એ.સી.બી.ની સફળ ટ્રેપ
ફરીયાદી: એક જાગૃત નાગરીક
આરોપી: આરોપી નં.(૧) કમલેશભાઇ ધરમશીભાઇ દેસાઇ, ઉ.વ.૪૧, હોદ્દો- તલાટી કમ મંત્રી, વર્ગ-૩, તલાવ ચોરા ગ્રામ પંચાયત, તા.ચિખલી જી.નવસારી.
આરોપી નં.(૨) ગોકુળભાઇ બુધાભાઇ પટેલ, ઉ.વ.૫૭ (પ્રજાજન)
ગુનો બન્યા : તા.૧૮/૦૬/૨૦૨૬
લાંચની માંગણીની રકમ:
રૂપિયા ૪૦,૦૦૦/-
લાંચ સ્વીકારેલ રકમ : રૂપિયા ૪૦,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ : રૂપિયા ૪૦,૦૦૦/-
બનાવનુ સ્થળ : ચિખલી ગ્રામ પંચાયત શોપિંગ સેન્ટર દુકાન નં.૧૨ શિવ ક્વોરી, વર્કસ અને અનિરૂધ્ધ કંન્સ્ટ્રકશનની ઓફીસમાં તા.ચિખલી, જી.નવસારી
ગુનાની ટુંક વિગત :
આ કામના ફરીયાદીએ પોતાની જમીન માંથી માટી કઢાવી અન્ય જગ્યાએ લઇ જવા સારૂ ગ્રામ પંચાયત કચેરીમાં એન.ઓ.સી. મેળવવા અરજી કરેલ જે અરજીના કામે એન.ઓ.સી. તથા નકશો તેમજ પેઢીનામુ કરી આપવાના અવેજપેટે ફરીયાદી પાસે આરોપી નં.૧ નાઓએ રૂ.૪૦,૦૦૦/- ની માંગણી કરેલ જે લાંચની માંગણીની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપેલ.
જે ફરીયાદ આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરેલ. તે લાંચના છટકા દરમ્યાન આરોપી નં.૧ નાઓના કહેવાથી આરોપી નં.૨ નાઓએ ફરીયાદી પાસેથી લાંચની રકમ રૂ.૪૦,૦૦૦/- સ્વીકારી બંન્ને આરોપીઓ સ્થળ ઉપર પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.
ટ્રેપીંગ અધિકારી : જે.આર.ગામીત, પોલીસ ઇન્સ્પેક્ટર, વલસાડ અને ડાંગ એ.સી.બી. પો.સ્ટે. તથા ટીમ
સુપર વિઝન અધિકારી : આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત
ઇન્ચાર્જ અધિકારી:
બી.એમ.પટેલ, I/C નાયબ નિયામક, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો,વડોદરા
