એ.સી.બી. સફળ ટ્રેપ
ફરીયાદી: એક જાગૃત નાગરીક
આરોપી :-
શશીકાંત કિશનભાઇ જાદવ ઉ.વ.૫૨, ધંધો-નોકરી,
અનાર્મ એ.એસ.આઇ.
હાંસોલ પોલીસ ચોકી,
એરપોર્ટ પોલીસ સ્ટેશન,
અમદાવાદ શહેર
ટ્રેપની તારીખ :- તા.૨૬/૦૬/૨૦૨૬
લાંચની માંગણીની રકમ :-રૂા.૬,૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમ:- રૂા.૬,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ:- રૂા.૬,૦૦૦/-
ગુનાનુ સ્થળ :-
હાંસોલ પોલીસ ચોકીના પાર્કીગમાં
ટુંક વિગત :-
આ કામના ફરીયાદી વિરૂધ્ધમાં અરજીના કામે ફરીયાદીને માર નહીં મારવાના તથા કોર્ટમાં વહેલા રજુ કરી દઇ હેરાન પરેશાન નહી કરવા બાબતે ફરીયાદી પાસે રૂ.૬,૦૦૦/- ની લાંચની માંગણી કરી, જે લાંચ ફરીયાદી આરોપીને આપવા માંગતા ન હોય, તેઓએ સાબરકાંઠા એ.સી.બી. પો.સ્ટે.નાઓનો સંપર્ક કરેલ. જે ફરીયાદીની ફરીયાદ આધારે આજ રોજ તા.૨૬-૦૬-૨૦૨૬ ના રોજ લાંચનુ છટકુ ગોઠવતા લાંચના છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદી સાથે લાંચની માંગણીની હેતુલક્ષી વાતચીત કરી, ફરીયાદી પાસેથી લાંચના નાણા રૂ.૬,૦૦૦/- સ્વીકારી, પોતાના રાજય સેવક તરીકેના હોદ્દાનો દુરઉપયોગ કરી, ગુનાહીત ગેરવર્તણુંક આચરી ગુનો કર્યા બાબત.
ટ્રેપીંગ અધિકારી :-
એ.ડી.સુથાર, પોલીસ ઈન્સ્પેક્ટર, સાબરકાંઠા એ. સી. બી. પોલીસ સ્ટેશન મદદમાં ગાંધીનગર એ.સી.બી. ફીલ્ડની ટીમ
સુપરવિઝન અધિકારી :-
એ.કે.પરમાર
મદદનીશ નિયામક,
ગાંધીનગર એ.સી.બી. એકમ
ઇન્ચાર્જ અધિકારી :-
હરેશ મેવાડા,નાયબ નિયામક, એ.સી.બી. અમદાવાદ
