શેઠ બી.એમ. હાઈસ્કૂલ, પાટણ ખાતે કિશોર આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ RKSK એડોલસન્ટ ફ્રેન્ડલી હેલ્થ સેન્ટર જનરલ હોસ્પિટલ પાટણ તેમજ જીએમઇઆરએસ મેડિકલ કોલેજ, પાટણના કોમ્યુનિટી મેડિસિન વિભાગ દ્વારા સંચાલિત અર્બન હેલ્થ ટ્રેનિંગ સેન્ટર, ધારપુર દ્વારા બી.એમ. હાઈસ્કૂલ, પાટણ ખાતે ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે કિશોર સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમ,12 ફેબ્રુઆરી 2026 ના રોજ યોજાયો હતો.
આ કાર્યક્રમ જનરલ હોસ્પિટલ પાટણ ના CDMO ડૉ. પ્રીતિબેન સોની , ડૉ. પારુલ શર્મા PSM વિભાગના એચ.ઓ.ડી અને GMERS મેડિકલ હોસ્પિટલ ના સુપ્રિટેન્ડેન્ટ તથા યુ.એચ.ટી.સી. સેન્ટર ઇન્ચાર્જ ડૉ. પાર્થ ઠાકરના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. વિષય તજજ્ઞ કાઉન્સેલર મહેશકુમાર ઝાલા, હિરેનભાઈ સોલંકી, મહેશ્વરી કનોડિયા, પ્રવિણભાઇ દેસાઈ , પબ્લિક હેલ્થ નર્સ રક્ષા ચૌધરી, મેડિકલ સોશિયલ વર્કર વિપુલભાઈ , પ્રતિક મોદી તથા આશાબેન સોલંકીની ટીમે સક્રિય સહભાગિતા નોંધાવી હતી.

કાર્યક્રમ દરમિયાન કિશોરાવસ્થા દરમિયાન થતા શારીરિક, સામાજિક, માનસિક મૂંઝવણો ભાવનાત્મક ફેરફારો જાતિ અને જાતીયતા વિજાતીય આકર્ષણ તેમજ જાતીય રોગો અંગે મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કિશોરોમાં જોવા મળતા એનિમિયા, પોષણની ઉણપ તથા કૃમિ ઉપદ્રવ વિશે માહિતી આપવામાં આવી.
રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ નિમિત્તે કૃમિ, તેના લક્ષણો, કારણો, અસર અને નિવારણ અંગે સમજણ આપવામાં આવી તેમજ કૃમિનાશક દવાઓના મહત્વ પર ભાર મૂકાયો.
કિશોરીઓ માટે માસિક સ્રાવ દરમિયાન રાખવાની સ્વચ્છતા, સેનિટરી પેડનો યોગ્ય ઉપયોગ અને વ્યક્તિગત સ્વચ્છતા અંગે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું.
કાર્યક્રમનો મુખ્ય હેતુ કિશોરોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવાનો અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો હતો. સમગ્ર કાર્યક્રમમાં શેઠ બી.એમ. હાઈસ્કૂલના આચાર્ય આર.એન.પટેલ , શિક્ષકગણ તથા અન્ય સ્ટાફ ઉપસ્થિત રહી ખૂબ જ સારો સાથ સહકાર આપ્યો હતો.
