માતા-પિતાની મરજી વિરુદ્ધ લગ્ન, બાળકી સુરક્ષિત બચાવાઈ

સગીર વયની બાળકીને માતા પિતા મરજી વિરુદ્ધ લગ્ન કરાવતાં 112 અને 1098ની ટીમે બાળકીને સુરક્ષિત રેસ્ક્યું કયું.
કેપિટલ મેસેજ, ન્યુઝ
સખી વન સ્ટોપ મહિલા સેન્ટર ધારપુર હોસ્પિટલ પાટણ સોપી આગળની કાયૅવાહી કરી તપાસ ચાલુ છે
તારીખ: 15/04/2026 ને બપોરે પાટણ સિટી બી ડિવિઝન 112 જન રક્ષક વાન ને એક કેશ મળેલ જેની કેશ આઇડી : 20260400200204 છે .અરજદાર નામે નીલિશાબેન ચૌહાણ પોતે ચાઈલ્ડ હેલ્પ લાઇન અને બાળ સુરક્ષા શાખા માં ડી.પી.સી. તરીકે ફરજ બજાવે છે જેઓ ને મળેલી માહિતી મુજબ એમને 1098 ચાઈલ્ડ હેલ્પલાઇન પાટણ ખાતે કોલ મળેલ કે પાટણ જિલ્લાના એ ડીવીઝન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નજીક એક બાળકીને તેના માતા – પિતા હેરાન પરેશાન કરે છે અને તેની મરજી વિરૂદ્ધ તેના બાળલગ્ન કરાવે છે એટલે તેને 1098 પર કોલ કરેલ જેથી 1098 ના પી.સી.નીલિશાબેન બનાવ સ્થળે ગયા અને બાળકીના માતા- પિતા ને સમજાવ્યું અને બાળલગ્ન ના કરવા માટે કહ્યું પરંતુ બાળકીના માતા – પિતા પૂરતો સહકાર ના આપતા 1098 હેલ્પલાઇન ના પી.સી. નીલિષાબેન ને 112 જન રક્ષક હેલ્પલાઇનને કોલ કરતા પાટણ જિલ્લા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ની 112 જન રક્ષક ગાડીના કર્મચારીઓ બનાવ સ્થળે પહોંચી ગયા અને 1098 ના સભ્યો અને 112 જન રક્ષક ગાડીના કર્મચારીઓ સાથે મળીને બાળકીને રેસક્યું કરીને પાટણ જિલ્લા ના ધારપુર સીવીલ હોસ્પિટલ ખાતે આવેલ સખી વન સ્ટોપ મહિલા સેન્ટર ખાતે સોંપેલ અને એમને આગળની કાર્યવાહી કરેલ છે
112 જનરક્ષક વાન ઇન્ચાર્જ:
એ.પી.સી. પ્રભુરામ કેશાભાઈ ( બં. નં. 931 )
112 જનરક્ષક પાયલોટ : દેસાઈ રાહુલકુમાર જયરામભાઈ
ગાડી નંબર : GJ18BW2671
