રાધનપુરમાં વિકાસના દાવા ખોખલા : રાધનપુરના મીરાદરવાજા થી પટણી દરવાજા રોડ પર ગંદકી, ગટર અને ગંદા પાણીથી લોકો ત્રસ્ત !

કેપિટલ મેસેજ, ન્યુઝ
રાધનપુર શહેરમાં વિકાસના દાવાઓ વચ્ચે હકીકત કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે.
શહેરના મધ્ય વિસ્તારમાં આવેલા મીરાદરવાજા થી પટણી દરવાજા રોડ, ખાસ કરીને પ્રકાશ શોપિંગ સેન્ટર આસપાસ, ગંદકી, ઉભરાતી ગટરો, કાદવ-કીચડ અને રોડ પર ફરી વળતા ગંદા પાણીના કારણે સ્થાનિક રહીશો અને વેપારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
સ્થાનિકોમાં હવે તંત્ર પ્રત્યે ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે.
રાધનપુર શહેરમાં એક તરફ વિકાસના મોટા મોટા દાવા કરવામાં આવી રહ્યા છે,
પરંતુ બીજી તરફ શહેરના મુખ્ય વિસ્તારમાં જ મૂળભૂત નાગરિક સુવિધાઓનો અભાવ સ્પષ્ટ રીતે નજરે પડી રહ્યો છે.
મીરાદરવાજા થી પટણી દરવાજા રોડ પર,પ્રકાશ શોપિંગ સેન્ટર નજીક ઠેર ઠેર કચરાના ઢગલા,ઉભરાતી ગટરો,રોડ પર વહી રહેલું ગંદુ પાણી અને કાદવ-કીચડના દૃશ્યો સ્થાનિકોની મુશ્કેલીઓમાં વધારો કરી રહ્યા છે

સ્થાનિકોના જણાવ્યા મુજબ,
આ વિસ્તાર લાંબા સમયથી ગંદકી અને ગટર સમસ્યાથી પીડાઈ રહ્યો છે,
છતાં નગરપાલિકા અને સંબંધિત તંત્ર દ્વારા સમસ્યાના કાયમી ઉકેલ માટે કોઈ ગંભીર કામગીરી કરવામાં આવી નથી.
રહીશોનો આક્ષેપ છે કે, ઘણા વખત મૌખિક તેમજ લેખિત રજૂઆતો છતાં
તંત્ર દ્વારા માત્ર આશ્વાસનના ડોઝ આપવામાં આવ્યા છે,પરંતુ જમીન પર કોઈ અસરકારક કામ થયું નથી.
રસ્તાની હાલત પણ એટલી જ ખરાબ જોવા મળી રહી છે.તૂટેલા રોડ રસ્તા,
ગંદા પાણીના ખાબોચિયાઅને કાદવથી ભરાયેલા માર્ગોના કારણે વાહનચાલકો, પાદચારીઓ, મહિલાઓ, વૃદ્ધો અને સ્કૂલે જતા બાળકોને દરરોજ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.ખાસ કરીને વેપારીઓ માટે આ સમસ્યા હવે દૈનિક માથાનો દુખાવો બની ગઈ છે.
સ્થાનિકોમાં હવે એવો સવાલ ઉઠી રહ્યો છે કે,જો શહેરના મધ્ય વિસ્તારમાં જ આવી હાલત હોય,તો પછી વિકાસના દાવાઓને કેટલા સચ્ચા માનવા ?
એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને નેતાઓ અને શાસક પક્ષ વિકાસની વાતો કરી રહ્યા છે,તો બીજી તરફ વોર્ડ સ્તરે મૂળભૂત સુવિધાઓ માટે લોકો આજે પણ તરસી રહ્યા છે.

ગંદકી અને ઉભરાતી ગટરોને કારણે
વિસ્તારમાં રોગચાળો ફેલાવાની ભીતિ પણ વધી રહી છે.સ્થાનિક રહીશોનું કહેવું છે કે, હવે ફક્ત વચનો નહીં,પરંતુ જમીન પર કામ જોઈએ.
લોકોમાં હવે સ્પષ્ટ રોષ જોવા મળી રહ્યો છે અને લોકો કહી રહ્યા છે કે-“ફક્ત ચૂંટણી સમયે વચનો નહીં… હવે કામ જોઈએ… નહીં તો જનતા જવાબ આપશે.”
રાજસ્થાની રહીશું અને વેપારીઓને એક જ માંગ છે કે
“અહીં લાંબા સમયથી ગટર, ગંદકી અને ખરાબ રસ્તાની સમસ્યા છે. અનેક રજૂઆતો છતાં કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. હવે તંત્ર તાત્કાલિક કામ કરે..
હાલ તો રાધનપુર શહેરમાં વિકાસના દાવાઓ વચ્ચે મીરાદરવાજા થી પટણી દરવાજા રોડની આ દુર્દશા
તંત્ર માટે અનેક સવાલો ઊભા કરી રહી છે. હવે જોવાનું એ રહેશે કે, જવાબદાર તંત્ર કાગળ પરના વિકાસથી બહાર આવી જમીન પર આ સમસ્યાનો ઉકેલ લાવે છે. કે ફરી એકવાર પ્રજાને માત્ર આશ્વાસન જ અપાશે.
રિપોર્ટ.: અનિલ રામાનુજ રાધનપુર પાટણ
