Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » પાટણના શેરી ફેરિયાઓ માટે આશાનું કિરણ બની પી.એમ. સ્વનિધિ યોજના
ગુજરાત

પાટણના શેરી ફેરિયાઓ માટે આશાનું કિરણ બની પી.એમ. સ્વનિધિ યોજના

Rajeshkumar Jadav
Last updated: June 10, 2026 1:50 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
3 Min Read
SHARE

વિકસિત ભારત સંકલ્પ અભિયાન પાટણ ખાસ લેખ

૧૨ વર્ષ વિકાસના, વિશ્વાસના અને જન કલ્યાણના

પાટણના શેરી ફેરિયાઓ માટે આશાનું કિરણ બની પી.એમ. સ્વનિધિ યોજના

હજારો નાના વેપારીઓને મળ્યો વ્યવસાય વિકાસનો સહારો, કરોડો રૂપિયાની સહાયથી આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધતું પાટણ

પાટણ નગરપાલિકાની અસરકારક કામગીરી : ૩,૨૩૮ નાના વેપારીઓને રૂ. ૫.૬૧ કરોડથી વધુની આર્થિક સહાય

More Read

સાંતલપુરમાં ખુલ્લી ગટર અને ગંદા પાણીની વિકટ સમસ્યાથી લોકો ત્રાહિમામ
મીડિયાની અસર: ₹42 કરોડનો સરીતા ઓવરબ્રિજ ઝળહળ્યો
પૂર્વ મંત્રી રણછોડભાઈ દેસાઈના જન્મદિવસે અનોખી પહેલ
રાધનપુરમાં પાણી વચ્ચે રોડ નિર્માણ, 7 કરોડના કામ પર ઉઠ્યા પ્રશ્નો

 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

Capital message 

More Read

હારીજ પોલીસ દ્વારા રૂ. 56.93 લાખના વિદેશી દારૂનો નાશ
પીપીજી હાઇસ્કુલમાં 720 ‘સફળ જીવનની દિશાધારા’ પુસ્તકોનું વિતરણ
પ્રશિક્ષણ મહાઅભિયાન- ૨૦૨૬ માટે પાટણ ભાજપની તૈયારી બેઠક યોજાઈ
ગ્રેજ્યુએશન સેરેમનીમાં ડૉ. રોનક જાદવને MBBS ડિગ્રી એનાયત

શહેરના રસ્તાઓ પર શાકભાજી, ફળફ્રૂટ, ચા-નાસ્તો, કપડાં અને અન્ય ઘરગથ્થુ વસ્તુઓ વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા શેરી ફેરિયાઓ અને હાથલારી ધારકો માટે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ (પી.એમ. સ્વનિધિ) યોજના જીવનમાં નવી આશા લઈને આવી છે. કોરોના મહામારીના કપરા સમયમાં નાના વેપારીઓને ફરીથી ઉભા કરવા માટે શરૂ કરાયેલી આ યોજના આજે હજારો પરિવારોના આર્થિક સશક્તિકરણનું અસરકારક સાધન બની છે.

ભારત સરકારના આવાસ અને શહેરી બાબતો મંત્રાલય દ્વારા અમલમાં મુકાયેલી આ યોજના હેઠળ શેરી ફેરિયાઓને ગેરંટી વિના સરળ શરતો પર ધિરાણ આપવામાં આવે છે. વ્યવસાય માટે જરૂરી મૂડી મળતા નાના વેપારીઓને હવે વ્યાજખોરો પાસે જવાની જરૂર રહેતી નથી અને તેઓ આત્મવિશ્વાસ સાથે પોતાનો ધંધો વિસ્તારી શકે છે.

