એ.સી.બી. સફળ ટ્રેપ
ફરીયાદી: એક જાગૃત નાગરીક
આરોપી –
ખોડાભાઇ વલ્લભભાઇ રામાણી, હોદ્રોઃ-અઘિક્ષક, વિભાગઃ-મત્સ્યૌધોગ,મોરબી. ઇન્ચાર્જ બોટાદ,વર્ગઃ-૦૨, રહે. મન મંદિર સોસાયટી બસ સ્ટેન્ડ પાછળ,વાંકાનેર તા.વાંકાનેર જી.મોરબી.
ટ્રેપ ની તારીખ- ૨૨/૦૭/૨૦૨૬
લાંચની માંગણીની રકમઃ- રૂા.૧,૦૦,૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમઃ- રૂા.૫૦,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમઃ- રૂા.૫૦,૦૦૦/-
ટ્રેપનું સ્થળઃ-
હોસ્પીટલ ચોકથી આગળ કસ્તુરબા રોડ,એસ.બી.આઇ બેંક નજીક,રાજકોટ શહેર.
ટૂંક વિગત :-
આ કામના ફરીયાદીએ ચાલુ વર્ષે મત્સ્યૌધોગ ખાતામાં ટેન્ડરો ભરેલા હતા જે પૈકી ત્રણ ટેન્ડરો લાગેલા હતા અને ચાર ટેન્ડરો રીજેકટ થયેલા હતા. લાગેલા ટેન્ડરના વર્ક ઓર્ડર તથા રીજેકટ થયેલા ટેન્ડરના ડીમાન્ડ ડાફ્રટ પાછા આપવાની અવેજીમાં આક્ષેપિતે રૂપિયાઃ- ૧,૦૦,૦૦૦/- લાંચની માંગણી કરેલ અને રકઝકના અંતે રૂપિયાઃ-૫૦,૦૦૦/-માં નકિક થયેલ જે લાંચની રકમ ફરીયાદી આક્ષેપિતને આપવા માંગતા ન હોય જેથી ભાવનગર એ.સી.બી.પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરીયાદ આપેલ હતી.જે ફરીયાદી ની ફરીયાદ આધારે લાંચના છટકાનુ આયોજન કરતા લાંચના છટકા દરમ્યાન આ કામના આક્ષેપીતે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની રકમ રૂા.૫૦,૦૦૦/- માંગણી કરી સ્વીકારી પોતાના હોદાનો દુરઉપયોગ કરી સ્થળ પર પકડાઇ જઈ ગુન્હો કર્યા બાબત.
ટ્રેપીંગ અધિકારી :-
આઇ.જે.ગીડા,પોલીસ ઇન્સ્પેકટર, ભાવનગર એ.સી.બી. પો.સ્ટે તથા ભાવનગર એ.સી.બી.સ્ટાફ.
ટ્રેપીંગ અધિકારીની મદદમાંઃ-
ટી.એસ.રીઝવી,પોલીસ ઇન્સ્પેકટર,ભાવનગર એ.સી.બી પો.સ્ટે તથા અમરેલી એ.સી.બી.સ્ટાફ.
સુપરવિઝન અધિકારી :-
એસ.એન.બારોટ, મદદનીશ નિયામક, એ.સી.બી. ભાવનગર એકમ, ભાવનગર.
ઇન્ચાર્જ અધિકારી :
બળદેવસિંહ વાઘેલા, નાયબ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ.
