એ.સી.બી. સફળ ટ્રેપ,ફરીયાદી- એક જાગૃત નાગરીક
આરોપીઃ- (૧) આણંદભાઇ નરેન્દ્રભાઇ ખરેડીયા, ઉવ.૫૨, હોદ્દો સંશોધન અઘિકારી (કાર્યપાલક ઇજનેર), વર્ગ-૦૧,ગુજરાત એન્જીનીયરીંગ રીસર્ચ ઇન્સ્ટીટયુટ(GERI),વડોદરા રહે.સુકન લાઇફ ટાઇલ ફલેટ નંબર-૨૦૪ પાલગામ, સુરત શહેર
(૨) જીગરભાઇ કલસીંગભાઇ ભુટીયા,ઉવ.૩૦,હોદ્દો-સીનીયર સાયંટીફીક આસીસ્ટન,વર્ગ-૦૩,
ગુજરાત ઇન્જીનીયરીંગ રીસર્ચ ઇન્સ્ટીટયુટ(GERI), વડોદરા રહે.શાંતિનગર સોસાયટી,બામરોલી રોડ,ગોધરા તા.જી.ગોધરા
ટ્રેપ ની તારીખ-૧૦/૦૯/૨૦૨૬
લાંચની માંગણીની રકમઃ- રૂા.૨૧,૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમઃ- રૂા.૨૧,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમઃ- રૂા.૨૧,૦૦૦/-
ટ્રેપનું સ્થળઃ-
સરકારી સરકીટ હાઉસ રૂમ નંબરઃ-૧૧,ચીતલ રોડ,અમરેલી તા.જિ.અમરેલી,
ટૂંક વિગત:-
આ કામના ફરીયાદીશ્રીને અમરેલી શહેર ખાતે આવેલ મટીરીયલ્સ ટેસ્ટીંગ લેબ આવેલ છે. આ લેબની સરપ્રાઇઝ વિઝીટ માં આ કામના બંન્ને આરોપીઓ આવેલ હતા અને ફરીયાદીશ્રીની લેબની વિઝીટ કરી પોઝીટીવ રીપોર્ટ આપવા ના બદલા માં રૂ.૨૧,૦૦૦/- લાંચની માંગણી કરેલ જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી અમરેલી એ.સી.બી નો સંપર્ક કરેલ હતો .
આજ રોજ ફરીયાદી ની ફરીયાદ આધારે લાંચના છટકાનુ આયોજન કરતા, લાંચના છટકા દરમ્યાન આ કામના બંન્ને આરોપીઓ એ ફરીયાદી સાથે સરકારી સર્કીટ હાઉસમાં રૂમ નંબરઃ-૧૧ માં આક્ષેપિત નંબર-૦૧ નાઓના કહેવાથી આક્ષેપિત નંબર-૦૨ નાઓએ ફરીયાદી પાસેથી લાંચની રકમ જેમાં આરોપી નં-૧ નાં રૂ.૧૫૦૦૦/- તથા આરોપી નંબર-૦૨ નાં રૂ.૬૦૦૦/- એમ કુલ રૂા.૨૧૦૦૦/- સ્વીકારી બન્ને આરોપીઓ સ્થળ પર પકડાઇ જઈ પોતાના હોદાનો દુરઉપયોગ કરી ગુન્હો કરેલ છે..
ટ્રેપીંગ અધિકારી :-
ટી.એસ.રીઝવી, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, અમરેલી એ.સી.બી. પો.સ્ટે. તથા એ.સી.બી. સ્ટાફ અમરેલી તથા ભાવનગર.
