ચાણસ્મા તાલુકાના ઝીલીયા ગામમાંથી મોટી કાર્યવાહીનો અહેવાલ સામે આવ્યો છે.

કેપિટલ મેસેજ, ન્યુઝ
ઝીલીયા ગામે ભાવેશ રબારીના મકાન પર તંત્ર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. “જિસીબી” અને પ્રશાસનના દળો સાથે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરાઈ છે. દાદાના બુલડોઝર દ્વારા મકાન તોડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
અધ્યતન સુવિધાઓથી સજ્જ બે માળનું મકાન જમીનદોસ્ત કરવા માટે કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મકાન તોડવાની કાર્યવાહી ચાલુ થતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.
સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સમગ્ર કાર્યવાહી કડક સુરક્ષા વચ્ચે હાથ ધરાઈ રહી છે.
ઝીલીયા ગામે બે માળના મકાન પર બુલડોઝર કાર્યવાહી:ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડફોડ શરૂ.
રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
