Rajeshkumar Jadav
Last updated: September 17, 2026 5:17 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ પાટણના 122મા ગુરુવાર ભજન સત્સંગમાં ગુંજ્યો ભક્તિનો નાદ

કેપિટલ મેસેજ, ન્યુઝ 

Capital message 

પાટણ: ધર્મ, ભક્તિ અને સંસ્કારના સુમેળ સાથે શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ, પાટણ દ્વારા 122મા ગુરુવારના ભજન સત્સંગ કાર્યક્રમનું ભવ્ય આયોજન શૈલેષકુમાર ચંદુલાલ ઠક્કરના નિવાસસ્થાને, દિયાના સ્ટેટસ, પાટણ ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં દેત્રોજ તાલુકાના દેકાવાડા ગામ સ્થિત શ્રી આનંદધામ ગૌ સેવા આશ્રમના પ્રખર સનાતની સંત, રાષ્ટ્રપ્રેમી અને ગૌપ્રેમી કથાકાર પૂજ્ય શ્રી કાલિદાસ બાપુનું પાવન સાનિધ્ય પ્રાપ્ત થયું હતું.

More Read

ડભોઇ શહેર અને તાલુકામાં ૧૫૦ જેટલી ગણેશ પ્રતિમાઓનું શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન: પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
ડભોઇમાં જશ્ને ઈદે ગોશિયાની ભવ્ય ઉજવણી, ગીલાબ અને બાલ મુબારકના દીદાર માટે ઉમટ્યો મુસ્લિમ સમાજ
પાટણમાં સંત કહારનાથ સમાધિ મંદિરે ઉમટ્યો ભક્તોનો મહાસાગર
અંબાજીના પંથે પદયાત્રીઓની સેવા માટે શ્રીરામ સેવા સમિતિનો અવિરત સેવાયજ્ઞ

પાટણનું અહોભાગ્ય ગણાય કે ગૌમાતા, રાષ્ટ્ર અને સનાતન સંસ્કૃતિ પ્રત્યે અખંડ સમર્પણ ધરાવતા પૂજ્ય કાલિદાસ બાપુના પાવન ચરણો આ પવિત્ર ધરા પર પડ્યા. બાપુશ્રીએ પોતાના આગવા અને ઓજસ્વી વક્તવ્ય દ્વારા ગૌસેવાનું મહત્વ, રાષ્ટ્રભક્તિ તથા ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને હૃદયસ્પર્શી રીતે રજૂ કર્યા હતા.

કાર્યક્રમની એક અનોખી વિશેષતા તરીકે પૂજ્ય બાપુશ્રી દ્વારા ૧ થી ૧૦ વર્ષ સુધીની નાની દીકરીઓને તિલક કરી, દક્ષિણા અને પ્રસાદ અર્પણ કરવામાં આવ્યા. એટલું જ નહીં, તેઓ દરેક દીકરીને ભેટ આપી તેમના હાથ પોતાના માથા પર મુકાવી આશીર્વાદ પ્રાપ્ત કરતા હતા. આ દૃશ્યે સૌના હૃદયને સ્પર્શી લીધું હતું. બાપુશ્રી દરેક દીકરીમાં માતા ભવાનીનું સ્વરૂપ નિહાળી તેમને સન્માન આપતા હોવાનું સૌએ અનુભવું.

More Read

અંબાજી યાત્રાના પંથે સેવાભાવની સુગંધ
ભાદરવી પૂનમ મહામેળો-૨૦૨૬@અંબાજી
સમીના દાઉદપુરમાં ૩૫૦ વર્ષ જૂની વેજવાસ માતાજીની પરંપરાગત ઉજાણી
ડભોઇ જૈન સમાજે સિદ્ધિ તપના પારણાની ઉજવણીમાં ભવ્ય શોભાયાત્રા નિકળી

દર ગુરુવારની પરંપરા મુજબ આ પ્રસંગે લોકપ્રિય કલાકાર ભાઈ-બહેનો, ભક્તજનો તેમજ ગૌ સત્સંગ મંડળના સભ્યો દ્વારા ભાવભીના ભજન, કીર્તન અને આધ્યાત્મિક વાણીની સુંદર રજૂઆત કરવામાં આવી હતી. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને ઉપસ્થિત ભક્તો હરિનામના રંગે રંગાઈ ગયા હતા.

કાર્યક્રમના યજમાન શૈલેષકુમાર ચંદુલાલ ઠક્કર, જનતાબેન, તેમના સુપુત્ર સ્વીટુકુમાર (ભૌતિક) તથા પુત્રવધૂ ભૂમિબેન દ્વારા પૂજ્ય સંતશ્રી તેમજ ઉપસ્થિત મહેમાનો અને ભક્તજનોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સૌએ આ આયોજનની સરાહના કરી અને આવા સત્સંગો સમાજમાં સંસ્કાર, સેવા અને આધ્યાત્મિક જાગૃતિનો દીપ પ્રગટાવતા રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article ડભોઇમાં મોહરમ નિમિત્તે તકરીર-વાયજનો કાર્યક્રમ!
Next Article સાંતલપુરમાં ખુલ્લી ગટર અને ગંદા પાણીની વિકટ સમસ્યાથી લોકો ત્રાહિમામ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

રાધનપુરમાં બે પાણીના બોર બંધ છતાં ખાનગી એજન્સીને દર મહિને રૂ.1.75 લાખ ચૂકવાય છે : જયા ઠાકોર

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ધર્મ ભક્તિ

રાધનપુરનાં કલ્યાણપુરામાં પરંપરાગત રીતે રામજી મંદિરે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી

ધર્મ ભક્તિ

સમીના ગોચનાદ ગામે અનોખી પરંપરા: વહુઓ સાસરિયામાં જ રમે કાનુડો!

ધર્મ ભક્તિ

નરોડા હંસપુરામાં 21 વર્ષથી ગોગા મહારાજનો નવચંડી મહાયજ્ઞ

ધર્મ ભક્તિ

ઈદ-એ-મિલાદુન્નબી મુબારક પાટણ

ધર્મ ભક્તિ

પાટણમાં શ્રાવણ માસની ભક્તિધારા : શિવકથાની ભવ્ય પૂર્ણાહુતિ.

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video