પાટણમાં પ્રગતિ મેદાન ખાતે ૦૮/૦૨/૨૬ થી ૧૫/૦૨/૨૬ સુધી સ્વદેશી મેળો યોજાશે.

પાટણ કલેકટર કચેરીમાં નિવાસી અધિક કલેકટર હિરેન ચૌહાણની અધ્યક્ષતામાં મેળાનું આયોજન માટે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ.
આજે પાટણ કલેકટર કચેરીમાં હિરેન ચૌહાણની અધ્યક્ષતામાં ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ અભિયાન અંતર્ગત સ્થાનિક સ્વસહાય જૂથો, હસ્તકલાના કારીગરો અને નાના ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવા માટે સુચારુ આયોજન અંગે ચર્ચા થઈ.
પાટણમાં પ્રગતિ મેદાન ખાતે ૦૮/૦૨/૨૦૨૬ થી ૧૫/૦૨/૨૦૨૬ સુધી સ્વદેશી મેળાનું આયોજન પાટણ નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે.

બેઠક દરમિયાન આવનારા સ્વદેશી મેળાના સ્થળ, સમયગાળો, સ્ટોલ વ્યવસ્થા, સ્વચ્છતા, સુરક્ષા, ટ્રાફિક નિયંત્રણ તેમજ સ્થાનિક કારીગરો અને સ્વસહાય જૂથોને જોડવા અંગે ચર્ચા થઈ. સ્વદેશી ઉત્પાદનોને વધુ બજાર મળે અને નાગરિકોમાં સ્વદેશી વસ્તુઓના ઉપયોગ અંગે જાગૃતતા વધે તે માટે કેટલાક પ્રસ્તાવ આપવામાં આવ્યા હતા. આ બેઠકમાં સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
