ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલનું CBSE ધોરણ 12માં ઐતિહાસિક પરિણામ

ઉત્તર ગુજરાતની પ્રતિષ્ઠિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલનુ ધોરણ 12 CBSE બોર્ડમાં ભવ્ય પરિણામ – જિલ્લામાં પ્રથમ સ્થાન સાથે ઐતિહાસિક સિદ્ધિ
વિરા પટેલે 95% સાથે જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
પાટણ – ઉત્તર ગુજરાતની અગ્રણી અને પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા, નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ (BIPS) એ ધોરણ 12 CBSE બોર્ડ પરીક્ષામાં ફરી એકવાર 100% પરિણામ સાથે ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ સફળતા નોંધાવી પોતાની શ્રેષ્ઠ શૈક્ષણિક પરંપરાને યથાવત્ રાખી છે.
ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલે વિજ્ઞાન તથા કોમર્સ બંને પ્રવાહોમાં ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરીને ફરી એકવાર પોતાની શૈક્ષણિક શ્રેષ્ઠતાનો પરિચય આપ્યો છે. સતત વર્ષોથી 100% પરિણામ સાથે સંસ્થાએ શિક્ષણક્ષેત્રે એક નવી ઓળખ ઉભી કરી છે.સાયન્સ પ્રવાહના સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમે વિરા પટેલ – 95%. અયાન ચૌધરી – 93% દ્વિતીય ક્રમે, આરોહી ચૌધરી – 90% .કોમર્સ પ્રવાહના ટોપર્સ – પ્રથમ ક્રમે: કૃષિ ઠક્કર – 95%, દ્વિતીય ક્રમે: કાવ્યા ઓઝા – 92% ,તૃતીય ક્રમે: રાજેશકુમાર દેસાઈ – 92%
આ અવસરે NGES કોલેજ કેમ્પસ સંચાલક ડૉ. જય ધ્રુવે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આ સફળતા વિદ્યાર્થીઓની મહેનત, શિક્ષકોના સમર્પણ અને વાલીઓના વિશ્વાસનું પરિણામ છે.
સ્કૂલના પ્રિન્સિપાલ ડૉ. ચિરાગ પટેલે વિદ્યાર્થીઓને આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવી જણાવ્યું હતું કે સતત મહેનત, શિસ્ત અને સકારાત્મક અભિગમથી વિદ્યાર્થીઓ ભવિષ્યમાં વધુ ઊંચાઈઓ સર કરશે.
