Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » રાધનપુરમાં દુકાનનું શટર તોડી થયેલી મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલાયો
ક્રાઈમ

રાધનપુરમાં દુકાનનું શટર તોડી થયેલી મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલાયો

Rajeshkumar Jadav
Last updated: April 5, 2026 6:42 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
3 Min Read
SHARE

રાધનપુરમાં દુકાનનું શટર તોડી થયેલી મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલાયો

એલ.સી.બી. પાટણની કામગીરીમાં 4 આરોપી ઝડપાયા, રૂ. 3.44 લાખનો મુદ્દામાલ કબ્જે….

 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

More Read

સાયબર ગુના ના નાસતા ફરતા આરોપી ને ડભોઇ પોલીસે દબોચી લીધો
સમીમાં ફરજ પર જતાં GRD જવાન પર જીવલેણ હુમલો, છરીના ઘા ઝીંક્યાં,ત્રણ સામે ફરિયાદ
ડભોઈ તાલુકાના પુડા ગામે બનાવ બન્યો
પાટણમાં પોલીસ વાન ઉપર હુમલો કરનારા આરોપીઓને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો.

રાધનપુર શહેરમાં દુકાનનું શટર તોડી કરવામાં આવેલી મોબાઈલ ચોરીની ઘટનાનો ભેદ પાટણ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.) એ ગણતરીના દિવસોમાં ઉકેલી નાખતા પોલીસ તંત્રને મોટી સફળતા મળી છે. આ ગુનામાં સંડોવાયેલા 4 આરોપીઓને ઝડપી પાડી, તેમની પાસેથી ચોરાયેલા મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 3 લાખ 44 હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ રાધનપુર વિસ્તારમાં આવેલી “માજીસા” નામની દુકાનનું શટર તોડી અંદર પ્રવેશ કરી સેકન્ડ હેન્ડ મોબાઈલ ફોનની ચોરી કરવામાં આવી હતી. ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો અને પોલીસ માટે આ ગુનો ઉકેલવો પડકારરૂપ બન્યો હતો.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એલ.સી.બી. પાટણ તથા રાધનપુર પોલીસ સ્ટેશન દ્વારા સંયુક્ત રીતે તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ ટીમે ઘટના સ્થળની આસપાસના CCTV ફૂટેજનું સૂક્ષ્મ નિરીક્ષણ, ટેક્નિકલ એનાલિસિસ તથા હ્યુમન સોર્સના આધારે આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી.તપાસ દરમિયાન પોલીસે ગુનામાં સંડોવાયેલા ચાર ઈસમોને ઝડપી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓ ચોરીનો ગુનો કબૂલ કર્યો હોવાનું જાણવા મળે છે. પોલીસએ તેમની પાસેથી ચોરાયેલા કુલ 30 મોબાઈલ ફોન તથા અન્ય 2 મોબાઈલ ફોન મળી કુલ 32 મોબાઈલ કબ્જે કર્યા છે.

More Read

ચાણસ્માના ઝીલિયા ગામે ફાર્મ હાઉસ પર ઘાતક હથિયારો સાથે હુમલો, 8 ગાડીઓમાં 20 જેટલા શખ્સો ધારીયા-તલવાર સાથે ત્રાટક્યા
પાટણ: ટુંવડ ખેતરમાં દારૂ ઉતારતાં જ LCBનો દરોડો..
પાટણમાં પ્રોહીબીશનના ગુનામાં ફરાર આરોપી એલ.સી.બી.ની જાળમાં
રાધનપુરમાં “Mamy Poko Pants” ડીલરશીપના નામે રૂ. 42,456ની ઓનલાઈન ઠગાઈ, પોલીસની ઝડપી કાર્યવાહીથી 100% રકમ રિકવર

આ ઉપરાંત ગુનાને અંજામ આપવા માટે વપરાયેલી કાળા રંગની પલ્સર મોટરસાયકલ પણ પોલીસે જપ્ત કરી છે. આમ, મોબાઈલ ફોન અને બાઈક સહિતનો કુલ રૂ. 3,44,000/- નો મુદ્દામાલ કબ્જે કરીને સમગ્ર ગુનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઝડપાયેલા આરોપીઓમાં પાટણ અને બનાસકાંઠા જિલ્લાના ચાર ઈસમોનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ આરોપીઓ સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા હોવાની વિગતો મળી આવી છે, જેના આધારે પોલીસ તેમના જૂના ગુનાઓ તથા અન્ય સંડોવણી અંગે પણ વધુ તપાસ આગળ ધપાવી રહી છે.

આ સમગ્ર કાર્યવાહી દરમિયાન એલ.સી.બી. પાટણની ટીમે ઝડપી અને સતર્ક કામગીરી કરી હતી, જેના પરિણામે રાધનપુર પોલીસને મોટી સફળતા મળી છે. વેપારીઓ અને નાગરિકોમાં પણ આ કામગીરીને લઈ રાહતની લાગણી ફેલાઈ છે.સ્થાનિક સ્તરે વારંવાર બનતી ચોરીની ઘટનાઓ વચ્ચે આ કેસનો ઝડપી ભેદ ઉકેલાતા પોલીસની કામગીરી પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. હાલમાં પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ પૂછપરછ શરૂ કરી છે, જેથી અન્ય કોઈ ગુનાખોરીના કિસ્સાઓ સાથે તેમનો સંબંધ છે કે નહીં તે દિશામાં પણ તપાસ થઈ રહી છે.રાધનપુરમાં બનેલી આ ચોરીની ઘટનાનો ટૂંકા ગાળામાં ભેદ ઉકેલી એલ.સી.બી. પાટણએ પોતાની કાર્યક્ષમતા ફરી એકવાર સાબિત કરી છે, જેને પગલે સમગ્ર જિલ્લામાં આ કામગીરી ચર્ચાનો વિષય બની છે તેમજ પોલીસની કામગીરી ને બિરદાવવામાં આવી છે.

રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article પાટણના બલિયા હનુમાન મંદિર પરિસરમાં શ્રીમદ ભગવત કથા નું આયોજન કરવામાં આવ્યું..
Next Article ધારપુર-પાટણ ખાતે વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસની ઉજવણી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

અમીરપુરા આંગણવાડી બાંધકામમાં બેદરકારીનો પર્દાફાશ, નબળી ગુણવત્તા પર ઊઠ્યા ગંભીર સવાલો

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ક્રાઈમ

નકલી પોલીસ બની ખેડૂતને લૂંટનાર ટોળકી ઝડપાઈ

ક્રાઈમ

જામનગરના ધ્રોલમાં 5 વર્ષીય બાળકીનું અપહરણ, પોલીસે સમયસર બચાવી

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • વાયરલ & સોશિયલ
  • રાષ્ટ્રીય
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video