યુનાઇટેડ નેશન્સ રેસિડેન્ટ કોઓર્ડિનેટરનો પાટણ પ્રવાસ

યુનાઇટેડ નેશન્સ રેસિડેન્ટ કોઓર્ડિનેટર સ્ટેફન પ્રિસ્નરે પાટણના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાની મુલાકાત લીધી…
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
યુનાઇટેડ નેશન્સ રેસિડેન્ટ કોઓર્ડિનેટર (UNRC) સ્ટેફન પ્રિસ્નર આજે પાટણ જિલ્લાના પ્રવાસે આવ્યા હતા. પ્રવાસ દરમિયાન તેમણે પાટણની વિશ્વવિખ્યાત સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહરની મુલાકાત લઈ તેની વિશેષતાઓ અંગે માહિતી મેળવી હતી.

પ્રિસ્નરે સૌપ્રથમ પાટણના પ્રખ્યાત પટોળા હાઉસની મુલાકાત લીધી હતી. અહીં તેમણે પટોળા સાડીની પરંપરાગત બનાવટ પ્રક્રિયા તથા કારીગરોની અનોખી કલા અને ઝીણવટપૂર્ણ હસ્તકલાકૃતિનું નિરીક્ષણ કર્યું હતું. પટોળા કલાની વૈશ્વિક ઓળખ અને કારીગરોની કુશળતાને તેમણે બિરદાવી હતી.ત્યારબાદ તેમણે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામેલ વિશ્વવિખ્યાત ‘રાણી ની વાવ’ની મુલાકાત લીધી હતી. રાણી ની વાવની અદ્ભુત શિલ્પકલા, કોતરણી અને સ્થાપત્ય કળાથી તેઓ પ્રભાવિત થયા હતા. મુલાકાત દરમિયાન તેમણે રાણી ની વાવના ઐતિહાસિક મહત્વ અંગે માહિતી મેળવી હતી.
આ ઉપરાંત તેમણે રાણી ની વાવ ખાતે યોજાતા લાઈટ એન્ડ સાઉન્ડ શો ને પણ નિહાળ્યો હતો. પાટણના ઐતિહાસિક વારસાના જતન અને સંવર્ધન માટે કરવામાં આવતી કામગીરીની પ્રશંસા કરી હતી.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર
