વાલીઓ-વિદ્યાર્થીઓથી ડભોઈ બજારો ધમધમ્યા
ડભોઈ નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં પહેલાં બજારોમાં વાલીઓ અને વિદ્યાર્થીઓની ભારે ભીડ

કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
ડભોઈ ઉનાળુ વેકેશન પૂરું થતાં જ આગામી ૦૮ જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે શાળાઓ ફરીથી ધમધમી ઊઠશે, જેનો માહોલ અત્યારથી જ શહેરના મુખ્ય બજારોમાં જોવા મળી રહ્યો છે. ડભોઈ નગર સહિત આસપાસના ૧૧૯ ગામોના વાલીઓ અને વિદ્યાર્થીઓ શૈક્ષણિક સાધન-સામગ્રીની ખરીદી માટે બજારોમાં ઉમટી પડ્યા છે મુખ્ય બજારોમાં ભારે ચહલ-પહલ જોવા મળી રહી છે ટાવર બજાર લાલ બજાર સ્ટેશન રોડ એસટી ડેપો અને કંસારા બજાર આ તમામ વિસ્તારોમાં પાઠ્યપુસ્તકો, નોટબુક, ડાયરા (ચોપડા), દફતર અને સ્કૂલ યુનિફોર્મ ખરીદવા માટે ભારે ધસારો જોવા મળી રહ્યો છે. યુનિફોર્મ માટે તૈયાર કપડાં તેમજ કાપડની ખરીદી કરવા ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે GST રાહતને કારણે ભાવમાં ૨૦% સુધીનો ઘટાડો

વેપારીઓ અને વાલીઓના જણાવ્યા અનુસાર, સરકારે જીએસટી (GST) માળખામાં કરેલી અનુકૂળતાને કારણે આ વખતે ચોપડા અને શૈક્ષણિક સામગ્રીના ભાવમાં આશરે ૨૦% જેટલો ઘટાડો જોવા મળ્યો છે. ભાવ ઘટવાને કારણે વાલીઓમાં પણ ખુશીનો માહોલ છે અને તેઓ રાહત અનુભવી રહ્યા છે ગુજરાતી માધ્યમના પુસ્તકો ઉપલબ્ધ, અંગ્રેજી માધ્યમમાં થોડી અછત
બજારના સૂત્રોના જણાવ્યા મુજબ:
ધોરણ ૧ થી ૧૨ ના ગુજરાતી માધ્યમના પુસ્તકો પૂરતા પ્રમાણમાં આવી ગયા છે અને તેની ગુણવત્તા પણ ખૂબ સારી છે જેથી કોઈ તકલીફ નથી અંગ્રેજી માધ્યમના પુસ્તકોમાં અત્યારે થોડી અછત કે તકલીફ જોવા મળી રહી છે, પરંતુ વેપારીઓનું કહેવું છે કે ટૂંક જ સમયમાં આ પુસ્તકો પણ આવી જશે. આથી વાલીઓએ બહુ પરેશાન થવાની જરૂર નથી.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
