ડભોઇના શક્તિનગરમાં સ્વાઇન ફ્લૂનો પોઝિટિવ કેસ નોંધાતા ફફડાટ: દર્દીને વડોદરા ગોત્રી હોસ્પિટલ ખસેડાયો, આરોગ્ય તંત્રની કામગીરી સામે સવાલો

કેપિટલ મેસેજ
Capital message
ડભોઇ નગરમાં સ્વાઇન ફ્લૂનો શંકાસ્પદ કેસ સામે આવ્યા બાદ તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર પંથકમાં ભારે ફફડાટ ફેલાયો છે શક્તિનગર વિસ્તારમાં રહેતા ૨૫ વર્ષીય યુવક મહેશભાઈ રમણભાઈ તડવીને શંકાસ્પદ લક્ષણો જણાતા સારવાર અર્થે ડભોઇ રેફરલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેમનો સ્વાઇન ફ્લૂનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. દર્દીની ગંભીર સ્થિતિને જોતા વધુ સારવાર અર્થે તાત્કાલિક વડોદરાની ગોત્રી જનરલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે.આરોગ્ય વિભાગ દ્વારા સઘન સર્વેલન્સ સ્વાઇન ફ્લૂનો કેસ સામે આવતા જ સ્થાનિક આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. શક્તિનગર સહિત આસપાસના વિસ્તારોમાં રોગચાળો વકરે નહીં તે માટે તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે
અસરગ્રસ્ત વિસ્તારના અંદાજે ૫૦ જેટલા વ્યક્તિઓના શંકાસ્પદ સેમ્પલ લેવાયા હતા, જે તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
રોગચાળાના નિયંત્રણ માટે અલગ-અલગ વિસ્તારોમાંથી પીવાના પાણીના ૧૫૦ જેટલા નમૂના એકત્ર કરવામાં આવ્યા છે.
તાવ અને અન્ય લક્ષણો ધરાવતા દર્દીઓની ૩૩ જેટલી બ્લડ સ્લાઇડ્સ બનાવી લેબોરેટરી તપાસ માટે મોકલાઈ છે.આરોગ્ય વિભાગની વિવિધ ટીમો દ્વારા ડોર-ટુ-ડોર સર્વે હાથ ધરીને અન્ય કોઈ વ્યક્તિમાં લક્ષણો છે કે નહીં તેની સતત ચકાસણી કરવામાં આવી રહી છે.

કાયમી આરોગ્ય અધિકારીના અભાવે લોકોમાં રોષ ડભોઇ તાલુકામાં લાંબા સમયથી તાલુકા હેલ્થ ઓફિસર (THO) ની કાયમી જગ્યા ખાલી હોવાથી સમગ્ર વ્યવસ્થા ઇન્ચાર્જના ભરોસે ચાલી રહી છે. જ્યારે પણ કોઈ રોગચાળો ફેલાય ત્યારે જ તંત્ર સક્રિય થતું હોવાનો સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે. અગાઉથી યોગ્ય સાવચેતી કે સફાઈ અભિયાન હાથ ધરાયું હોત તો આવી સ્થિતિ ટાળી શકાઈ હોત, જેને પગલે આરોગ્ય તંત્રની સુસ્તી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
અધિકારીઓના નિવેદન હાલ સમગ્ર વિસ્તારમાં સઘન મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ૧૫૦ પાણીના અને ૩૩ લોહીના નમૂના ચકાસણી માટે મોકલ્યા છે. ટીમ દ્વારા સતત સર્વે ચાલુ છે જેથી ચેપ આગળ ન ફેલાય જીતેન્દ્રભાઈ રાણા, ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી, ડભોઇ દર્દીને વધુ સારવાર માટે અહીં ખસેડવામાં આવ્યા છે અને હાલ નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ આઇસોલેશન વોર્ડમાં જરૂરી તમામ સારવાર આપવામાં આવી રહી છે.”
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