પાટણ નગરપાલિકા દ્વારા યોજનાના અસરકારક અમલીકરણના પરિણામે અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓને આર્થિક સહાય પહોંચાડવામાં સફળતા મળી છે. પ્રથમ તબક્કામાં 1972 શેરી ફેરિયાઓને કુલ રૂ. 1.99 કરોડથી વધુની લોન આપવામાં આવી છે. ત્યારબાદ સમયસર લોન પરત કરનાર 933 લાભાર્થીઓને બીજા તબક્કામાં રૂ. 1.96 કરોડની સહાય આપવામાં આવી છે. એટલું જ નહીં, વ્યવસાયમાં પ્રગતિ કરનારા 333 લાભાર્થીઓને ત્રીજા તબક્કામાં કુલ રૂ. 1.66 કરોડથી વધુની લોન મંજૂર કરવામાં આવી છે. આ રીતે પાટણ શહેરમાં હજારો નાના વેપારીઓને મળેલી કરોડો રૂપિયાની સહાય તેમના જીવનધંધામાં નવી ઉર્જા પૂરવાર થઈ છે.

યોજનાની વિશેષતા એ છે કે લાભાર્થીને પ્રથમ તબક્કામાં રૂ. 15,000, બીજા તબક્કામાં રૂ. 25,000 અને ત્રીજા તબક્કામાં રૂ. 50,000 સુધીની લોન ઉપલબ્ધ થાય છે. સમયસર હપ્તા ભરનારા લાભાર્થીઓને આગામી તબક્કાની વધુ રકમની લોન સરળતાથી મળી રહે છે. ઉપરાંત બેંક લોન પર 7 ટકા વ્યાજ સહાય તેમજ ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવા કેશબેકની સુવિધા પણ આપવામાં આવે છે.

પી.એમ. સ્વનિધિ યોજના માત્ર ધિરાણ પૂરું પાડતી યોજના નથી, પરંતુ નાના વેપારીઓને બેંકિંગ વ્યવસ્થા સાથે જોડીને ડિજિટલ અર્થતંત્રનો ભાગ બનાવે છે. પરિણામે શેરી ફેરિયાઓની આર્થિક વિશ્વસનીયતા વધે છે અને તેઓ ભવિષ્યમાં અન્ય નાણાકીય સેવાઓનો પણ લાભ મેળવી શકે છે.

પાટણ નગરપાલિકાના સતત પ્રયાસોથી યોજનાનો લાભ વધુને વધુ પાત્ર લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. શહેરના અનેક ફેરિયાઓએ આ યોજનાથી મળેલી સહાયના આધારે પોતાનો વ્યવસાય વિસ્તારી આવકમાં વધારો કર્યો છે. જેના કારણે યોજના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.

More Read

મોદીજીના 12 વર્ષ: સુરક્ષિત અને આત્મનિર્ભર ભારત- રમેશભાઈ રબારી
પાટણ તાલુકાના સંખારી ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ
દેશસેવાના 12 વર્ષ પૂર્ણ: વિશેષ સંપર્ક અભિયાન
વિકસિત ભારત સંકલ્પ સંમેલન માં ડૉ. સોઢા સન્માનિત

નાના વેપારીઓને સ્વાવલંબન અને વિકાસનો નવો માર્ગ બતાવતી પી.એમ. સ્વનિધિ યોજના આજે પાટણ શહેરના હજારો પરિવારો માટે પ્રગતિ અને સમૃદ્ધિનું પ્રતીક બની છે.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article એ.સી.બી ની સફળ ટ્રેપ ફરીયાદી:એક જાગૃત નાગરીક
Next Article યુવાનો માટે સુવર્ણ તક: ગાંધીનગરમાં ભરતીમેળો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળનો 122મો ભજન મહોત્સવ

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

ઠરાવમાં ફેરફાર સામે ડભોઇના ખેડૂતોનો ચોથા દિવસે પણ વિરોધ

ગુજરાત

પાટણ: સાયન્સ સેન્ટર-સેવા સદનનું સ્વચ્છતા અભિયાન

ગુજરાત

ડૉ. મિહિર દવેની સફળ કામગીરી: જટિલ પ્રસૂતિમાં ત્રિપુત્ર જન્મ

ગુજરાત

વિકસિત ભારત સંકલ્પ અભિયાન-પાટણ ખાસ લેખ

ગુજરાત

વિકસિત ભારત સંકલ્પ@ ૨૦૪૭ અભિયાન- પાટણ ખાસ લેખ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video